IPL 2022: ગુજરાત ટાઈટન્સના Shubhaman Gill એ ગજબનો કેચ ઝડપ્યો, Video થયો વાયરલ, જુઓ

IPL 2022: ગુજરાત ટાઈટન્સના Shubhaman Gill એ ગજબનો કેચ ઝડપ્યો, Video થયો વાયરલ, જુઓ
Shubhaman Gill એ દોડીને કેચ ઝડપ્યો હતો.

ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના ઓપનર શુભમન ગિલે (Shubhaman Gill ) બેટ ફિલ્ડીંગમાં કમાલ દર્શાવ્યો હતો. લખનૌની ઈનીંગની ચોથી ઓવર દરમિયાન આશ્વર્યજનક કેચ ઝડપીને લખનૌને મુશ્કેલીમાં મુક્યુ હતુ.

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Mar 29, 2022 | 12:05 AM

IPL 2022 ની સિઝનની હજુ સુધી 4 જ મેચ રમાઇ છે પરંતુ અત્યાર સુધીમાં રોમાંચ અને મનોરંજન ભરપૂર મળી રહ્યુ છે. પ્રથમ મેચમાં જ ફેન્સને ધોનીની અર્ધશતકીય રમત જોવા મળી હતી. જ્યારે બીજી મેચમાં દિલ્હીએ મુંબઇને મોં એ આવેલા કોળીયાને છીનવી લેવા રુપ જીત મેળવી હતી. જ્યારે પંજાબ કિંગ્સે છગ્ગાઓનો વરસાદ વરસાવી દીધો હતો. જેના વડે પંજાબે 206 રનનુ આસીબીએ આપેલુ લક્ષ્ય હાંસલ કરી લીધુ હતુ. આ દરમિયાન સોમવારે ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) વચ્ચે મેચ રમાઇ રહી છે. આ મેચમાં શુભમન ગિલે (Shubhaman Gill) જબરદસ્ત કેચ ઝડપીને સૌને દંગ રાખી દીધા હતા. તેણે ગજબનો કેચ ઝડપ્યો હતો. જેના વડે તેણે હવે કેચ ઓફ ધ ટૂર્નામેન્ટ પર દાવો ઠોકી દીધો છે.

આઇપીએલની ચોથી મેચમાં હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઈટન્સ અને કેએલ રાહુલની લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર જામી છે. બંને ટીમો આઇપીએલમાં પોતાની પ્રથમ મેચ રમી રહી છે. આ મેચ પહેલાથી જ રોમાંચક રહેવાની અપેક્ષા સેવવામાં આવી રહી છે. પરંતુ મેચની પ્રથમ 5 ઓવરમાં જે પ્રમાણેનો નજારો જોવા મળ્યો હતો, તેની કોઇને આશા નહોતી. પ્રથમ બેટીંગ કરતા 13 રન ના સ્કોર પર 2 વિકેટ ગુમાવનારી લખનૌની ટીમને સારી ઈનીંગની જરુર હતી એ જ પ્રમાણે એવિન લુઈસ રમી રહ્યો હતો.

ગિલે ઝડપ્યો ગજબનો કેચ

કેરેબિયન ખેલાડી લુઈસ ગુજરાત ટાઈટન્સ ટીમ પર ભારે પડે એ પહેલા જ શુભમન ગિલના કેચે તેને પેવેલિયનનો રસ્તો ઝડપથી દર્શાવી દીધો હતો. ગિલે ચોથી ઓવરમાં લુઈસને વરુણ એરોનના બોલ પર કેચ ઝડપ્યો હતો. ઝડપી બોલર એરોને શોર્ટ બોલ નાંખ્યો હતો, જેને લુઈસે તેને પુલ કરી દીધો હતો. બોલ જોકે ડીપ મિડ વિકેટ પર ઉંચો હવામાં ગયો હતો, જે બોલને જમીન પર પડે એ પહેલા જ ગિલે દોટ લગાવીને તેને પોતાના હાથમાં ઝીલી લેવામાં સફળતા મેળવી હતી. આ કેચ અશક્ય લાગી રહ્યો હતો અને તેણે શાનદાર રીતે ઝડપી લઇને સૌ કોઇને દંગ રાખી દીધા હતા.

શામીએ દમ દેખાડ્યો

ગુજરાતની ટીમના બોલરોએ મેચની શરુઆતમાં જ દમ દર્શાવ્યો હતો. ખાસ કરીને મોહમ્મદ શામીએ પાવર પ્લેમાંજ લખનૌના ટોચના ક્રમની બેટીંગ લાઇનને ધ્વસ્ત કરી દીધી હતી. શામીએ મેચના પ્રથમ બોલ પર જ લખનૌની ટીમના કેપ્ટન કેએલ રાહુલની વિકેટ હાંસલ કરી હતી. શામીએ ત્યાર બાદ બીજી અને ત્રીજી ઓવરમાં પણ પોતાનુ આ પ્રદર્શન જારી રાખ્યુ હતુ. તેણે ક્વિન્ટન ડીકોકને બોલ્ડ કરી દીધો અને બાદમાં મનિષ પાંડેના સ્ટંપ વિખેરી દીધા હતા. ગિલના કેચ અને શામીની ધમાલ પર ગુજરાતે લખનૌની ટીમની 4 વિકેટ માત્ર 29 રનના સ્કોર પર જ ઝડપી લીધી હતી.

આ પણ વાંચો: IPL 2022: ગુજરાત ટાઈટન્સના સ્ટાર બોલર પર છગ્ગા ઉડાવનારો ખેલાડી Ayush Badoni કોણ છે, જેણે ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી, જાણો

આ પણ વાંચોઃ IPL 2022: ગુજરાત લાયન્સનો હિસ્સો રહેલો એન્જિનિયરિંગ કરેલ ક્રિકેટર હવે કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમશે!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati