IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદને Kane Williamson ને આઉટ આપવાના નિર્ણયનો હજુય નથી ભરોસો, ટોમ મૂડીએ આશ્વર્ય વ્યક્ત કર્યુ

સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને રાજસ્થાન સામે 61 રનથી જંગી હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે, કેન વિલિયમસનના કેચને લઈને મોટો વિવાદ સર્જાયાની સ્થિતી છે.

IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદને Kane Williamson ને આઉટ આપવાના નિર્ણયનો હજુય નથી ભરોસો, ટોમ મૂડીએ આશ્વર્ય વ્યક્ત કર્યુ
Kane Williamson રાજસ્થાન સામેની મેચમાં કેચ આઉટ થયો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 11:36 AM

IPL 2022 ની પાંચમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને રાજસ્થાન રોયલ્સે એકતરફી રીતે હરાવ્યું હતું. પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હૈદરાબાદને 61 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ દરમિયાન કેન વિલિયમસન (Kane Williamson) ને કેચ આઉટ આપતા મોટો વિવાદ પણ થયો હતો. વાત જાણે એમ હતી કે, દેવદત્ત પડિક્કલે પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) ના બોલ પર વિલિયમસનનો કેચ પકડ્યો હતો. મેદાન પરના અમ્પાયરોએ વિલિયમસનને આઉટ આપતા પહેલા થર્ડ અમ્પાયરની સલાહ લીધી અને ત્યાં પણ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન વિરુદ્ધ નિર્ણય આવ્યો.

વિલિયમસનને આઉટ તો આપવામાં આવ્યો હતો પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદ કેમ્પે તેના પર વિશ્વાસ નથી. ટીમ ડાયરેક્ટર ટોમ મૂડીનું કહેવું છે કે વિલિયમસનને આઉટ આપવો તેમના માટે આંચકો હતો. તમને જણાવી દઈએ કે પ્રસિદ્ધ કૃષ્ણાનો બોલ વિલિયમસનના બેટના બહારના કિનારે અથડાયો અને બોલ વિકેટકીપર સંજુ સેમસનના ગ્લોવ્ઝ સાથે અથડાયો અને સ્લિપમાં ઉભેલા પડિક્કલ તરફ ગયો. બોલ થોડો આગળ હતો, તેથી આ ખેલાડીએ તેને પકડવા માટે ડાઇવ મારવી પડી. આ રિપ્લે દરમિયાન, એવું દેખાતું હતું કે બોલ જમીન પર પડ્યો હતો અને પડિક્કલના હાથમાં ગયો હતો, પરંતુ ત્રીજા અમ્પાયરે માન્યું હતું કે પડિકલની આંગળીઓ બોલની નીચે હતી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

સનરાઇઝર્સ હૈદરાબાદનો ટોપ ઓર્ડર પડી ભાંગ્યો

સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન વિલિયમસનને આઉટ કર્યા બાદ રાહુલ ત્રિપાઠીને પણ 0 પર પ્રસિદ્ધ કૃષ્ણાએ શિકાર કર્યો હતો. નિકોલસ પૂરન પણ 9 બોલમાં ખાતું ખોલાવી શક્યો ન હતો અને તે ટ્રેન્ટ બોલ્ટના હાથે આઉટ થયો હતો. ઓપનર અભિષેક શર્મા અને અબ્દુલ સમદ યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યા હતા. ટૂંક સમયમાં જ સનરાઇઝર્સે માત્ર 37 રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એડન માર્કરામે અણનમ 57 રન અને વોશિંગ્ટન સુંદરે 14 બોલમાં 40 રન ફટકારીને સનરાઈઝર્સ હૈદરાબાદની શરમ બચાવી હતી. અંતે હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 149 રન સુધી પહોંચી ગઈ હતી.

રાજસ્થાનનું શાનદાર પ્રદર્શન

IPL 2022ની પ્રથમ મેચ રાજસ્થાન માટે શાનદાર રહી હતી. કેપ્ટન સંજુ સેમસને 27 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી. પડિકલે 29 બોલમાં 41 રન બનાવ્યા હતા. હેટમાયરે માત્ર 13 બોલમાં 32 રન બનાવ્યા હતા. બટલરના બેટમાંથી 35 રન આવ્યા હતા. ટીમ 20 ઓવરમાં 210 રન બનાવી શકી હતી. આ પછી બોલરોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું. ચહલે 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. બોલ્ટ અને કૃષ્ણાએ 2-2 વિકેટ પોતાના નામે કરી હતી. અશ્વિને કોઈ વિકેટ લીધી ન હતી પરંતુ તેણે 4 ઓવરમાં માત્ર 21 રન જ આપ્યા હતા. એકંદરે રાજસ્થાને શાનદાર શરૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ PAK vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન ઘર આંગણે જ લાચાર, પ્રથમ વન ડેમાં કારમી હાર સાથે મળ્યુ મોટું નુકશાન

આ પણ વાંચોઃ IPL 2022: કેન વિલિયસમે હાર સાથે સહવી પડી સજા, હૈદરાબાદની ટીમને રાજસ્થાન રોયલ્સ સામે આ ભૂલ પડી ભારે

g clip-path="url(#clip0_868_265)">