Video: ગુજરાત ના નામને લઈ રવિ શાસ્ત્રીએ કરી દીધી મોટી ભૂલ, હાર્દિક પંડ્યા મોં ફેરવી હસવા લાગ્યો

વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL 2023 ની શરુઆત ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટોસ થવા સાથે જ થઈ ચુકી છે. મેદાન પર રવિ શાસ્ત્રીએ ગુજરાતના નામને લઈ મોટી ભૂલ કરી દીધી હતી.

Video: ગુજરાત ના નામને લઈ રવિ શાસ્ત્રીએ કરી દીધી મોટી ભૂલ, હાર્દિક પંડ્યા મોં ફેરવી હસવા લાગ્યો
Ravi Shastri Name Blunder Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 8:51 PM

IPL 2023 ની શરુઆત થઈ ચુકી છે. વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયો છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ વચ્ચે સિઝનની ઓપનિંગ મેચ રમાઈ રહી છે. ગુજરાતની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને રનચેઝ કરવાનો નિર્ણય કર્યો છે. ટોસ દરમિયાન કંઈક એવુ થયુ કે હાર્દિક પંડ્યા પોતાનુ હસવુ રોકી શક્યો નહોતો. તેણે મોં ફેરવીને પોતાના હાસ્યને રોકવાનો પ્રયાસ કર્યો હતો. વાત જાણે એમ હતી કે, ગુજરાતમાં રમાઈ રહેલી ઓપનિંગ મેચમાં જ આઈપીએલની ગુજરાત ટીમનુ નામ લેવામાં જ રવિ શાસ્ત્રીએ ભૂલ કરી દીધી હતી.

WPL 2023 ની સિઝન સમાપ્ત થવાને એક સપ્તાહથી વધુનો સમય વીતી ચુક્યો છે. મહિલા લીગમાં ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમ બની હતી. ખૂબ જ શાનદાર રહેલી મહિલા લીગની પ્રથમ સિઝન હજુ પણ લોકો પર તેની અસર જોવા મળી રહી છે. ક્રિકેટની દુનિયામાં કોમેન્ટ્રી કરવા માટે જાણિતુ નામ રવિ શાસ્ત્રી પર પણ તેની અસર હજુય જોવા મળી રહી છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

આ પણ વાંચોઃ India Vs Pakistan: લ્યો બોલો ! પાકિસ્તાનમાં ખાવા આટો નહીં અને PCB ને આર્થિક મજબૂત ગણાવી વિશ્વકપ નહીં

ગુજરાતનુ નામ બોલવામાં કરી ભૂલ

રવિ શાસ્ત્રી પ્રેન્ઝેટર ટોસ અંગેની ભૂમિકા દરમિયાન આ ભૂલ કરી હતી. ટોસ માટે હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોની હાજર હતા. આ દરમિયાન શાસ્ત્રીએ ટોસનો સિક્કો ઉછાળતા પહેલા ઔપચારિકતાના ભાગરુપે બંને ટીમોની ઓળખ નામ બોલીને કરી રહ્યો હતો એ વખતે ગુજરાતની ટીમનુ નામ બોલવામાં ભૂલ કરી હતી.

શાસ્ત્રીએ વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટીમનુ નામ ભૂલમાં ખોટુ બોલી દીધુ હતુ. ગુજરાત ટાઈટન્સ ટીમના બદલે ગુજરાત જાયન્ટ્સ ટીમ તરીકે ઓળખ આપી દીધી હતી. હકીકતમાં ગુજરાત જાયન્ટ્સ ટીમ એ મહિલા પ્રીમિયર લીગની ટીમ છે. હવે જ્યારે શાસ્ત્રીએ ટીમનુ નામ ખોટુ બોલતા જ હાર્દિક પંડ્યા પોતાનુ હસવુ રોકી શક્યો નહોતો.તે બીજી તરફ મોં ફેરવીને હસવાને રોકવા પ્રયાસ કરી રહ્યો હતો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">