AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ‘મેં કદમ રખ ચુકા હું, ખેલ કા રૂખ બદલ ચુકા હૈ’… 5 એવા કારણે જેનાથી ધોની બની ગયો ‘KGF’

IPL 2022 : મહેન્દ્ર ધોની (MS Dhoni) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને જીત અપાવી હતી. ધોનીએ ઉનડકટના છેલ્લા 4 બોલમાં 16 રન બનાવ્યા હતા.

IPL 2022: 'મેં કદમ રખ ચુકા હું, ખેલ કા રૂખ બદલ ચુકા હૈ'... 5 એવા કારણે જેનાથી ધોની બની ગયો 'KGF'
MS Dhoni (PC: TV9 Hindi)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 10:02 PM
Share

‘મેં કદમ રખ ચુકા હું, ખેલ કા રૂખ બદલ ચુકા હૈ’ સાપની સીડીની રમતમાં મંગૂસ ઉતરી ગયો… આ KGF-2 ફિલ્મનો ડાયલોગ છે જે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) પર એકદમ ફિટ બેસે છે. મહેન્દ્ર સિંહ ધોની જે પોતે KGF છે. તેનો અર્થ અહીં ફક્ત King of Great Finishers થાય છે. ક્રિકેટની દુનિયામાં એકથી વધુ ફિનિશર આવ્યા. માઈકલ બેવન, માઈકલ હસી જેવા ખેલાડીઓને દુનિયા સલામ કરે છે. પરંતુ જ્યારે ધોની મેદાન પર આવે છે ત્યારે દરેક ક્રિકેટર તેના માનમાં ઝૂકી જાય છે. કારણ કે ધોનીની વાત જ જુદી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામે તે કરી બતાવ્યું છે. જેના કારણે તેનું ખૂબ સન્માન કરવામાં આવે છે. ધોનીએ છેલ્લી ઓવરમાં ચોગ્ગો ફટકારીને મુંબઈ (CSK vs MI) પાસેથી વિજય છીનવી લીધી. ચેન્નાઈને છેલ્લા 4 બોલમાં 16 રન બનાવવાના હતા. ઉનડકટ સામે હતો અને ધોનીએ 1 છગ્ગો અને 2 ચોગ્ગો ફટકારીને મેચનો અંત લાવ્યો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સને છેલ્લા બોલ પર 4 રનની જરૂર હતી. ઉનડકટે યોર્કર બોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક ભૂલથી તેની રમત સમાપ્ત થઈ ગઈ. ધોનીએ લો ફુલ ટોસ મળી અને માહીએ ચોગ્ગા વડે મુંબઈની જીત છીનવી લીધી. આ પહેલીવાર નથી જ્યારે માહીએ છેલ્લી ઓવરમાં હારેલી બાઝી જીતી લીઘી હોય. તમને જણાવી દઈએ કે ધોની IPLમાં KGF ક્યારે બન્યો છે.

IPL 2010 માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે

IPL 2010 માં ચેન્નાઈ સુપર કિંગ્સને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. ધોની ક્રિઝ પર હતો અને તેની સાથે એલ્બી મોર્કેલ હાજર હતો. જોકે ધોનીને તેના પાર્ટનરની જરૂર પડી ન હતી. ઈરફાન પઠાણ જેવો મહાન બોલર છેલ્લી ઓવર નાખવા આવ્યો અને ધોનીએ 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારીને ચેન્નાઈને 2 બોલ પહેલા જ 6 વિકેટે જીત અપાવી.

IPL 2012 માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે

ચેન્નાઈ સુપર કિંગ્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 160 રનનો પીછો કરી રહી હતી. ચેન્નાઈને છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી અને યુવા બોલર આશિષ રેડ્ડી સામે હતો. સમસ્યા એ હતી કે ધોની ક્રિઝ પર હતો અને તેણે 33 બોલમાં 53 રન બનાવ્યા હતા. રેડ્ડીએ પહેલો બોલ વાઈડ નાખ્યો અને પછીના બોલ પર ધોનીને ચોકાવી દીધો. ત્યારબાદ ધોનીએ 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકારીને મેચનો અંત લાવ્યો હતો.

IPL 2014, મુંબઈ માટે કાળ બન્યો ધોની

ચેન્નાઈને મુંબઈ ઈન્ડિયન્સ સામે છેલ્લી ઓવરમાં 11 રનની જરૂર હતી. ધોની 10 બોલમાં 9 રન બનાવીને રમી રહ્યો હતો. છેલ્લી ઓવરની જવાબદારી પોલાર્ડને સોંપવામાં આવી હતી. ધોનીએ બીજા અને ત્રીજા બોલ પર સિક્સર અને ફોર ફટકારીને મેચ પૂરી કરી.

IPL 2016 માં કિંગ્સ ઇલેવ પંજાબ સામે

IPL 2016 માં ધોની રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો હતો. ટીમને છેલ્લી ઓવરમાં 23 રનની જરૂર હતી અને પંજાબના સુકાનીએ અક્ષર પટેલને બોલિંગ આપી હતી. ધોનીએ તેના બીજા બોલ પર સિક્સર ફટકારી અને ત્રીજા બોલ પર તેણે શ્રેષ્ઠ શોટ રમ્યો. પરંતુ હાશિમ અમલાએ ચોગ્ગા રોક્યા. પુણેને કિંગ્સ ઈલેવન પંજાબ સામે છેલ્લા 2 બોલમાં 12 રનની જરૂર હતી અને ધોનીએ સતત 2 છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી.

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સમાં પડી છે તિરાડ? જૂથમાં વહેંચાઈ ગયા છે ખેલાડીઓ જેના કારણે મળી રહી છે સતત હાર!

આ પણ વાંચો : RR vs DC, IPL 2022: બટલરના ‘જોશ’ પર રાજસ્થાને દિલ્હી સામે ખડક્યો 222 રનનો સ્કોર, ઓપનીંગ જોડીની દોઢસો રનની પાર્ટનરશીપ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">