IPL 2022: Rohit Sharma મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી છોડશે, કીરોન પોલાર્ડ સંભાળશે કમાન?
Sanjay Manjrekar એ કહ્યું વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીની જેમ રોહિત શર્મા (Rohit Sharma) પણ છોડી શકે છે કેપ્ટન્સી. પૂર્વ ક્રિકેટરે કેમ કહ્યું આવું, જાણો કારણ.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) પહેલા વિરાટ કોહલી (Virat Kohli) એ રોયલ ચેલેન્જર્સની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને એ જ રીતે એમએસ ધોની (MS Dhoni) એ પણ ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન રવિન્દ્ર જાડેજાને (Ravindra Jadeja) સોંપી હતી. હવે શું રોહિત શર્મા (Rohit Sharma) પણ છોડશે મુંબઈ ઈન્ડિયન્સની (Mumbai Indians) કેપ્ટન્સી? સંજય માંજરેકર પણ કંઈક આવું જ માને છે. સંજય માંજરેકર (Sanjay Manjrekar)એ એક નિવેદનમાં કહ્યું કે વિરાટ કોહલીની જેમ રોહિત શર્મા પણ તેની ટીમની કેપ્ટનશીપ છોડી શકે છે. એટલું જ નહીં સંજય માંજરેકરે મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટનનું પણ સૂચન કર્યું હતું. સંજય માંજરેકરના મતે જો રોહિત શર્મા કેપ્ટનશિપ છોડી દે છે તો તેની જગ્યાએ કિરન પોલાર્ડ આ જવાબદારી નિભાવી શકે છે.
રોહિત શર્મા છેલ્લી 3-4 સિઝનથી ફ્લોપ?
તમને જણાવી દઈએ કે રોહિત શર્મા 3-4 સિઝનમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી. આ સમયગાળા દરમિયાન રોહિત શર્માની બેટિંગ એવરેજ 30થી ઓછી રહી છે. સંજય માંજરેકરે કહ્યું, ‘જ્યારે રોહિત શર્મા ભારત માટે રમે છે, ત્યારે તેના આંકડા શાનદાર હોય છે. કારણ કે તે પોતાના વિશે વધુ અને ટીમ વિશે ઓછું વિચારે છે. IPLમાં રમતી વખતે, તે એન્કરની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરે છે. જે કેએલ રાહુલ પંજાબ કિંગ્સ માટે અને હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ માટે કરી રહ્યો છે. જો રોહિત શર્મા મુક્તપણે રમશે તો અમે ભારત માટે રમનારા બેટ્સમેનને જોઈશું.
છેલ્લી 5 સિઝનથી બેટ્સમેન તરીકે ફ્લોપ રહ્યો છે રોહિત શર્મા
રોહિત શર્મા વર્તમાન સિઝનની ચારેય મેચમાં ફ્લોપ રહ્યો છે. તેના બેટમાંથી 20ની એવરેજથી માત્ર 80 રન જ નીકળ્યા છે. તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. છેલ્લી 5 સિઝનમાં પણ રોહિત શર્માનું બેટ રન બનાવી શક્યું નથી. રોહિત શર્મા જેવો ખેલાડી 30થી ઓછી એવરેજથી રન બનાવી રહ્યો છે. વર્ષ 2019માં તેણે 400થી વધુ રન બનાવ્યા હતા અને ત્યારથી રોહિત શર્મા આ આંકડાને સ્પર્શી શક્યો નથી.
તે સ્પષ્ટ છે કે જો રોહિત શર્માના બેટમાંથી રન નહીં નીકળે તો ચોક્કસ પ્રશ્નો ઉભા થશે અને આ વખતે રોહિત શર્મા સામે માહોલ વધારે બની રહ્યો છે. કારણ કે ટીમ પ્રથમ ચાર મેચ હારી ગઇ છે. જ્યારે ટીમ હારી જાય છે, ત્યારે તે તેના કપ્તાન પર અનેક પ્રશ્નો ઉઠે તે સ્વાભાવિક છે. તો હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં રોહિત શર્મા તેના ટીકાકારોને કેવો જવાબ આપે છે.
આ પણ વાંચો : IPL 2022 : જાડેજાની કેપ્ટનશિપમાં ચેન્નઈ ટીમે સિઝનમાં પહેલી જીત મેળવી, બેંગ્લોરને 23 રને હરાવ્યું
આ પણ વાંચો : CSK vs RCB: ચેન્નાઈએ RCB સામે ઈતિહાસ રચ્યો, IPLમાં 21મી વખત 200+ સ્કોર બનાવ્યો