Rajasthan Royals, IPL 2022: સંજુ સેમસની રાજસ્થાન રોયલ્સની બેટીંગ અને બોલીંગ દમદાર છે, જાણો કેવી હશે Playing 11
રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ફરી એકવાર સંજુ સેમસનની કપ્તાનીમાં મેદાનમાં ઉતરશે અને 2008થી ચાલી રહેલા ખિતાબના દુકાળને ખતમ કરવા માંગશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની નવી સિઝન અંતિમ સિઝનના લગભગ સાડા છ મહિનાની અંદર જ શરૂ થવા જઈ રહી છે. IPL 2022 આગામી 26 માર્ચથી મુંબઈમાં શરૂ થઈ રહી છે. આ નવી સીઝન ખૂબ જ ખાસ છે, કારણ કે આ વખતે તમામ ટીમો બદલાઈ ગઈ છે. તમામ ટીમો કેટલાક જૂના અને મોટાભાગે નવા ચહેરા સાથે ફરીથી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) પણ તૈયાર છે. ટીમે ઑફ-સિઝન કેમ્પનું પણ આયોજન કર્યું હતું, જેમાં કેપ્ટન સંજુ સેમસન (Sanju Samson) સહિત ઘણા અગ્રણી ખેલાડીઓએ હાજરી આપી હતી. સેમસન ઉપરાંત રાજસ્થાને ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જોસ બટલર અને યુવા ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલને ગત સિઝન પછી જાળવી રાખ્યા હતા અને તેમની આસપાસ પ્લેઇંગ ઇલેવન બનાવવામાં આવશે.
2008ની ચેમ્પિયન રાજસ્થાને ગયા મહિને યોજાયેલી બે દિવસીય મોટી હરાજીમાં રવિચંદ્રન અશ્વિન, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા શ્રેષ્ઠ ખેલાડીઓને ખરીદીને સારી શરૂઆત કરી હતી. પરંતુ તે પછી ટીમ પાછળ પડી ગઈ અને આખરે તેની અસર તેની ટીમ પર પડી એ પણ જણાયુ. જેમાં આખરે ટીમે ઘણા વિદેશી ખેલાડીઓને બેઝ પ્રાઈસ પર ખરીદ્યા. આનાથી સંતુલિત અને મજબૂત પ્લેઈંગ ઈલેવનનું નિર્માણ કરવું મુશ્કેલ કામ બની જાય છે. રાજસ્થાન રોયલ્સ 29 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેમના અભિયાનની શરૂઆત કરશે.
બેટિંગ એકદમ ધમાકેદાર
બેટિંગની વાત કરીએ તો ટીમ બેટિંગનો આધાર સેમસન, બટલર અને યશસ્વી હશે. છેલ્લી સિઝન અને હરાજી પછીના સંકેતોને જોતા એવું લાગે છે કે બટલર અને યશસ્વી ટીમના ઓપનર હશે, જ્યારે યુવા બેટ્સમેન દેવદત્ત પડિકલ ત્રીજા નંબર પર હશે. કેપ્ટન સેમસન ચોથા ક્રમે આવશે. આ સિવાય શિમરોન હેટમાયર પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે, જેના પર રાજસ્થાને 10 કરોડનો ખર્ચ કર્યો હતો.
ઓલરાઉન્ડરમાં ઓછો વિકલ્પ
ઓલરાઉન્ડરોના મોરચે આ ટીમ થોડી નબળી લાગી રહી છે. ટીમમાં જેમ્સ નીશમ, રિયાન પરાગ અને ડેરિલ મિશેલ મુખ્ય ઓલરાઉન્ડર તરીકે છે, જ્યારે રવિચંદ્રન અશ્વિન પણ આ ભૂમિકામાં છે. જો કે, આમાં ફક્ત નીશમ, પરાગ અને અશ્વિનને જ એન્ટ્રી મળી શકે છે, કારણ કે મિશેલ આ રોલમાં પોતાને વધારે સાબિત કરી શક્યો નથી.
બોલિંગમાં ધાર છે
રાજસ્થાનની બોલિંગ સારી દેખાય છે અને મજબૂત બેટિંગ ઓર્ડર પર ભારે પડી શકે છે. તેની પાસે ન્યુઝીલેન્ડના ડાબા હાથના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ અને ઉભરતા ભારતીય ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાના રૂપમાં બે ઉત્તમ ઝડપી બોલરો છે, જ્યારે સ્પિન વિભાગની જવાબદારી યુઝવેન્દ્ર ચહલ અને અશ્વિનના ખભા પર રહેશે. નીશમની મીડિયમ પેસ અને રિયાન પરાગની પાર્ટ ટાઈમ સ્પિન સાથે મળીને બાકીના સમયની ભરપાઈ કરી શકાય છે.
RR ની સંભવિત પ્લેઇંગ XI
સંજુ સેમસન (કેપ્ટન-વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, જેમ્સ નીશમ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ અને પ્રસિદ્ધ કૃષ્ણા.