AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs GT, IPL 2022: પંજાબ કિંગ્સે 9 વિકેટ ગુમાવી ગુજરાત ટાઈટન્સ સામે 189 રનનો સ્કોર ખડક્યો, રાશિદ ખાનની 3 વિકેટ

ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ના પેસ એટેક સામે પંજાબ કિંગ્સ (Punjab Kings) ના બેટ્સમેનો ખાસ દમ દર્શાવી શક્યા નહોતા, લિયામ લિવિંગસ્ટોને જોકે પંજાબને જરુરી સ્કોર તરફ લઈ જવા માટેની રમત દર્શાવી હતી.

PBKS vs GT, IPL 2022: પંજાબ કિંગ્સે 9 વિકેટ ગુમાવી ગુજરાત ટાઈટન્સ સામે 189 રનનો સ્કોર ખડક્યો, રાશિદ ખાનની 3 વિકેટ
Mayank Agarwal આજે ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 9:33 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની 16 મી મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ (Gujarat Titans Vs Punjab Kings) વચ્ચે રમાઈ રહેલી મેચમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને પંજાબની ટીમ બેટીંગ કરવા માટે પ્રથમ મેદાને આવી હતી. પંજાબની ટીમના કેપ્ટન અને ઓપનર મયંક અગ્રવાલ અને વિકેટકીપર બેટ્સમેન જોની બેયરિસ્ટો સસ્તામાં આઉટ થયા હતા. પરંતુ લિયામ લિવિંગસ્ટોને (Liam Livingstone) જબરદસ્ત આક્રમક ઇનીંગ રમીને ટીમને મોટા સ્કોર તરફ લઈ જવા માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી. પંજાબે 9 વિકેટ ગુમાવીને 189 રનનો સ્કોર ખડક્યો હતો.

પંજાબની શરુઆત નબળી રહી હતી. મયંક અગ્રવાલ (5) અને જોની બેયરિસ્ટો (8) પર પંજાબનો મોટો આધાર રહેલો છે. જે બંને ઝડપથી પોતાની વિકેટ ગુમાવી બેસતા શરુઆતની ઓવરમાં પંજાબની ગતી ધીમી રહી હતી. જોકે બાદમાં લિવિંગસ્ટોને ટીમની જવાબદારી પોતાના ખભે સ્વિકારી લીધી હોય એમ બેટીંગ શરુ કરી હતી. તેણે આક્રમક રમત વડે મેદાનમાં ચારેકોર ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. તેણે ઝડપી અડધી સદી ફટકારવા સાથે 64 રનની ઈનીંગ રમી હતી, આ માટે માટે 27 બોલનો સામનો કર્યો હતો. તેની ઈનીંગ દરમિયાન 4 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

પંજાબની ટીમે જોકે સમયાંતરે વિકેટ ગુમાવવાનુ જારી રાખ્યુ હતુ. ડેબ્યૂટન્ટ દર્શન નાલકંડેની ઓવર પણ મુશ્કેલ સાબિત થઇ રહી હતી. જોકે લિયામે મહત્વની રમત રમી બતાવી હતી, આ દરમિયાન તેને શિખર ધવન અને જિતેશ શર્માએ પણ મહત્વનો સાથ પૂર્યો હતો. શિખર ધવને 30 બોલમાં 35 રનની ઈનીંગ રમી હતી. જ્યારે જિતેશે 11 બોલમાં 23 રન નોંધાવ્યા હતા. જિતેશે 2 છગ્ગા ફટકાર્યા હતા. ઓડિયન સ્મિથ આજે નિષ્ફળ રહ્યો હતો, તે શૂન્ય પર જ વિકેટ ગુમાવી બેઠો હતો. એટલે કે ગોલ્ડન ડક આઉટ થયો હતો. શાહરુખ ખાને 8 બોલમાં 15 રન અને કાગિસો રબાડા 1 રન કરીને પેવેલિયન પરત ફર્યા હતા. કાગિસો રન આઉટ થયો હતો.

અંતિમ વિકેટની રાહુલ ચાહર (22) અને અર્શદીપ સિંહ (10) ની રમત પણ શાનદાર રહી હતી. બંને એ 13 બોલમાં 27 રન જોડ્યા હતા. સાથે જ પંજાબની ટીમને ઓલઆઉટ થતા બચાવ્યુ હતુ. વૈભવ અરોરા એ 2 રન બનાવ્યા હતા.

રાશિદ અને દર્શનનુ શાનદાર પ્રદર્શન

રાશિદ ખાને આજે 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 22 રન આપી આ મહત્વની વિકેટો ઝડપી હતી. રાશિદે શિખર ધવન અને લિયામ લિવિંગ સ્ટોનની મહત્વની વિકેટ ઝડપીને ટીમ સામે વધતા જતા સ્કોરને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દર્શન નાલકંડેએ ઓડિયન સ્મિથને ગોલ્ડન ડક આઉટ કર્યો હતો. તેણે ડેબ્યૂ મેચમાં જ 2 વિકેટ ઝડપી હતી. આ માટે તેણે જોકે 3 ઓવરમાં 37 રન ગુમાવ્યા હતા. શામી, હાર્દિક પંડ્યા અને લોકી ફરગ્યુશને 1-1 વિકેટ મેળવી હતી.

આ પણ વાંચો : IPL નો હિસ્સો ના બનાવ્યા તો કંઈ નહી, ઢાકામાં જઈ ‘હલ્લા બોલ’ કર્યો, સૌરાષ્ટ્રના ખેલાડીએ ધમાલ મચાવી બાંગ્લાદેશમાં છવાઇ ગયો

આ પણ વાંચો : IPL 2022: આયુષ બદોનીને દિલ્હી કેપિટલ્સે 3 વાર ટ્રાયલ લઈ છોડી દીધો, દિલ તોડનારા એ 3 બોલમાં જ ભારે પડતા પસ્તાવો!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">