IPL 2022: રોહિત શર્માના દમદાર છગ્ગાએ કારનો કાચ ફોડ્યો અને બદલામાં રુ 5 લાખ મેળવ્યા

રોહિત શર્મા (Rohit Sharma) એ 28 બોલમાં 43 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ બે સિક્સરમાં એક સિક્સ એવી હતી, જેમાં બોલ સ્ટેડિયમમાં પાર્ક કરેલી કાર સાથે અથડાઈ ગયો.

IPL 2022: રોહિત શર્માના દમદાર છગ્ગાએ કારનો કાચ ફોડ્યો અને બદલામાં રુ 5 લાખ મેળવ્યા
Rohit Sharma એ ગુજરાત સામે આક્રમક અંદાજ દર્શાવ્યો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 9:20 AM

IPL 2022 માં રોહિત શર્મા (Rohit Sharma) પોતાના રંગમાં જોવા મળ્યો ન હતો. તેનુ બેરંગ રહેવુ પણ ટીમ માટે ઘાતક હતી. પણ, જે થયું તે થયું. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામેની મેચમાં રોહિત થોડો ટચમાં જોવા મળ્યો હતો. તેણે ઝડપી ઇનિંગ્સ રમી હતી. અલબત્ત, તે અડધી સદી ફટકારી શક્યો ન હતો પરંતુ 28 બોલમાં 43 રન ચોક્કસ બનાવ્યા હતા. આ દરમિયાન રોહિત શર્માએ 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ બે સિક્સરમાં એક સિક્સ એવી હતી, જેમાં બોલ પહેલા સ્ટેડિયમમાં ઉભેલી કાર (Car) ને અથડાયો અને તેના બદલામાં રોહિત શર્માએ પણ 5 લાખ રૂપિયા વસૂલ કર્યા. પરંતુ, તે પોતે આ વસૂલ કરેલી રકમનો ઉપયોગ કરવા જઈ રહ્યો નથી. બલ્કે તેનો ફાયદો બીજાને પહોંચવાનો છે.

સ્વાભાવિક છે કે હવે તમે રોહિત શર્માના એ છગ્ગા વિશે વિચારતા જ હશો. આખરે, ગુજરાત ટાઇટન્સ સામે હિટમેનની 2 સિક્સરમાં એવી કઈ સિક્સર હતી, જે રોહિતે કાર પર ફટકારી અને તેના બદલામાં 5 લાખ રૂપિયાની કમાણી કરી. તો ચાલો આપણે જણાવી દઈએ કે તે તેની ઇનિંગ્સનો પ્રથમ છગ્ગો હતો.

રોહિત શર્માના રૂ.5 લાખમાં છગ્ગા!

મેચમાં ગુજરાત ટાઇટન્સના બોલર અલઝારી જોસેફની આ પ્રથમ ઓવર હતી. આ ઓવરના પહેલા બે બોલ પર રોહિતે બેક ટુ બેક ફોર ફટકારી હતી. અને તેણે ઓવરના છેલ્લા બોલ પર સિક્સર પણ ફટકારી, જેનાથી 5 લાખ રૂપિયાની કમાણી થઈ. રોહિતે ઓવર ધ વિકેટથી બેકફૂટ પર જઈને આ સિક્સર ફટકારી હતી. આ સિક્સર પછી બોલ સીધો જઈને મેદાનમાં ઉભેલી ટાટા પંચ કાર સાથે અથડાયો. આ જ કારણ હતું કે તેને માત્ર 6 રન જ નહીં પરંતુ તેને 5 લાખ રૂપિયા પણ મળ્યા.

જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024

કાઝીરંગા નેશનલ પાર્કના ગેંડાને ફાયદો થયો

IPL 2022 ની સ્પોન્સર Tata Motors છે. તેમના તરફથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે જો કોઈ બેટ્સમેન ટાટા પંચ કાર અથવા ટાટા પંચ બોર્ડ પર સિક્સર ફટકારશે તો આસામના કાઝીરંગા નેશનલ પાર્કને ગેંડાની સંભાળ માટે 5 લાખ રૂપિયા આપવામાં આવશે. બસ આ જ વાત પર, ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં રોહિતની પ્રથમ છગ્ગાની કિંમત રૂ. 5 લાખ છે.

રોહિત શર્માનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. આ અંગે તે અનેક અભિયાન ચલાવતા પણ જોવા મળ્યો છે. હવે અજાણતાં રોહિતે ગુજરાત ટાઇટન્સ સામે સિક્સર ફટકારીને વધુ એક ઉમદા કામ કર્યું છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">