RR vs DC, IPL 2022: બટલરના ‘જોશ’ પર રાજસ્થાને દિલ્હી સામે ખડક્યો 222 રનનો સ્કોર, ઓપનીંગ જોડીની દોઢસો રનની પાર્ટનરશીપ
Rajasthan Royals vs Delhi Capitals: બટલરે (Jos Buttler) જોશ ભરી બેટીંગ કરી હતી, તેણે ચોગ્ગા અને છગ્ગા વાળી કીરતી આતશીય ઇનીંગ રમી હતી. તેણે દેવદત્ત પડિક્કલ સાથે મળીને 155 રનની ભાગીદારી રમત રમી હતી.
IPL 2022 ની 35 મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્દી કેપિટલ્સ (Rajasthan Royals vs Delhi Capitals) વચ્ચે રમાઈ રહી છે. દિલ્હી ના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. જોકે તેના બોલરો રાજસ્થાનની વિકેટ ખેરવવા માટે જાણે કે પરસેવે રેબઝેબ થઈ ગયા હતા પરંતુ વિકેટ મેળવવા માટે 16 મી ઓવરની શરુઆત સુધી રાહ જોવી પડી હતી. રાજસ્થાનના ઓપનર જોસ બટલર (Jos Buttler) અને દેવદત્ત પડિક્કલે (Devdutt Padikkal) 155 રનની વિશાળ ભાગીદારી રમત રમી હતી. બટલરે શાનદાર શતક 57 બોલમાં ફટકાર્યુ હતુ. આમ માત્ર 2 વિકેટે રાજસ્થાને દિલ્હી સામે 222 રનનો સ્કોર ખડક્યો હતો.
દિલ્હીના કેપ્ટન ઋષભ પંતની તમામ યોજનાઓ બોલરોના ભરોસે રાખીને ઘડીને પ્રથમ બોલીંગ પસંદ કરી તો તેનો દાવ રાજસ્થાનના ઓપનરોએ ઉંધો પાડી દીધો હતો. બટલરની બેટીંગના જોશને જોતા દિલ્હીના બોલરોને જાણે મેદાનમાં હોશ જ ના રહે તેવી સ્થિતી હતી. બંને ઓપનરો બટલર-પડિક્કલરે દિલ્હીના બોલરોને પરસેવે રેબઝેબ કરી દેતી બેટીંગ કરી હતી. સંજૂ સેમસને પણ તોફાની બેટીંગ કરી હતી. સેમસને 19 બોલમાં 46 રનની જબરદસ્ત ઈનીંગ 3 છગ્ગા અને 5 ચોગ્ગા વડે રમી હતી. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 242.11 ની હતી.
બટલરે શાનદાર શતક 57 બોલમાં ફટકાર્યુ હતુ. તેણે શતક ફટકારવા દરમિયાન 8 છગ્ગગા ફટકારીને આતશબાજી કરી દીધી હતી. દેવદત્ત પડિક્કલ સાથે મળીને બંને 155 રનની ભાગીદારી રમત રમી હતી. જોકે 16 ઓવરના પ્રથમ બોલે પડિક્કલ ખલિલ અહેમદનો શિકાર થયો હતો. તે એલબીડબલ્યુ આઉટ થયો હતો. જોકે તેણે અડધી સદી નોંધાવી હતી. પડિક્કલે 35 બોલમાં 54 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. બટલર 65 બોલનો સામનો કરીને 116 રન નોંધાવીને મુસ્તફિઝુરના બોલ પર વોર્નરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 9 છગ્ગા ઇનીંગમાં ફટકાર્યા હતા.
222-2!
Highest score in #TATAIPL this season.
Some serious hitting there by @rajasthanroyals as they posts a total of 222/2 on the board.
Scorecard – https://t.co/IOIoa87Os8 #DCvRR #TATAIPL pic.twitter.com/qlDoYc6MFM
— IndianPremierLeague (@IPL) April 22, 2022
બોલરો રાજસ્થાન સામે લાચાર!
આજે કુલદીપ યાદવ ખર્ચાળ બોલર સાબિત થયો હતો. તેણે 3 ઓવરમાં 40 રન ગુમાવ્યા હતા. આમ તેની સરેરાશ 13.30 ની હતી. જ્યારે ખલિલ અહેમદે અને મુસ્તફિઝુર રહેમાન બંનેએ એક એક વિકેટ ઝડપી હતી. જોકે દિલ્હીના તમામ બોલરોએ સરેરાશ 10 ની એવરેજ થી રન ગુમાવ્યા હતા અને તેઓ વિકેટ મેળવવામાં સફળ નહી થવા સાથે રન રોકવામાં પણ સફળ થઇ શક્યા નહોતા. બટલર બાદ સેમસને પણ તોફાન જારી જ રાખ્યુ હતુ, જેને દિલ્હીના એક પણ બોલર અંકુશમાં લઇ શક્યા નહોતા.