IPL 2023 : વિરાટ કોહલી- ફાફ ડુ પ્લેસીસની જોડી બેંગ્લોરને બનાવી શકશે ચેમ્પિયન ? જાણો રોયલ ચેલેન્જર બેંગ્લોરની તાકાત અને નબળાઈ

આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ ભાગ લઈ રહી છે. ચાલો જાણીએ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની તાકાત અને નબાઈ વિશે વિગતવાર.

IPL 2023 : વિરાટ કોહલી- ફાફ ડુ પ્લેસીસની જોડી બેંગ્લોરને બનાવી શકશે ચેમ્પિયન ? જાણો રોયલ ચેલેન્જર બેંગ્લોરની તાકાત અને નબળાઈ
IPL 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 6:36 PM

IPL 2023ની શરુઆતને ગણતરીના દિવસો બાકી છે. તે બધા વચ્ચે ફેન્સમાં આઈપીએલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10 ટીમના 243 જેટલા ખેલાડીઓ 1 મહિનાથી વધારે સમય સુધી 70 લીગ મેચ રમશે. આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ ભાગ લઈ રહી છે. ચાલો જાણીએ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની તાકાત અને નબાઈ વિશે વિગતવાર.

IPL 2023માં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક એ ભારતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ને TV પર લાઈવ બતાવવા માટે સત્તાવાર પ્રસારણકર્તા છે. તેથી ટીવી પર ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તમામ મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જ્યારે Viacom18 પાસે ટુર્નામેન્ટના ડિજિટલ અધિકારો છે. આથી, મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ OTT પ્લેટફોર્મ પર જિયો સિનેમા એપ પર ઉપલબ્ધ રહેશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

IPL 2023 માટે રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ

રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ – વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ, ફાફ ડુ પ્લેસિસ, હર્ષલ પટેલ, વાનીંદુ હસારંગા, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, રાજત પાટીદાર, અનુજ રાવત, આકાશ ડીપ, જોશ હેઝલવુડ, મહિપલ શારહશ, અલપાલ, ફિનાશ, મ Has રહસ, કૌલ, ડેવિડ વિલી, રીસી ટોપલી, હિમાશુ શર્મા, મનોજ ભંડેજ, રાજન કુમાર, અવિનાશ સિંહ, સોનુ યદવ, માઇકલ બ્રેસવેલ

રોયલ ચેલેન્જર બેંગ્લોરની તાકાત

આ ટીમ પાસે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસેસી જેવા દમદાર ખેલાડીઓ છે. જ્યારે હસારંગા, રીસ ટોપલી અને મહોમ્મદ સિરાજ જેવા માસ્ટકલાસ બોલર્સ છે. મોટા ભાગના ટી20ના સ્ટાર ખેલાડીઓ આ ટીમમાં છે.

રોયલ ચેલેન્જર બેંગ્લોરની નબળાઈ

આ ટીમ સ્ટાર ખેલાડીઓ ભરપૂર છે, પણ મહત્વની મેચોમાં કે પ્લેઓફની મેચમાં આ ટીમના ખેલાડીઓ સારુ પ્રદર્શન આપી શકતા નથી. કેટલાક મહત્વના ખેલાડીઓ ટુર્નામેન્ટ પહેલા ટીમમાંથી બહાર થઈ શકે છે. ખેલાડીઓને પોતાની રમત પહેલા કરતા વધારે સારી કરવી પડશે.

આ પાંચ નવા નિયમો લાગુ થશે

  1. પ્લેઈંગ ઈલેવનઃ સૌથી મોટો ફેરફાર પ્લેઈંગ ઈલેવનને લઈ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ હવે ટોસ પહેલા નહીં પરંતુ ટોસ બાદ પ્લેઈંગ ઈલેવન કેપ્ટન દ્વારા એલાન કરવામાં આવશે. આ પહેલા ટોસ પહેલા જ અંતિમ ઈલેવનની યાદી સોંપવામાં આવતી હતી. હવે ટોસ બાદ કેપ્ટન પોતાની પ્લેઈંગ ઈલેવન એલાન કરતી વખતે ટોસના પરિણામ આઘારે યાદી જાહેર કરી શકે છે. આ માટે અંતિમ ઈલેવનની બે યાદી કેપ્ટન પોતાની પાસે ટોસ સમયે રાખશે. આમ હવે ટોસ જીતવા સાથે ફાયદો લેવાની ટીમને હવે વધારે ફાયદો નહીં મળી શકે.
  2. ઈમ્પેક્ટ પ્લેયરઃ ટોસ સમયે ટીમનો સુકાની પોતાની અંતિમ ઈલેવનમાં 4 ખેલાડીઓને સબ્સ્ટીટ્યૂટના રુપમાં સામેલ કરી શકશે. આ ખેલાડીઓનો ઉપયોગ ઈમ્પેક્ટ પ્લેયરના રુપમાં કરી શકાશે. જેને ઈનીંગની શરુઆત અથવા અંતમાં કરી શકાશે. આ સિવાય કોઈ વિકેટ ગુમાવવાની સ્થિતીમાં પણ આ સબ્સ્ટીટ્યૂટ કરી શકાશે. જોકે જે ખેલાડી એક વાર સબ્સીટ્યૂટ થઈને મેદાનથી બહાર થયો તેણે પૂરી મેચમાં બહાર રહેવુ પડશે. કોઈ પણ સંજોગોમાં બેટિંગ કુલ મળીને 11 ખેલાડીઓ જ કરી શકશે.
  3. DRS નો ઉપયોગ વધ્યો: હવે રિવ્યૂ માત્ર વિકેટ જ નહીં પરંતુ નો બોલ અને વાઈડ બોલ માટે પણ લેવામાં આવી શકે છે. WPL માં પ્રથમ વાર આ નિયમ લાગુ કર્યા બાદ હવે IPL માં પણ લાગુ કરવામાં આવી રહ્યો છે. BCCI નો હેતુ આમ કરવા પાછળ અંપાયરોની ભૂલને ઘટાડવા માટેનો છે.
  4. ઓવર પૂરી કરવા આગ્રહઃ બોલિંગ ટીમ દ્વારા નિર્ધારીત સમયમર્યાદામાં ઓવર પૂરી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. આમ છતાં પણ ટીમ વધુ સમય લે છે અને નિર્ધારીત સમય પૂર્ણ થાય છે તો, બાકીની ઓવર્સ દરમિયાન 30 ગજના સર્કલની બહાર 4 ફિલ્ડરોને જ રાખી શકાશે.
  5. ફિલ્ડર-વિકેટકીપરની મૂવમેન્ટ પર નિયમઃ મેચ દરમિયાન ફિલ્ડર કે વિકેટકીપર બીનજરુરી રીતે મૂવમેન્ટ કરતા નજર આવશે તો, તે અયોગ્ય ગણીને તેના માટે બેટિંગ ટીમના ખાતામાં 5 રન ઈનામના રુપે ઉમેરવામાં આવશે. આ બોલને ડેડ બોલ પણ ગણવામાં આવશે.

આઈપીએલ 2023નું સંપૂર્ણ શેડયૂલ

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

IPL 2023માં કુલ 70 લીગ મેચો અને 4 પ્લેઓફ મેચો હશે, જો આપણે લીગ મેચોની વાત કરીએ તો કોઈ દિવસ બે મેચ અને કોઈ દિવસ એક મેચ રમાશે. જેના માટે તમને જણાવી દઈએ કે IPLમાં કોઈપણ દિવસે બે મેચ હોય તો તે દિવસે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને ત્યાર બાદ બીજી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ તમામ મેચોની ટોસ મેચની બરાબર 30 મિનિટ પહેલા કરવામાં આવશે એટલે કે બપોરની મેચ માટે ટોસ બપોરે 3 વાગ્યે અને સાંજની મેચ માટે ટોસ સાંજે 7 વાગ્યે કરવામાં આવશે.

બે ગ્રુપમાં વિભાજીત થઈ છે બંને ટીમ

ગ્રુપ A : મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ

ગ્રુપ B : રોયલ ચેલેન્જર બેંગ્લોર, ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ

IPL 2023માં શું છે નવો નિયમ?

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

IPL 2023 સિઝનમાં, BCCIએ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ રજૂ કર્યો છે, IPLના ઈતિહાસમાં પહેલીવાર આ નિયમનો ઉપયોગ કરવામાં આવશે. મેચ પહેલા ટોસ દરમિયાન, દરેક કેપ્ટને તેની પ્લેઈંગ ઈલેવન સાથે 4 અવેજીનું નામ આપવું પડશે. આ ચાર ખેલાડીઓમાંથી માત્ર એક જ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે. પ્લેઈંગ ઈલેવનમાં આ અવેજી ખેલાડીને સ્થાન આપનાર ખેલાડી ફરીથી મેચમાં ભાગ લઈ શકશે નહીં.

બીસીસીઆઈએ પહેલાથી જ જાહેર કર્યું છે કે પ્રભાવશાળી ખેલાડી સુકાનીની ભૂમિકા નિભાવી શકતો નથી અને તેણે ભારતીય ખેલાડી બનવું જોઈએ. જો કોઈ ટીમ પ્રભાવશાળી ખેલાડીનો વિદેશી ખેલાડી તરીકે ઉપયોગ કરવા માંગતી હોય તો તેણે પ્લેઈંગ ઈલેવનમાં પ્રથમ ચારને બદલે ત્રણ ખેલાડીઓની પસંદગી કરવી પડશે. મેચ દરમિયાન એક સાથે ચાર વિદેશી ખેલાડીઓ મેદાનમાં ઉતરી શકતા નથી.

આઈપીએલ 2023ના સૌથી મોંઘા ખેલાડીઓ

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

સેમ કરન IPL 2023નો સૌથી મોંઘો ખેલાડી છે, જેને પંજાબ કિંગ્સની ટીમે કુલ 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ઈંગ્લેન્ડની ટીમ માટે રમે છે અને ઓલરાઉન્ડર છે. સેમ કરન IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. સેમ કરન બાદ આ લિસ્ટમાં મુંબઈ ઈન્ડિયન ટીમે કેમરૂન ગ્રીનને 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ત્યારબાદ બેન સ્ટોક્સનો નંબર આવે છે જેને ચેન્નાઈની ટીમે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

10 ટીમના  243 ખેલાડીઓ

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

આઇપીએલ 2023ની હરાજી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદમાં કુલ 25 ખેલાડીઓ છે. જ્યારે  કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 22, મુંબઈ ઇન્ડિયન્સમાં 24, પંજાબ કિંગ્સમાં કુલ 22 ખેલાડીઓ છે.

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">