AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ગુજરાત ટાઈટન્સના સ્ટાર બોલર પર છગ્ગા ઉડાવનારો ખેલાડી Ayush Badoni કોણ છે, જેણે ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી, જાણો

IPL 2022 ની સિઝન થી ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કરી રહેલ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ ફક્ત 29 રનમાં જ 4 વિકેટ ગુમાવી ચુકી હતી, પરંતુ ડેબ્યૂટન્ટ ખેલાડી આયુષ બદોની (Ayush Badoni) એ અડધી સદી ફટકારીને ટીમને સન્માનજનક સ્કોર પહોંચાડી હતી.

IPL 2022: ગુજરાત ટાઈટન્સના સ્ટાર બોલર પર છગ્ગા ઉડાવનારો ખેલાડી Ayush Badoni કોણ છે, જેણે ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી, જાણો
Ayush Badoni એ ગજુરાત ટાઈટન્સ સામે ફીફટી નોંધાવી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 12:03 AM
Share

ભારતીય ટીમને પ્રતિભાશાળી ખેલાડીઓ આપવાની કામ ઈન્ડિયન પ્રીમિયર લીગ કરી રહી છે. દેશભરમાંથી યુવા ખેલાડીઓની પ્રતિભાને શોધીને નેશનલ ટીમ માટે લઇ આવે છે. અત્યાર સુધીની 14 સિઝનમાં ભારતીય ક્રિકેટ ટીમને અનેક શાનદાર ખેલાડીઓ પ્રાપ્ત થયા છે. જેનાથી ટીમને મજબૂત તાકાત મળવા સાથે યુવા ખેલાડીઓનુ જીવન પણ બદલાઈ ગયુ છે. તેઓએ વિશ્વ સ્તરે એક ખાસ ઓળખ પણ ઉભી કરવામાં સફળતા મેળવી છે. આવી જ રીતે આઇપીએલ 2022 ની સિઝનની શરુઆતમાં જ એક ખેલાડીએ પોતાનો દમ દેખાડી દીધો છે. આ ખેલાડીનુ નામ આયુષ બડોની (Ayush Badoni) છે, જેણે લખનૌ સુપર જાયન્ટ્સ (Gujarat Titans) વતી રમતા આઇપીએલ ડેબ્યૂ મેચમાં જ ગુજરાત ટાઈટન્સ (Lucknow Super Giants) સામે સામે મુશ્કેલ સમયમાં અડધી સદી નોંધાવી દીધી છે.

બડોની 22 વર્ષની વય ધરાવે છે અને તેણે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ વતીથી આઇપીએલ ડેબ્યૂ કર્યુ હતુ. સિઝનની ચોથી મેચ બંને નવી ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં લખનૌની ટીમે બડોનીને મેદાને ઉતરવાની તક આપી હતી, જે તકને ઝડપીને તેણે મુશ્કેલ સમયે પોતાની તાકાત દર્શાવતી રમત દેખાડી હતી. લખનૌની ટીમે 29 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી અને આમ લખનૌની ટીમ ઝડપથી સમેટાઈ જાય એમ મનાઇ રહ્યુ હતુ, એવા સમયે જ આયુષ બડોનીની રમતે ગુજરાતની ટીમની બાજી બગાડી દીધી હતી.

ગુજરાતના બોલરોને ખૂબ ફટકાર્યા

આમ તો દીપક હુડા ક્રિઝ પર હોવાને લઈને સૌની નજર તેની પર જ હતી, બીજી તરફ તેને સાથ આપવા માટે બડોની પોતે ક્રિઝ પર હતો. પરંતુ બડોની માટે ડેબ્યૂ મેચ હોઈ અનુભવની દૃષ્ટીએ અને દીપકની શક્તિને જોતા સ્વાભાવિક જ તેની પર કોઈની નજર જામી નહોતી. પરંતુ થોડીવારમાં લોકોની નજર હુડા પરથી હટીને બડોની પર ચોંટી ગઈ હતી. કારણ કે બડોનીએ ના માત્ર રમત રમી હતી પરંતુ કમાલની બેટીંગ કરી હતી. જે જોવી ફેનને ખૂબ પસંદ હોય છે.

આયુષે ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની ઓવરમાં એક છગ્ગો અને 2 ચોગ્ગા સળંગ ફટકારી દેતા જ સૌ કોઈનુ ધ્યાન ઓછી ઉંચાઇના બેટ્સમેન તરફ ખેંચાયુ હતુ. ત્યાર બાદ વારો રાશિદ ખાનનો હતો. ટી20 ફોર્મેટના નંબર વન બોલરના બોલ પર પણ શાનદાર છગ્ગો ફટકારી દીધો હતો. 19મી ઓવરમાં લોકી ફર્ગ્યૂશનના 147 કિલોમીટર પ્રતિ કલાકના બોલ પર પણ છગ્ગો જમાવી દેતા હવે હુડા નહી પણ બડોનીની સ્ટ્રાઈક જોવાની અપેક્ષા રાખવા લાગ્યા હતા. તેણે 38 બોલમાં અડધી સદી નોંધાવી હતી. આયુષ 41 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 54 રન નોંધાવી વિકેટ ગુમાવી બેઠો હતો.

આયુષ બડોની કોણ છે?

અડધી સદીની ઈનીંગ બાદ તેણે કહ્યુ કે મેચ પહેલાની રાતે ડેબ્યૂ અંગે વિચારીને યોગ્ય રીતે ઉંઘ પણ આવી શકી નહોતી. સ્વભાવિક વાત એ પણ છે કે, સિનીયર ક્રિકેટમાં તેના માટે આ પ્રથમ મેચ હતી. આયુષ દિલ્હીનો રહેવાશી છે અને તે અહીંની જ ઘરેલુ ક્રિકેટ ટીમનો હિસ્સો છે. તેણે 2018માં અંડર 19 ભારતીય ટીમ તરફ થી જૂનિયર એશિયા કપની ફાઇનલમાં 28 બોલમાં 52 રન ફટકાર્યા હતા. અંડર-19માં શ્રીલંકા સામે 4 દિવસીય મેચમાં 9.3 ઓવરમાં 4 વિકેટ પણ ઝડપી હતી અને 7માં ક્રમાંકે રમતા 202 બોલમાં 185 રન ફટકાર્યા હતા.

આ પણ વાંચોઃ IPL 2022: ગુજરાત ટાઈટન્સના Shubhaman Gill એ ગજબનો કેચ ઝડપ્યો, Video થયો વાયરલ, જુઓ

આ પણ વાંચોઃ IPL 2022: ગુજરાત લાયન્સનો હિસ્સો રહેલો એન્જિનિયરિંગ કરેલ ક્રિકેટર હવે કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમશે!

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">