IPL 2022 : જાડેજાની કેપ્ટનશિપમાં ચેન્નઈ ટીમે સિઝનમાં પહેલી જીત મેળવી, બેંગ્લોરને 23 રને હરાવ્યું

IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સે સિઝનમાં ચાર મેચમાં સતત ચાર હારનો સામનો કરવો પડ્યો હતો અને તે પછી પાંચમી મેચમાં જીત મેળવી હતી, આ RCBની બીજી હાર છે.

IPL 2022 : જાડેજાની કેપ્ટનશિપમાં ચેન્નઈ ટીમે સિઝનમાં પહેલી જીત મેળવી, બેંગ્લોરને 23 રને હરાવ્યું
Chennai Super Kings (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 12:20 AM

શિવમ દુબે (અણનમ 95) અને રોબિન ઉથપ્પા (88)ની શાનદાર ઈનિંગ્સને કારણે મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) IPL 2022 માં પ્રથમ વિજય મેળવ્યો છે. તેણે આ સિઝનમાં તેની પાંચમી મેચમાં આ જીત મેળવી છે. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નાઈએ ફોર્મમાં ચાલી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 23 રને હરાવ્યું હતું. બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને ચેન્નાઈને પ્રથમ બેટિંગ માટે બોલાવી હતી. ચેન્નઈએ 20 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા. આ વિશાળ સ્કોરના જવાબમાં બેંગ્લોરે 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 193 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈએ બનાવેલો સ્કોર આ સિઝનનો સૌથી મોટો સ્કોર છે.

બેંગ્લોરની શરૂઆત સારી રહી ન હતી

બેંગ્લોરને 217 રનનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે આક્રમક અને મજબૂત શરૂઆતની જરૂર હતી. પરંતુ તે તેનાથી વંચિત રહી ગયું હતું. ત્રીજી ઓવરના પાંચમા બોલ પર કેપ્ટન ડુ પ્લેસિસ આઉટ થયો હતો. મહિષ તિક્ષાનાએ તેને બાઉન્ડ્રી પર ક્રિસ જોર્ડનના હાથે કેચ કરાવ્યો હતો. ડુ પ્લેસિસ માત્ર 8 રન બનાવી શક્યો હતો. વિરાટ કોહલી પણ 1 રન બનાવીને મુકેશ ચૌધરીની બોલ પર દુબેને કેચ આપી બેઠો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

અનુજ રાવતને તિક્ષાએ પોતાનો બીજો શિકાર બનાવ્યો હતો. તેણે 12 રન બનાવ્યા હતા. ટીમને ગ્લેન મેક્સવેલ પાસેથી ઘણી આશાઓ હતી પરંતુ તે તેના જૂના હરીફ રવિન્દ્ર જાડેજા દ્વારા બોલ્ડ થયો હતો. મેક્સવેલે 11 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. આઈપીએલમાં આ છઠ્ઠી વખત હતો જ્યારે મેક્સવેલ જાડેજાનો શિકાર બન્યો હતો.

બે યુવા ખેલાડીઓની શાનદાર ઇનિંગ

બેંગ્લોરનો સ્કોર 4 વિકેટે 50 રન હતો. અહીંથી પોતાની પ્રથમ IPL મેચ રમી રહેલા સુયશ પ્રભુદેસાઈ અને શાહબાઝ અહેમદે સારી ભાગીદારી કરી હતી. આ દરમિયાન સુયશને 12મી ઓવરના ચોથા બોલ પર જીવનદાન મળ્યું હતું. ડ્વેન બ્રાવોના બોલ પર મુકેશ ચૌધરીએ તેનો કેચ છોડ્યો હતો. આ જોડીએ બેંગ્લોરને 100થી આગળ મોકલ્યું. તિક્ષાનાએ 13મી ઓવરના બીજા બોલ પર આ ભાગીદારી તોડી હતી. તેણે સુયશને બોલ્ડ કર્યો.

દિનેશ કાર્તિકે આવતાની સાથે જ આક્રમક ઇનિંગ શરૂ કરી

સુયશના આઉટ થયા બાદ અનુભવી બેટ્સમેન દિનેશ કાર્તિક આવ્યો હતો. આવતાની સાથે જ તેણે સ્વીપ શોટ માર્યો. કાર્તિકને પણ જીવનદાન મળ્યું હતું. મુકેશ ચૌધરીએ 15મી ઓવરના બીજા બોલ પર તેનો કેચ છોડ્યો હતો. જોકે પછીના બોલ પર તિક્ષાનાએ ચેન્નાઈને સફળતા અપાવી હતી. તેણે શાહબાઝ અહેમદને બોલ્ડ કર્યો હતો. અહેમદે 27 બોલમાં 41 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગમાં આ બેટ્સમેને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારપછીની ઓવરમાં જાડેજાએ વનિંદુ હસરંગા (7)ને આઉટ કર્યો. આ પછી અંબાતી રાયડુએ આકાશ દીપનો શાનદાર કેચ લીધો અને તેને ખાતું ખોલવા દીધું નહીં.

ચેન્નઈ ટીમે મજબુત સ્કોર બનાવ્યો

શિવમ દુબે (અણનમ 95) અને રોબિન ઉથપ્પા (88) ની ધમાકેદાર ઇનિંગ્સને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ IPL 2022 ની 22મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને 217 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા. ટીમ માટે ઉથપ્પા અને દુબે વચ્ચે 74 બોલમાં 165 રનની શાનદાર ભાગીદારી થઈ હતી.

ચેન્નઈની ધીમી શરૂઆત રહી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી વાનિન્દુ હસરંગાએ 2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ જોશ હેઝલવુડે 1 વિકેટ લીધી હતી. અગાઉ, ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા મેદાન પર ઉતરેલી ચેન્નાઈએ ધીમી શરૂઆત કરી હતી. કારણ કે તેણે પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને માત્ર 35 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર ઋતુરાજ ગાયકવાડ (17) હેજવૂડના બોલ પર એલબીડબલ્યુ બન્યો હતો. આ સાથે જ ચેન્નાઈને મોઈન અલી (3) ના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો. ચોથા નંબરે આવેલા શિવમ દુબેએ રોબિન ઉથપ્પાની સાથે ઇનિંગ્સને આગળ ધપાવી હતી.

દુબે સાથે ઉથપ્પાએ 164 રનની ભાગીદારી નોંધાવી

આ દરમિયાન બંનેએ કેટલાક સારા શોટ ફટકાર્યા હતા. 13મી ઓવરમાં ઉથપ્પાએ ગ્લેન મેક્સવેલના બોલ પર 3 સિક્સર ફટકારીને ટીમનો સ્કોર 100 ની પાર પહોંચાડ્યો હતો. આ દરમિયાન ઉથપ્પાએ 33 બોલમાં IPL ની 27 મી અડધી સદી પૂરી કરી હતી. શિવમ દુબેએ પણ બીજા છેડેથી રન બનાવવાનું શરૂ કર્યું હતું. જેના કારણે ચેન્નાઈએ 15 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા હતા. આ સાથે દુબેએ 30 બોલમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી.

છેલ્લી કેટલીક ઓવરોમાં બંનેએ વિસ્ફોટક બેટિંગ કરી હતી અને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. આ દરમિયાન ઉથપ્પાને 17મી ઓવરમાં મોહમ્મદ સિરાજની બોલ પર લાઈફલાઈન પણ મળી હતી. જ્યારે તે કેચ આઉટ થયો, ત્યારે તેને નો બોલ જાહેર કરવામાં આવ્યો. આ સમય સુધીમાં ટીમનો સ્કોર 2 વિકેટના નુકસાને 187 રન હતો. 19મી ઓવર ફેંકવા આવેલા હસરંગાએ 14 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. તેણે ઉથપ્પા (50 બોલમાં 4 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 88 રન) અને કેપ્ટન રવિન્દ્ર જાડેજા (0) ને પેવેલિયનમાં મોકલ્યા હતા.

આ સાથે ઉથપ્પા અને દુબે વચ્ચે 74 બોલમાં 165 રનની શાનદાર ભાગીદારીનો અંત આવ્યો હતો. તેણે 20મી ઓવર નાખવા આવેલા હેજવુડના બોલ પર 15 રન બનાવ્યા. દુબે 46 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 95 રન બનાવીને અણનમ રહ્યો. ચેન્નાઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : IPL 2022: શિવમ દુબેએ બેંગ્લોર સામે ઈતિહાસ રચ્યો, મુરલી વિજયના રેકોર્ડની બરાબરી કરી

આ પણ વાંચો : IPL 2022: ભારતીય ખેલાડીઓ માટે શ્રાપ બની કેપ્ટનશીપ, હાર્દિક પંડ્યા અને સંજુ સેમસનથી લઈને કેએલ રાહુલ સુધી બધાની હાલત ખરાબ

g clip-path="url(#clip0_868_265)">