IPL નો હિસ્સો ના બનાવ્યા તો કંઈ નહી, ઢાકામાં જઈ ‘હલ્લા બોલ’ કર્યો, સૌરાષ્ટ્રના ખેલાડીએ ધમાલ મચાવી બાંગ્લાદેશમાં છવાઇ ગયો
IPL, જ્યાં દરેકને સંપૂર્ણ મેચ મળતી નથી. કોઈનું નસીબ ચમકે છે તો કોઈ છેતરાઈ જાય છે. આવા જ કેટલાક ભારતીય ખેલાડીઓનું જૂથ હાલમાં બાંગ્લાદેશમાં પોતાનું પ્રદર્શન સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
IPL, જ્યાં દરેકને સંપૂર્ણ મેચ મળતી નથી. કોઈનું નસીબ ચમકે છે તો કોઈ છેતરાઈ જાય છે. આવા જ કેટલાક ભારતીય ખેલાડી (Indian Cricketers) ઓનું જૂથ હાલમાં બાંગ્લાદેશમાં પોતાનું પ્રદર્શન સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ એવા ખેલાડીઓ છે જેમને IPL ફ્રેંચાઇઝીઓએ રિજેક્ટ કર્યા છે. હવે તે બાંગ્લાદેશમાં ODI ફોર્મેટમાં રમાઈ રહેલી ઢાકા પ્રીમિયર લીગ (Dhaka Premier League) માં પોતાનું પ્રદર્શન સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કેટલાક બેટથી, કેટલાક બોલથી અને કેટલાક પોતાની ઓલરાઉન્ડ રમતથી ઢાકા પ્રીમિયર લીગમાં નામ કમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતી ખેલાડી ચિરાગ જાની (Chirag Jani) પણ બાંગ્લાદેશમાં હાલમાં ધૂમ મચાવી રહ્યો છે. જ્યાં તેણે પોતાની બેટીંગ વડે ધમાલ મચાવી રાખી છે.
ઢાકા પ્રીમિયર લીગમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓની ટીમમાં ચિરાગ જાનીનો પણ સમાવેશ થાય છે. ચિરાજ જાની સૌરાષ્ટ્રની ટીમ તરફ થી ઘરેલુ ક્રિકેટ રમે છે. તેણે રણજી ટ્રોફી સહિતની સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શાનદાર રમત દર્શાવી હતી. તેના સિવાય અભિમન્યુ ઈસ્વરન, બાબા અપરાજિત, પરવેઝ રસૂલ, ગુરિન્દર સિંહ અને હનુમા વિહારી પણ ઢાકામાં રમાઈ રહેલી ODI લીગનો ભાગ છે. હવે ચાલો ઢાકા પ્રીમિયર લીગમાં એક પછી એક દરેકના પ્રદર્શન પર નજર કરીએ.
ચિરાગ જાની
ભારતીય બેટ્સમેનોમાં ચિરાગ જાની ઢાકા પ્રીમિયર લીગમાં સૌથી સફળ છે. આ સાથે જ તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં ચોથા સ્થાને છે. તેણે અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં 68.33 ની એવરેજથી 410 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 3 અડધી સદી સામેલ છે. ચિરાગ જાનીએ બેટિંગ ઉપરાંત બોલમાં પણ કમાલ કર્યો છે. તેણે અત્યાર સુધીમાં 22.08 ની એવરેજથી 12 વિકેટ લીધી છે, જેમાં એક મેચમાં 28 રન આપીને 4 વિકેટ લેવાની સિદ્ધિ પણ સામેલ છે.
બાબા અપરાજિત
બાબા અપરાજિત ઢાકા પ્રીમિયર લીગમાં બીજા સફળ ભારતીય બેટ્સમેન છે. તેણે અત્યાર સુધી રમાયેલી 7 મેચમાં 378 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 54 રહી છે અને તેના બેટમાં 4 અડધી સદી છે. ટૂર્નામેન્ટના એકંદર રનમાં તે 8મા નંબરે છે.
હનુમા વિહારી
ઢાકા પ્રીમિયર લીગમાં હનુમા વિહારી સૌથી મોટું ભારતીય નામ છે. તેણે અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં 237 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેની સરેરાશ 59.25 છે અને તેણે તેના બેટથી 1 સદી અને 1 અડધી સદી ફટકારી છે. રન બનાવવાના મામલે તે ભારતનો ત્રીજો સફળ બેટ્સમેન છે.
અભિમન્યુ ઇશ્વરન
અભિમન્યુ ઇશ્વરન, બંગાળથી આવતા ભારતીય ક્રિકેટર, બાંગ્લાદેશની ઢાકા પ્રીમિયર લીગમાં પ્રાઇમ બેંક ક્રિકેટ ક્લબ માટે રમે છે. તેણે આ ક્લબ માટે રમેલી 7 મેચોમાં 35.16ની એવરેજથી 211 રન બનાવ્યા છે, જેમાં અણનમ 62 તેનો સર્વોચ્ચ સ્કોર છે.
પરવેઝ રસૂલ
બોલરોમાં જમ્મુ-કાશ્મીરનો પરવેઝ રસૂલ સૌથી સફળ ભારતીય છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે ટોપ 5માં સામેલ છે. તેણે અત્યાર સુધીમાં 7 મેચમાં 15.41ની એવરેજથી 7 વિકેટ ઝડપી છે, જેમાં 25 રનમાં 4 વિકેટ લેવી તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.
ગુરિન્દર સિંઘ
ચંદીગઢના ઓલરાઉન્ડર ગુરિન્દર સિંહે પણ ઢાકા પ્રીમિયર લીગમાં પોતાની ઓલરાઉન્ડ રમતથી દિલ જીતી લીધા છે. તેણે બે મેચમાં 51.50ની એવરેજથી 103 રન બનાવ્યા છે અને આ સમયગાળા દરમિયાન બોલિંગમાં 4 વિકેટ પણ લીધી છે.
આ પણ વાંચો : PBKS vs GT IPL 2022: ગુજરાત ટાઈટન્સના પેસ એટેક સામે પંજાબ કિંગ્સના ધુરંધરોની થશે કસોટી
આ પણ વાંચો : IPL 2022 Points Table: લખનૌ સિઝનમાં ‘સુપર જાયન્ટ્સ’! દિલ્હી સર કરી પોઈન્ટ ટેબલમાં અનેક ટીમોને પછાડી દીધી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-