IPL 2022: કોણ છે આ મહેશ તિક્ષાણા? જેટલીવાર બોલિંગ આપો એટલીવાર વિકેટ લે છે આ ‘મિસ્ટ્રી’ બોલર

IPL 2022: ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના યુવા મિસ્ટ્રી સ્પિનર મહેશ તિક્ષાણાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લરો ટીમ સામે 4 વિકેટ લીધી હતી. આ મેચમાં ચેન્નઈ ટીમે સિઝનની પહેલી જીત મેળવી હતી.

IPL 2022: કોણ છે આ મહેશ તિક્ષાણા? જેટલીવાર બોલિંગ આપો એટલીવાર વિકેટ લે છે આ 'મિસ્ટ્રી' બોલર
Maheesh Theekshna (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 7:44 PM
ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામે 217 રનનો ટાર્ગેટ હતો. 200થી વધુનો લક્ષ્યાંક ક્યારેય સહેલો નથી હોતો. પરંતુ બેંગ્લોરની ટીમ સારી લયમાં ચાલી રહી હતી. જેથી મેચ કોઈપણ જગ્યાએ જઈ શકતી હતી. મહેશ તીક્ષાણા (Maheesh Theekshna) ચેન્નાઈ માટે ઈનિંગ્સની ત્રીજી ઓવર નાખવા આવ્યો હતો. આ ઓવરના પાંચમા બોલ પર તેણે બેંગ્લોરના સુકાની ફાફ ડુ પ્લેસિસને આઉટ કર્યો હતો. તિક્ષાણાની આઈપીએલ કારકિર્દીમાં આ પ્રથમ વિકેટ હતી. આ પછી તે ફરીથી પાંચમી ઓવરમાં આવ્યો. આ વખતે તેણે ઓવરના છેલ્લા બોલ પર અનુજ રાવતને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. ચેન્નાઈના સુકાની રવિન્દ્ર જાડેજાએ તિક્ષાણાની 2 ઓવર બચાવી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર દબાણ હતું. પ્રભુદેસાઈ અને શાહબાઝ અહેમદ ટીમને આ દબાણમાંથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જાડેજાએ ફરી એકવાર તિક્ષાણાને બોલ આપ્યો. તેરમી ઓવરનો બીજો બોલ હતો. તિક્ષાણા, જેણે ઘણો સમય ક્રિઝ પર વિતાવ્યો હતો અને 34 રન બનાવનાર પ્રભુદેસાઈને પેવેલિયન તરફ મોકલ્યો. તેની આગલી અને ઈનિંગની 15મી ઓવરમાં તેણે શાહબાઝ અહેમદને પણ આઉટ કર્યો હતો. શાહબાઝે 41 રન બનાવ્યા હતા. આ 4 વિકેટ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે મેચ જીતવી ઘણી મુશ્કેલ બની ગઈ હતી. મહેશ તીક્ષાણાએ તેની 4 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ લીધી હતી. બાદમાં ચેન્નાઈને આ સિઝનની પ્રથમ જીત મળી હતી.

મિસ્ટ્રી સ્પિનર છે મહેશ તીક્ષણા

કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે આ ખેલાડીને હરાજીમાં શરૂઆતના સ્તરે લેવા માટે બંને ટીમો વચ્ચે સ્પર્ધા થઈ હતી. તેથી પચાસ લાખને બદલે તેની કિંમત 70 લાખ સુધી પહોંચી ગઈ. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેની IPL કારકિર્દીની બીજી મેચ રમી રહ્યો હતો. ભૂતકાળમાં પણ આઈપીએલમાં ‘મિસ્ટ્રી સ્પિનર્સ’ આવતા રહ્યા છે. આવા બોલરોમાં લેટેસ્ટ નામ વરુણ ચક્રવર્તી છે. ઈતિહાસમાં જઈએ તો આવા બોલરોની યાદીમાં સુનીલ નારાયણ અને અજંતા મેન્ડિસનું નામ પણ જોડાયું છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">