IPL 2023 MI vs SRH Match Result : સચિનના દીકરાએ લીધી પ્રથમ વિકેટ, મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રીજી જીત
Sunrisers Hyderabad vs Mumbai Indians : આજે આઈપીએલ 2023ની 25મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને 193 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
આજે આઈપીએલની 25મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદની ટીમ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવા ઉતરી હતી. પ્રથમ ઈનિંગમાં રોહિત શર્માએ 6000 રન અને ઈશાન કિશને 4000 રન પૂરા કર્યા હતા. 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 5 વિકેટના નુકશાન સાથે 192 રન રહ્યો હતો. 193 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 10 વિકેટના નુકશાન સાથે 178 રન બનાવી શકી હતી. કેમરુન ગ્રીને મુંબઈ ઈન્ડિયન્સ માટે ઓલરાઉન્ડર પરફોર્મન્સ કર્યું હતું.
મયંક અગ્રવાલ અને હેનરિક ક્લાસેને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે તોફાની ઈનિંગ રમી હતી. મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગને કારણે હૈદરાબાદના ખેલાડીઓ ટાર્ગેટ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યાં હતા. બીજી ઈનિંગની અંતિમ ઓવર સચિનના દીકરા અર્જુન તેંડુલકરે ફેંકી હતી અંતિમ ઓવરમાં 6 બોલમાં 20 રનની જરુર હતી. પણ અર્જુન તેંડુલકરે આઈપીએલ કરિયરની પ્રથમ વિકેટ લઈને મુંબઈને 14 રનથી જીત અપાવી હતી.
મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન
પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેપ્ટન રોહિત શર્માએ 28 રન, ઈશાન કિશાને 28 રન, સૂર્યાકુમાર યાદવે 7 રન, તિલક વર્માએ 37 રન, કેમરુન ગ્રીને 64 રન અને ટિમ ડેવિડે 16 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 9 સિક્સર અને 19 ચોગ્ગા જોવા મળ્યા હતા. તિલક વર્મા અને ગ્રીન વચ્ચે 50 રનની પાર્ટનરશીપ પણ થઈ હતી.
બીજી ઈનિંગમાં અર્જુન તેંડુલકરે 2.5 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ લીધી હતી. જેસન બેહરેનડોર્ફ અને રિલે મેરેડિથે 2-2 વિકેટ લીધી હતી. પિયુશ ચાવલાએ 4 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે કેમરુન ગ્રીને 4 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ લીધી હતી. ટિમે ડેવિડે આ ઈનિંગમાં 3 કેચ પકડયા હતા.
સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન
પ્રથમ ઈનિંગમાં હૈદરાબાદ તરફથી માર્ક જાનસેને 4 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે નટરાજન અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી હતી. કેપ્ટન એડન માર્કરમે 3 શાનદાર કેચ પણ પકડયા હતા.
બીજી ઈનિંગમાં હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલે 48 રન, હેરી બ્રુક 9 રન, રાહુલ ત્રિપાઠી 7 રન , એડન માર્કરામે 22 રન, હેનરિક ક્લાસેને 36 રન, અભિષેક શર્માએ 1 રન, માર્કો જેન્સને 13 રન , સુંદર 10, ભુવનેશ્વરે 2 રન અને સમદે 9 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 9 સિક્સર અને 19 ચોગ્ગા જોવા મળ્યા હતા.
આજની મેચની મોટી વાતો
- આજે અર્જુન તેંડુલકરને બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે
- કેપ્ટન રોહિત શર્માએ આજે આઈપીએલમાં 6000 રન પૂરા કર્યા.
- આઈપીએલમાં 6000 રન પૂરા કરનાર રોહિત શર્મા ચોથો ખેલાડી બન્યો.
- ઈશાન કિશને આઈપીએલમાં 4000 રન પૂરા કર્યા.
- ઈશાન કિશને 149 ઈનિંગમાં 4000 રન પૂરા કર્યા છે. કેએલ રાહુલે સૌથી ઝડપથી 117 ઈનિંગમાં 4000 રન પૂરા કર્યા હતા.
- મુંબઈ ઈન્ડિયન્સની શરુઆતની 3 વિકેટ કેપ્ટન એડન માર્કરમના શાનદાર કેચોને કારણે પડી હતી.
- તિલક વર્મા અને કેમરુન ગ્રીન વચ્ચે 27 બોલમાં 50 રનની પાર્ટનરશીપ થઈ હતી.
- કેમરુન ગ્રીન પોતાની પ્રથમ આઈપીએલ સિઝનમાં પ્રથમ ફિફટી ફટકારી છે.
- હૈદરાબાદનો કેપ્ટન મયંક અગ્રવાલ ફિફટી ચૂક્યો હતો.
- અર્જુન તેંડુલકરે આઈપીએલ કરિયરની પ્રથમ વિકેટ ભુવનેશ્વર કુમારની લીધી હતી.
આજની મેચની રોમાંચક ક્ષણો
#MumbaiIndians are on a rampage.@timdavid8 with two key catches as Klaasen and Mayank Agarwal depart in quick succession.
Live – https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/9QSK3QEzcD
— IndianPremierLeague (@IPL) April 18, 2023
Marco Jansen strikes twice in an over.
Ishan Kishan and Suryakumar Yadav depart in quick succession.
Live – https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/PClPzosBE1
— IndianPremierLeague (@IPL) April 18, 2023
The two GOATs – Sachin Tendulkar and Brian Lara. pic.twitter.com/ql9wU0YAiv
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 18, 2023
સનરાઇઝર્સ હૈદરાબાદે જીત્યો હતો ટોસ
#SRH have won the toss and elect to bowl first against #MumbaiIndians
Live – https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/SNP3foc7Mw
— IndianPremierLeague (@IPL) April 18, 2023
A look at the Playing XIs for #SRHvMI
Live – https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/yZcFvVGOYB
— IndianPremierLeague (@IPL) April 18, 2023
સનરાઇઝર્સ હૈદરાબાદ : મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, માર્કો જેન્સન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ટી નટરાજન
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, અર્જુન તેંડુલકર, નેહલ વાધેરા, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…