AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રોહિત શર્માનું પ્રદર્શન કેવું રહ્યું, જાણો અહીં

મુંબઈ ઈન્ડિયન્સ (MI) IPL 2022 માં અત્યાર સુધી પોતાની તમામ મેચ હારી ચુક્યું છે. ત્યારે રોહિત શર્મા બેંગ્લોર સામેની મેચમાં સિઝનની પહેલી જીત માટે મેદાન પર ઉતરશે.

IPL માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રોહિત શર્માનું પ્રદર્શન કેવું રહ્યું, જાણો અહીં
Rohit Sharma (PC: IPL)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 5:53 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 ની શરૂઆત રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે સારી રહી નથી. મુંબઈ ઇન્ડિયન્સ ટીમ અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ હારી ચૂક્યું છે. ટીમના સુકાની રોહિત શર્માનું આ સિઝનમાં પ્રદર્શન પણ કઇ ખાસ રહ્યું નથી. રોહિત શર્માએ સિઝનની પ્રથમ મેચમાં 41 રન બનાવ્યા હતા. પરંતુ તે પછીની 2 મેચ સતત ફ્લોપ રહ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામેની આજે રાત્રે રમાનારી મેચમાં રોહિત શર્મા શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને સિઝનની પ્રથમ જીત અપાવવા પર રહેશે. આવો જાણીએ કે બેંગ્લોરની ટીમ સામે અત્યાર સુધી રોહિત શર્માનું પ્રદર્શન કેવું રહ્યું છે.

રોહિત શર્માએ બેંગ્લોર સામે રમાયેલી 29 મેચોની 28 ઇનિંગ્સમાં 29.19 ની એવરેજથી 759 રન બનાવ્યા છે. તેણે બેંગ્લોરની ટીમ સામે 7 અર્ધસદી ફટકારી છે અને 94 તેનો સર્વોચ્ચ સ્કોર છે. રોહિત શર્મા પણ આ ટીમ સામે 4 વખત શૂન્ય પર આઉટ થયો છે.

બેંગ્લોરના મુખ્ય બોલરો સામે રોહિત શર્માનું પ્રદર્શન

બેંગ્લરો ટીમમાં ફાસ્ટ બોલિંગમાં હર્ષલ પટેલ ટીમની આગેવાની કરી રહ્યો છે અને છેલ્લી કેટલીક સિઝનમાં તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ ક્ષણે હર્ષલ પટેલ માટે આ સિઝન બહુ સારી રહી નથી. જોકે તેણે અત્યાર સુધી રોહિત સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્માએ હર્ષલ પટેલના 22 બોલમાં 27 રન બનાવ્યા છે. પરંતુ આ દરમિયાન તે 2 વખત તેનો શિકાર બન્યો છે.

બેંગ્લોર ટીમે મોહમ્મદ સિરાજ પર સતત વિશ્વાસ દર્શાવ્યો છે. પરંતુ આ સિઝનમાં તે આ વિશ્વાસ પર ખરા ઉતરી શક્યો નથી. રોહિત શર્મા સામે મોહમ્મદ સિરાજનો રેકોર્ડ પણ સારો રહ્યો નથી. તે એક વખત પણ રોહિતને આઉટ કરી શક્યો નથી અને તેની સામે રોહિત શર્માએ 36 બોલમાં 50 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ સિઝનની પોતાની પહેલી મેચ રમવા માટે તૈયાર છે. બેંગ્લોરની ટીમ તેનો બોલિંગમાં પણ ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે. રોહિત શર્માએ મેક્સવેલ સામે 14 બોલમાં 22 રન બનાવ્યા હતા અને એક વખત તેનો શિકાર બન્યો હતો.

આ પણ વાંચો : CSK vs SRH, IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સે 7 વિકેટ ગુમાવી હૈદરાબાદ સામે 155 રનનુ લક્ષ્ય રાખ્યુ, મોઈન અલીના 48 રન

આ પણ વાંચો : IPL 2022: પંજાબે 11.25 કરોડમાં ખરીદેલો બેટ્સમેન સામે દરેક બોલર ધ્રૂજતા હતા, 11 બોલમાં ફટકાર્યા 52 રન

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">