PBKS vs LSG, IPL 2022: લખનૌના મીડલ ઓર્ડરનો ફ્લોપ શો, પંજાબ સામે 154 રનનુ લક્ષ્ય, કાગિસા રબાડાની 4 વિકેટ

PBKS vs LSG, IPL 2022: કાગીસો રબાડાએ એક બાદ એક મહત્વની વિકેટ પોતાના ખાતામાં નોંધી હતી. કેેએલ રાહુલથી શરુ કરેલી તેની શિકાર યાત્રાએ લખનૌના બેટીંગ ઓર્ડરની કમર તોડી નાંખી હતી.

PBKS vs LSG, IPL 2022: લખનૌના મીડલ ઓર્ડરનો ફ્લોપ શો, પંજાબ સામે 154 રનનુ લક્ષ્ય, કાગિસા રબાડાની 4 વિકેટ
Quinton de Kock સૌથી વધુ રન લખનૌ તરફથી નોંધાવ્યા હતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 9:26 PM

IPL 2022 ની 42મી મેચ પુણેના એમસીએ સ્ટેડીયમમાં રમાઈ રહી છે. પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (Punjab Kings vs Lucknow Super Giants) વચ્ચે રમાઈ રહેલી મેચમાં પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડીંગ પસંદ કરી હતી. લખનૌની ટીમ ટોસ હારીને બેટીંગ માટે ક્રિઝ પર આવી હતી. કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) આજે ઝડપથી વિકેટ ગુમાવી બેઠો હતો. કાગિસો રબાડા (Kagiso Rabada) તેની વિકેટ ઝડપવામાં સફળ થયો હતો. રબાડાએ 4 વિકેટ ઝડપી હતી. 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને લખનૌની ટીમે 153 રન નોંધાવ્યા હતા. ઈનીંગમાં ડી કોકે સૌથી વધુ 46 રન નોંધાવ્યા હતા.

લખનૌનો કેપ્ટન કેએલ રાહુલ (6 રન 11 બોલ) હાલમાં શાનદાર ફોર્મમાં છે, તેની પાસેથી વધુ એક મોટી ઈનીંગ ફેન જોવા ઈચ્છે એ સ્વભાવિક છે. પરંતુ પંજાબ કિંગ્સ સામે તેની ઈનીંગ ઝડપથી સમેટાઈ ગઈ હતી. તે કાગિસો રબાડાના બોલ પર જિતેશ શર્માના હાથમાં કેચ આઉટ ઝીલાયો હતો. આ સમયે લખનૌનો સ્કોર માત્ર 13 રન હતો.

ત્યાર બાદ ક્વિન્ટન ડી કોક (46 રન 37 બોલ) અનવે દીપક હુડ્ડા (34 રન 28 બોલ) એ સ્થિતીને સંભાળી હતી બંને ચોગ્ગા અને છગ્ગા પણ મોકો મળતા જ ફટકારવાનુ જારી રાખીને ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. બંને એ 98 રનના સ્કોર પર ટીમને પહોંચાડી હતી. ત્યાં જ ડી કોકે વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ તુરત જ દીપક પણ વિકેટ ગુમાવી બેઠો હતો. બસ ત્યાર બાદ એક બાદ એક એક વિકેટ પડવા લાગી હતી.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

મીડલ ઓર્ડર સંપૂર્ણ નિષ્ફળ

ડીકોક અને હુડાની જોડી પેવેલિયન પરત ફરવા સાથે જ મીડલ ઓર્ડર પોતાની જવાબદારી નિભાવવામાંથી નિષ્ફળ રહીને એક બાદ એક વિકેટ ગુમાવવા લાગ્યા હતા. 98 રન પર બીજી વિકેટ ગુમાવ્યા બાદ 111 રન સુધીમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી હતી. કૃણાલ પંડ્યા (7 રન 7 બોલ), માર્કસ સ્ટોઈનીશ (1 રન 4 બોલ) અને આયુષ બદોની (4 રન 4 બોલ) સસ્તામાં જ વિકેટ ગુમાવી બેઠા હતા. ઝડપથી વિકેટ પડવાને લઈને લખનૌની સ્થિતી નબળી લાગવા લાગી હતી. જોકે અંતમાં દુષ્મંતા ચામિરાના બે છગ્ગા અને મોહસીનના એક છગ્ગાએ સ્કોર બોર્ડને દોઢસોને પાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

કાગિસો એ લખનૌની કમર તોડી નાંખી

શરુઆત કેએલ રાહુલ થી રબાડાએ કરી હતી. કાગિસો રબાડાએ રાહુલ સહિત 4 મહત્વની વિકેટ ઝડપી હતી. જોકે તેણે 4 ઓવરમાં 38 રન આપ્યા હતા. રાહુલ ચાહરે પણ 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 30 રન ગુમાવ્યા હતા. સંદિપ શર્માએ એક વિકેટ ઝડપીને 4 ઓવરમાં 18 રન આપ્યા હતા.

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગર શહેરમાં નવો ટીપી રોડ બનશે, SOG એ 2.38 કીગ્રા માદક પદાર્થ સાથે આધેડ ઝડપ્યો

આ પણ વાંચો : IPL 2022: કાશ્મિર એક્સપ્રેસની કહાની છે કંઇક આવી, બીજાના શૂઝ પહેરી ટ્રાયલ આપ્યો હવે બેટ્સમેનના પગ થથરાવે છે, હેવ ટીમ ઈન્ડીયામાં મળી શકે છે મોકો!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">