IPL 2022: અમિત મિશ્રાએ ઉંમરને લઇને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની મજાક ઉડાવી
Chennai Super Kings: તમને જણાવી દઇએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને 'ડેડી આર્મી' તરીકે પણ ઓળખવામાં આવે છે. લીગમાં ચેન્નઇ ટીમ સતત ચોથી મેચ હારી ગઇ છે.
ક્રિકેટના મેદાન પર પોતાની જાદુઈ બોલિંગથી ચકિત કરનાર સ્પિન બોલર અમિત મિશ્રા (Amit Mishra) હાલ ચાલી રહેલી IPL 2022 માંથી ગાયબ છે. કારણ કે મેગા ઓક્શન દરમિયાન અમિત મિશ્રાને એક પણ ખરીદદાર મળ્યો ન હતો. જો કે, તે સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય છે અને ચાહકોના સામાન્ય ક્રિકેટ સાથે સંબંધિત મુદ્દાઓ પર મુક્તપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતો રહે છે. હાલમાં જ અમિત મિશ્રાએ ટ્વીટર પર એક પ્રશંસકના પ્રશ્નનો જવાબ આપતા ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને ટ્રોલ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL ની સૌથી સફળ ટીમોમાંથી એક છે અને ફ્રેન્ચાઈઝીએ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની કેપ્ટન્સીમાં ચાર વખત ખિતાબ પણ જીત્યો છે.
ઉમરને લઇને અમિત મિશ્રાએ ચેન્નઇ ટીમ પર કટાક્ષ કર્યો
હાલમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં ડિફેન્ડિંગ વિજેતા ટીમ રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીપ હેઠળ સંઘર્ષ કરી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટુર્નામેન્ટમાં તેની ત્રણેય શરૂઆતી મેચ હારી ગઈ છે. આ દરમિયાન ભારતીય સ્પિન બોલર અમિત મિશ્રાએ ચાહકોના પ્રશ્નનો જવાબ આપતા CSK પર કટાક્ષ કર્યો હતો. આઈપીએલ 2022 માં CSK ના સંઘર્ષને જોતા, ટ્વિટર પર એક ચાહકે અમિત મિશ્રાને ચેન્નઇ ટીમમાં જોડાવા માટે કહ્યું. જેના પર 39 વર્ષીય સ્પિનરે મજાકમાં કહ્યું “માફ કરશો સાથી, હું આ માટે હજી 2 વર્ષ નાનો છું.”
અહીં વાંચો, અમિત મિશ્રાએ ચેન્નઈ સુપર કિંગ્સને ટ્રોલ કરતા શું લખ્યું…
Sorry mate, Still two years younger for it. https://t.co/9rCi5SFIz8
— Amit Mishra (@MishiAmit) April 8, 2022
તમને જણાવી દઈએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને ‘ડેડી આર્મી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ ફ્રેન્ચાઈઝી યુવા ખેલાડીઓ કરતાં વધુ અનુભવી ખેલાડીઓ પર દાવ લગાવે છે અને ચાલુ આઈપીએલ 2022 સીઝન પણ તેનાથી અલગ નથી.
હાલ ચાલી રહેલી IPL 2022 માં પણ ચેન્નાઈની ટીમના મોટા ભાગના ખેલાડીઓની ઉંમર 30 વર્ષથી ઉપર છે. પરંતુ એ અલગ વાત છે કે તેમની ફિટનેસ અને ચપળતા ઘણા યુવા ખેલાડીઓને માત આપે છે. જો કે, ફ્રેન્ચાઇઝીએ ઘણા યુવા ખેલાડીઓને પણ ટીમમાં જગ્યા આપી છે. પરંતુ ચેન્નઇની ટીમ અત્યાર સુધી IPL 2022 માં ખાતું ખોલાવી શક્યા નથી.
આ પણ વાંચો : IPL માં મુંબઈ ઈન્ડિયન્સ સામે વિરાટ કોહલીનું પ્રદર્શન કેવું રહ્યું, જાણો અહીં
આ પણ વાંચો : IPL માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રોહિત શર્માનું પ્રદર્શન કેવું રહ્યું, જાણો અહીં