RR Vs RCB Match Report: રાજસ્થાન રોયલ્સે કાપી ફાઈનલની ટિકિટ, જોસ બટલરે અણનમ સદી વડે બેંગ્લોરના સપનાને રોળી દીધુ

TATA IPL 2022 Rajasthan Royals Vs Royal Challengers Bangalore Qualifier 2 Report: રાજસ્થાન રોયલ્સ રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે અમદાવાદમાં ટાઈટલનો જંગ ખેલશે

RR Vs RCB Match Report: રાજસ્થાન રોયલ્સે કાપી ફાઈનલની ટિકિટ, જોસ બટલરે અણનમ સદી વડે બેંગ્લોરના સપનાને રોળી દીધુ
Jos Buttler એ વિજયી ઈનીંગ રમી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 8:54 AM

રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) ફાઈનલમાં સ્થાન મેળવી લીધુ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને હાર આપીને હવે તે ગુજરાત ટાઈટન્સ સામે ટાઈટલ માટે જંગ ખેલશે. IPL 2022 ની ક્વોલિફાયર 2 મેચ વિશ્વના સૌથી મોટી ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. સંજુ સેમસને ટોસ જીતીને રન ચેઝ કરવાની યોજના વધુ સફળ રહેવાનો અંદાજ લગાવ્યો હતો. જેમાં તેનો નિર્ણય સફળ રહ્યો હતો. બેંગ્લોરે ટોસ હારીને બેટીંગ કરી હતી. રજત પાટીદારે ફરીએકવાર શાનદાર બેટીંગ કરીને અડધી સદી ફટકારી હતી. જવાબમાં જોસ બટલરે (Jos Buttler) શાનદાર રમત દર્શાવી હતી. તેણે આક્રમક અણનમ સદી ફટકારીને ટીમને જીત સુધી પહોંચાડ્યુ હતુ.

જોસ બટલરે શાનદાર અણનમ સદી ફટકારી હતી. તેની આ રમતે રાજસ્થાનને ફાઈનલમાં ટિકિટ અપાવી છે. 14 વર્ષે રાજસ્થાનને ટાઈટલ માટેનો જંગ ખેલવાનો મોકો મળ્યો છે. બટલર અને યશસ્વી જયસ્વાલે શાનદાર શરુઆત રાજસ્થાનને અપાવી હતી. બંનેએ જીતનો પાયો નાંખીને બેંગ્લોરને શરુઆતથી જ ચિંતામાં રાખી દીધુ હતુ. જે અંત સુધી હળવી થવાનો મોકો બટલરે આપ્યો નહોતો. બટલરે 60 બોલનો સામનો કરીને 106 રનની અણનમ ઈનીંગ રમી હતી. આ દરમિયાન 6 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા.

આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ

બટલરનો વિજયી છગ્ગો

જયસ્વાલે 13 બોલમાં 21 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા શરુઆતમાં જ જમાવી દીધા હતા. ત્યાર બાદ કેપ્ટન સંજુ સેમસને 21 બોલમાં 23 રનની ઈનીંગ રમી હતી. તેણે પણ 2 છગ્ગા લગાવ્યા હતા. અંતમાં દેવદત્ત પડિકલે 9 રનની નાનકડી ઈનીંગ વડે બટલરનો સાથ પુરાવ્યો હતો. જ્યારે શેમરોન હેટમાયર 2 રન સાથે અણનમ રહ્યો હતો. રાજસ્થાને જીતનો આંકડો 19મી ઓવરના પ્રથમ બોલ પર જ પાર કરી લીધો હતો. 3 વિકેટ ગુમાવીને 161 રન નોંધાવ્યા હતા. આમ 7 વિકેટે જીત મળી હતી.. જોસ બટલરે વિજયી છગ્ગો હર્ષલ પટેલના બોલ પર લગાવ્યો હતો.

બેંગ્લોરની બેટીંગ ઈનીં આવી રહી

વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ બેંગ્લોરની શરુઆત કરી હતી, પરંતુ બંનેની જોડી માંડ 9 રનની ભાગીદારી જ નોંધાવી શકી હતી. કોહલીના રુપમાં બેંગ્લોરે મહત્વની વિકેટ શરુઆતમાં જ ગુમાવી દીધી હતી. જેની પાસેથી આજે મોટી અપેક્ષા રાખવામાં આવી રહી હતી. ફાફ ડુ પ્લેસિસે પણ રજત પાટીદાર સાથે મળીને રમતને આગળ વધારી હતી. પાટીદારે પણ ઝડપી રમત વડે પોતાની અંદાજ મુજબ રન વરસાવ્યા હતા. તેણે ઝડપથી અડધી સદી નોંધાવી હતી. જોકે આ પહેલા જ કેપ્ટન પ્લેસિસ 27 બોલમાં 25 રન નોંધાવીને પરત ફર્યો હતો.

પાટીદારે 42 બોલમાં 58 રનની ઈનીંગ રમી હતી. તેણે 3 છગ્ગા પણ ફટકાર્યા હતા. ગ્લેન મેક્સવેલે આક્રમક અંદાજ બતાવ્યો હતો પરંતુ તે 25 રનની જ ઈનીંગ રમી શક્યો હતો. તે 13 બોલનો સામનો કરીને આ રન નોંધાવી પરત ફર્યો હતો. જોકે ત્યાર બાદ એક પછી એક વિકેટ ગુમાવવા લાગતા જ બેંગ્લોર મોટા સ્કોર તરફ આગળ વધી શક્યુ નહોતુ. કારણ કે મહત્વના બેટ્સમેનો જ સસ્તામાં પરત ફરવા લાગ્યા હતા. મેકકોય અને કૃષ્ણા સામે જાણે કે તેઓ ઘૂંટણ ટેકવી રહ્યા હતા. મહિપાલ લોમરોર 8 રન, દિનેશ કાર્તિક 6 રન અને હસારંગા ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠા હતા. હર્ષલ પટેલ 1 રન કરીને આઉટ થયો હતો. શાહબાઝ અહેમદ 12 રન અને જોસ હેઝલવુડ 1 રન સાથે અંતમાં નોટઆઉટ રહ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">