IPL 2023: બેયરિસ્ટો બહાર થતા BBL ‘સ્ટાર’ પંજાબ કિંગ્સ સાથે જોડાયો, તોફાની બેટિંગ સાથે ઓફ સ્પિન બોલિંગ કરશે

IPL 2023 ની સિઝન શરુ થવા પહેલા જ ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી લાંબી થતી જઈ રહી છે. દરેક ટીમો ઈજાગ્રસ્ત ખેલાડીઓને લઈ પરેશાન છે અને હવે તેઓ રિપ્લેસમેન્ટને શોધીને પોતાની સાથે જોડી રહી છે.

IPL 2023: બેયરિસ્ટો બહાર થતા BBL 'સ્ટાર' પંજાબ કિંગ્સ સાથે જોડાયો, તોફાની બેટિંગ સાથે ઓફ સ્પિન બોલિંગ કરશે
Matthew Short જોડાયો પંજાબ કિંગ્સ ટીમ સાથે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 8:41 PM

IPL 2023 ની સિઝન શરુ થવા પહેલા જ ઈજાને લઈ ટીમો પરેશાન છે. એક બાદ એક સ્ટાર ખેલાડીઓ ઈજાના કારણે ટૂર્નામેન્ટથી બહાર થઈ રહ્યા છે. પંજાબ કિંગ્સને પણ ઈંગ્લેન્ડથી સિઝન પહેલા જ નિરાશાજનક સમાચાર આવ્યા હતા. ઈંગ્લેન્ડનો સ્ટાર ખેલાડી જોની બેયરિસ્ટો ગોલ્ફ રમતા ઈજાગ્રસ્ત બન્યો હતો. જોકે તે ઈજામાથી સ્વસ્થ થયો છે, પરંતુ સંપૂર્ણ ફિટ રહેવા માટે તે આઈપીએલની સિઝન રમી રહ્યો નથી. જેને લઈ હવે તેના બદલે પંજાબ કિંગ્સની ટીમે બેયરિસ્ટોને સ્થાને ઓસ્ટ્રેલિયમાં ઘરેલુ ક્રિકેટના ખેલાડીને પોતાની સાથે જોડ્યો છે.

શિખર ધવનની કેપ્ટનશિપ ધરાવતી પંજાબ કિંગ્સની ટીમે ઓક્શન દરમિયાન ખૂબ પૈસા ખર્ચ કર્યા હતા. હવે તેના ખર્ચ કરેલા પૈસા કેટલા લેખે લાગશે એ જોવા માટે પણ ટીમ પર સૌની નજર રહેશે. જોકે સ્ટાર ખેલાડીઓ પાછળ જે પૈસા ખર્ચ કર્યા છે, ખૂબ એમાં પ્રથમ ઝટકો જોની બેયરિસ્ટોના રુપમાં લાગ્યો હતો. બેયરિસ્ટો ઈજા બાદ ફિટ રહેવા માટે તે આઈપીએલમાંથી સિઝન પહેલા જ હટી ગયો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઓસ્ટ્રેલિયન સ્ટાર પર પસંદગી

બેયરિસ્ટો ગત ટી20 વિશ્વકપ પહેલા જ ઈજાગ્રસ્ત થયો હતો. તે ક્રિકેટ નહીં પણ ગોલ્ફ રમવા દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને જેને લઈ તેણે ક્રિકેટના મેદાનથી 6 મહિના બહાર રહેવુ પડ્યુ હતુ. તેની સ્થિતીમાં સુધારો થયો છે, પરંતુ તે પોતાને ફિટ રાખવા ઈચ્છી રહ્યો છે. એશિઝ સિરીઝ માટે પોતાને ફિટ રાખવા માટે તે આઇપીએલથી બહાર રહેવાનુ પસંદ કર્યુ હતુ.

આ વાતની હવે પંજાબ કિંગ્સ ટીમે સોશિયલ મીડિયા દ્વારા પુષ્ટી કરી હતી. બેયરિસ્ટો હવે બહાર થવાનુ ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યુ છે. આ દરમિયાન તેના સ્થાને પંજાબે ઓસ્ટ્રેલિયન ખેલાડી મેથ્યૂ શોર્ટને પસંદ કર્યો હતો. મેથ્યૂ 27 વર્ષનો છે અને તે બિગ બેશ લીગમાં એડિલેડ સ્ટ્રાઈકર્સ ટીમ વતી રમી ચુક્યો છે. સ્થાનિક ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં તે દમ દેખાડી ચુક્યો છે. મેથ્યૂ આઈપીએલ ઓક્શનનો હિસ્સો નહોતો બન્યો અને હવે તે સિધો જ આઈપીએલમાં જોવા મળશે.

BBL માં મચાવી હતી ધમાલ

મેથ્યૂ શોર્ટસે બીગ બેશ લીગની ગત સિઝનમાં 14 ઈનીગ રમ્યો હતો. આ દરમિયાન તેણે 458 રન નોંધાવ્યા હતા. તે સૌથી વધુ રન ફટકારવામાં ટૂર્નામેન્ટમાં બીજા સ્થાને રહ્યો હતો. સાથે જ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એવોર્ડમાં તેને બીગ બેશ લીગ-12 માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

આ ખેલાડી બેટર તરીકે તો ખૂબ જ ઉપયોગી છે, સાથે જ તે ઓફ સ્પિનર તરીકે પણ ધમાલ મચાવી શકે છે. શોર્ટે બીગ બેશની ગત સિઝનમાં 11 વિકેટો ઝડપીને ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. તે ઓસ્ટ્રેલિયાની ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શક્યો નથી. જોકે તે સ્થાનિક અને લીગ ક્રિકેટમાં 67 ટી20 મેચ રમવાનો અનુભવ ધરાવે છે. જેમાં તેણે 1409 રન નોંધાવ્યા છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">