IPL 2022: ગુજરાત લાયન્સનો હિસ્સો રહેલો એન્જિનિયરિંગ કરેલ ક્રિકેટર હવે કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમશે!

પ્રથમ સિંહ અગાઉ IPLમાં ગુજરાત લાયન્સ ટીમનો ભાગ રહી ચૂક્યો છે પરંતુ તેને રમવાની તક મળી ન હતી. હવે તેને આશા છે કે તે KKR વતી મેદાનમાં ઉતરશે.

IPL 2022: ગુજરાત લાયન્સનો હિસ્સો રહેલો એન્જિનિયરિંગ કરેલ ક્રિકેટર હવે કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમશે!
Pratham Singh ગુજરાત લાયન્સની ટીમનો હિસ્સો રહી ચુક્યો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 10:36 AM

ડાબોડી બેટ્સમેન પ્રથમ સિંઘ (Pratham Singh) પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ ભારતની ટોચની બિઝનેસ સ્કૂલ ‘ISB’માં સ્થાન બનાવવામાં સફળ રહ્યો હતો પરંતુ ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો આખરે તેમને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) તરફ લઈ ગયો. દિલ્હીના 29 વર્ષીય ખેલાડીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રેલ્વે માટે સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું અને હવે નિષ્ક્રિય IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત લાયન્સ દ્વારા તેને લેવામાં આવ્યો હતો પરંતુ તે મેદાનમાં ઉતરી શક્યો ન હતો. પાંચ વર્ષની લાંબી રાહ જોયા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) તેને છેલ્લી મેગા ઓક્શનમાં પસંદ કર્યો હતો. હવે તે IPL 2022 માં પોતાની ક્ષમતા સાબિત કરવા માટે તૈયાર છે.

પ્રથમ સિંહે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું છે. ત્યારબાદ તેને ISB હૈદરાબાદમાં એડમિશન મળ્યું. પરંતુ ક્રિકેટમાં મન ભરી લીધા બાદ તે MBA વિશે વિચારશે. તેણે કહ્યું, ‘પહેલા લોકડાઉન દરમિયાન, જ્યારે બધું બંધ હતું અને કરવાનું કંઈ નહોતું. તેથી મેં તૈયારી કરી. મારા મગજમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી. હું 27 વર્ષનો હતો અને ક્રિકેટ રમી રહી ન હતી. હું આઈપીએલની ટીમમાં પણ નહોતો. તેથી તે સારી બાબત હતી. મેં અભ્યાસ કરવાનું વિચાર્યું અને ISB હૈદરાબાદની પરીક્ષા પાસ કરી. પરંતુ ક્રિકેટ ફરી શરૂ થયું. હું શક્ય એટલું ક્રિકેટ રમવા માંગુ છું કારણ કે તે મારું પેશન છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

મેક્કુલમ-નાયર પાસેથી શીખી રહ્યો છે પ્રથમ

આઈપીએલમાં રમવા અંગે સિંહે કહ્યું કે, કોઈપણ ઘરેલુ ક્રિકેટર માટે આ એક શાનદાર તક છે અને હું રેલવે માટે સારો દેખાવ કરી રહ્યો છું. IPL માં એક ઇનિંગ પણ તમારું જીવન બદલી શકે છે. જો તમે સારો દેખાવ કરશો તો તમને દેશ માટે રમવાની તક પણ મળશે. હું છેલ્લા બે અઠવાડિયાથી ટીમ સાથે છું અને બ્રેન્ડન મેક્કુલમ અને અભિષેક નાયર સર પાસેથી ઘણું શીખી રહ્યો છું. હું એક ક્રિકેટર તરીકે વધુ સુધારો કરીને પ્રભાવ પાડવાનો પ્રયાસ કરી રહ્યો છું.

રેલ્વે માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ધમાલ મચાવી હતી

પ્રથમ સિંહે 2019-20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 10 મેચમાં 438 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 54.75 હતી જ્યારે સ્ટ્રાઈક રેટ 136.02 હતો. જેના કારણે રેલ્વે ટીમ લીગ સ્ટેજમાં ટોપ પર રહી હતી. ત્યારબાદ 2020-21ની સિઝનમાં તેણે એક સદી અને બે અડધી સદીની મદદથી 229 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 74.75 હતી.

પ્રથમ સિંહે 2019ની સિઝનમાં રેલવે માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતી વખતે સતત ચાર અર્ધસદી ફટકારી હતી. તેણે પીટીઆઈને કહ્યું, ‘હું મારી ડેબ્યૂ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે હતો. અમે મુંબઈને હરાવ્યું અને છેલ્લા ત્રણ વર્ષથી હું સફેદ બોલ ક્રિકેટમાં રેલવે માટે ટોપ સ્કોરર રહ્યો છું. એટલા માટે હું દર વર્ષે આઈપીએલના કોલની રાહ જોતો હતો. મારી પસંદગી ન થવાને કારણે છેલ્લા પાંચ વર્ષથી સંઘર્ષ કરી રહ્યો હતો. પણ ઘણું મોડું થઈ ગયું છે.

પ્રથમ સિંહ કોરોનાને કારણે આ વર્ષે રણજી ટ્રોફીની પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો. પરંતુ જ્યારે તે રમ્યો ત્યારે તેણે રેલ્વે માટે પ્રથમ દાવમાં 75 રન બનાવ્યા હતા અને જમ્મુ અને કાશ્મીર પર ટીમની નવ વિકેટની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચોઃ Gujarat Titans vs Lucknow Super Giants Playing XI IPL 2022: ગુજરાત અને લખનૌ વચ્ચે કાંટાની ટક્કર, આવી હશે પ્લેયીંગ ઈલેવન!

આ પણ વાંચોઃ Ishan Kishan Injury, IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની વધી ચિંતા, 81 રનની તોફાની રમત દરમિયાન ઘાયલ થયો ઈશાન કિશન

g clip-path="url(#clip0_868_265)">