IPL 2023 : નવા ખેલાડીએ IPL 2023 ઓરેન્જ કેપ કબજે કરી, પર્પલ કેપમાં પણ જોવા મળી રહી છે ટક્કર
IPL 2023 ઓરેન્જ કેપ એક નવા ખેલાડીએ કબજે કરી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલના માથા પર પર્પલ કેપ હતી. ચહલે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 11 વિકેટ ઝડપી છે.
રવિવારે IPL 2022 ની ઓરેન્જ કેપ માટેની રેસમાં મોટો ફેરફાર જોવા મળ્યો કારણ કે એક ખેલાડી જે ટોપ 5માં ન હતો તે ટોચ પર પહોંચી ગયો. ખાસ વાત એ છે કે તે ભારતીય ખેલાડી છે. બીજી તરફ પર્પલ કેપની રેસની વાત કરીએ તો અહીં પણ ભારતીય ખેલાડીનો કબજો છે. વેંકટેશ અય્યર ઓરેન્જ કેપ રેસમાં ટોપ પર છે, અત્યાર સુધી શિખર ધવન ઓરેન્જ કેપની રેસમાં આગળ હતો અને પર્પલ કેપ માર્ક વુડ પાસે હતી.
વેંકટેશ અય્યરે રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ સદી ફટકારી હતી અને તેના આધારે તે આઈપીએલ 2023માં અત્યાર સુધીના સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ટોચ પર પહોંચી ગયો હતો. તેના હવે 5 ઇનિંગ્સમાં 234 રન છે, જ્યારે પંજાબ કિંગ્સના ઓપનર શિખર ધવન બીજા નંબર પર છે. તેણે પોતાની ટીમ માટે 4 ઇનિંગ્સમાં 233 રન બનાવ્યા છે. શુભમન ગિલ અને ડેવિડ વોર્નરે 5-5 ઇનિંગ્સમાં 228-228 રન બનાવ્યા છે. વિરાટ કોહલી આ યાદીમાં પાંચમા સ્થાને છે, જેણે 4 ઇનિંગ્સમાં 3 અડધી સદી સાથે 214 રન બનાવ્યા છે.
આ પણ વાંચો : RCB vs CSK : આઈપીએલમાં ખરી મજા તો આજે આવશે, Ms Dhoni અને વિરાટ કોહલી, બેંગલુરુમાં ટક્કરાશે
- 234 રન – વેંકટેશ અય્યર
- 233 રન – શિખર ધવન
- 228 રન – શુભમન ગિલ
- 228 રન – ડેવિડ વોર્નર
- 214 રન – વિરાટ કોહલી
બીજી તરફ જો આપણે પર્પલ કેપ રેસની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સનો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ 5 ઇનિંગ્સમાં 11 વિકેટ લેવામાં સફળ રહ્યો છે અને લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર માર્ક વૂડે 4 મેચમાં એટલી જ વિકેટ લીધી છે. ગુજરાત ટાઇટન્સના સ્પિનર રાશિદ ખાને પણ આ સિઝનમાં અત્યાર સુધીમાં 11 વિકેટ ઝડપી છે અને ગુજરાતનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી યાદીમાં ચોથા નંબર પર છે, જેણે અત્યાર સુધી 10 વિકેટ ઝડપી છે. રવિ બિશ્નોઈ આ યાદીમાં પાંચમા નંબર પર છે, જે અત્યાર સુધી 8 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.
- 11 વિકેટ – યુઝવેન્દ્ર ચહલ
- 11 વિકેટ – માર્ક વુડ
- 11 વિકેટ – રાશિદ ખાન
- 10 વિકેટ – મોહમ્મદ શમી
- 8 વિકેટ – રવિ બિશ્નોઈ
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો