AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: આયુષ બદોનીને દિલ્હી કેપિટલ્સે 3 વાર ટ્રાયલ લઈ છોડી દીધો, દિલ તોડનારા એ 3 બોલમાં જ ભારે પડતા પસ્તાવો!

જો આપણે એમ કહીએ કે લખનૌ સામે દિલ્હીની હાર મેચ કરતાં તેની ભૂતકાળની ભૂલોનું પરિણામ છે તો તેમાં કંઈ ખોટું નથી. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) તરફથી આ ભૂલ IPL 2022 ની મેગા ઓક્શનમાં થઈ હતી.

IPL 2022: આયુષ બદોનીને દિલ્હી કેપિટલ્સે 3 વાર ટ્રાયલ લઈ છોડી દીધો, દિલ તોડનારા એ 3 બોલમાં જ ભારે પડતા પસ્તાવો!
Ayush Badoni એ દિલ્હી સામે વિજયી છગ્ગો ફટકાર્યો હતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 10:02 AM
Share

IPL 2022 માં સતત બીજી હારને કારણે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને પસ્તાવાનો ભોગ બનવું પડ્યું છે. બીજી હાર તેની સામે લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) સામે થઈ હતી. જો આપણે એમ કહીએ કે દિલ્હીની આ હાર મેચ કરતાં તેની ભૂતકાળની ભૂલોનું પરિણામ છે તો તેમાં કંઈ ખોટું નથી. દિલ્હી કેપિટલ્સ તરફથી આ ભૂલ IPL 2022 ની મેગા ઓક્શનમાં થઈ હતી. તેણે તે ખેલાડીને પસંદ કર્યો ન હતો જેની તેણે ટ્રાયલ લીધી હતી. તેને નજીકથી તપાસ કરી, તેનુ પરીક્ષણ કર્યુ. પરંતુ, પછી છોડી દીધો. હવે આ ભૂલ દિલ્હી કેપિટલ્સને મેદાન પર હારના રૂપમાં ચૂકવવી પડી છે. જે ખેલાડીને 3 ટ્રાયલ લીધા બાદ પણ દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો ન હતો અને તેને 3 બોલમાં તારા બતાવીને તેણે એક રીતે તેનો બદલો લીધો છે. આ ખેલાડી બીજો કોઈ નહી પણ આયુષ બદોની (Ayush Badoni) જ છે.

હવે તમે વિચારતા જ હશો કે આખરે એ ખેલાડી કોણ છે? તો જવાબ છે આયુષ બદોની, જેણે મેચમાં સિક્સર ફટકારીને લખનૌ સુપર જાયન્ટ્સની જીત નિશ્ચિત કરી અને દિલ્હી કેપિટલ્સને હરાવી દીધુ. આયુષ બદોનીએ મેચમાં માત્ર 3 બોલ રમ્યા અને 333.33 ના સ્ટ્રાઈક રેટથી અણનમ 10 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 1 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે વિનિંગ શોટ પણ તેના બેટમાંથી નીકળ્યો હતો.

ટ્રાયલ લીધા પછી જેને છોડી દીધો એણે જ દીલ તોડ્યુ!

દિલ્હી કેપિટલ્સે આયુષ બદોનીનો 3 વખત ટ્રાયલ લીધો હતો. તેની છેલ્લી ટ્રાયલ મુંબઈમાં થઈ હતી. તેણે દરેક ટ્રાયલમાં 20થી ઓછા બોલમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ, આ પછી, જ્યારે તેનું નામ હરાજીમાં પડ્યું, ત્યારે દિલ્હી કેપિટલ્સે તેના પર ખરીદી તો દૂર રહી ગઇ હતી પરંતુ, બોલી પણ ન લગાવી હતી. અંતે આયુષ બદોનીને લખનૌ સુપર જાયન્ટ્સે તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં જ પોતાની સાથે ખરીદ કરી લીધો હતો.

દિલ્હી કેપિટલ્સે 20 લાખની કિંમતના ખેલાડી આયુષ બદોની સાથે જે કર્યું તેનો બદલો પણ જાણે કે લઈ લીધો. તેણે માત્ર 3 બોલમાં તેની પાવર હિટિંગની કુશળતાથી મેચનો અંત કર્યો હતો અને લખનૌને શાનદાર વિજયી છગ્ગા વડે જીત ભેટ કરી હતી.

લખનૌએ દિલ્હીને 6 વિકેટે હરાવ્યું

મેચમાં પહેલા રમતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 3 વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં 150 રનનો ટાર્ગેટ લખનૌ સુપર જાયન્ટ્સે 4 બોલમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.એટલે કે, લખનૌની ટીમે 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને મેદાનમાં ઉતર્યું હતું.

આ પણ વાંચો : PBKS vs GT IPL 2022: ગુજરાત ટાઈટન્સના પેસ એટેક સામે પંજાબ કિંગ્સના ધુરંધરોની થશે કસોટી

આ પણ વાંચો : IPL 2022 Points Table: લખનૌ સિઝનમાં ‘સુપર જાયન્ટ્સ’! દિલ્હી સર કરી પોઈન્ટ ટેબલમાં અનેક ટીમોને પછાડી દીધી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">