IPL 2022 : ‘મને પંતમાં એમએસ ધોનીની ઝલક દેખાય છે’: કુલદીપ યાદવનું રિષભ પંત વિશે મોટું નિવેદન

|

Apr 24, 2022 | 11:57 PM

IPL 2022 : લીગમાં દિલ્હી કેપિટલ્સ (DC) ટીમ તરફથી રમતા કુલદીપ યાદવ (Kuldeep Yadav) ઋષભ પંતની કપ્તાનીમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

IPL 2022 : મને પંતમાં એમએસ ધોનીની ઝલક દેખાય છે: કુલદીપ યાદવનું રિષભ પંત વિશે મોટું નિવેદન
Rishabh Pant (PC: Twitter)

Follow us on

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના સ્પિનર ​​કુલદીપ યાદવે (Kuldeep Yadav) DC પોડકાસ્ટના ચોથા એપિસોડમાં પોતાના દિલની વાત કહી. IPL 2022 માં અત્યાર સુધીમાં 13 વિકેટ ઝડપનાર 27 વર્ષીય ખેલાડીએ દિલ્હી ફ્રેન્ચાઈઝી સાથેના તેના પ્રથમ પ્રશિક્ષણ સત્ર દરમિયાન મુખ્ય કોચ રિકી પોન્ટિંગ (Ricky Ponting) સાથે કરેલી રસપ્રદ વાતચીત વિશે વાત કરી. કુલદીપે કહ્યું, “જ્યારે તમને તમારી જાતને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે, ત્યારે તમે દરેક વસ્તુનો આનંદ લેવાનું શરૂ કરો છો. ટીમ સાથેના મારા પ્રથમ પ્રેક્ટિસ સેશન દરમિયાન જ્યારે મેં રિકી સાથે વાત કરી ત્યારે તેણે મને કહ્યું કે હું ખૂબ સારી બોલિંગ કરી રહ્યો છું અને તે મને તમામ 14 લીગ મેચોમાં રમતા જોવા માંગે છે. તેની સાથે મારી વાતચીતથી મને ઘણી પ્રેરણા મળી.”

કુલદીપ યાદવે સહાયક કોચ શેન વોટસન સાથે મળીને કામ કરવાની વાત પણ કરી હતી. તેણે કહ્યું, “શેન વોટસને પણ મને ઘણી મદદ કરી છે. વોટસન સાથે ત્રણ-ચાર સિઝનમાં કામ કરવા બદલ હું ખૂબ જ ભાગ્યશાળી છું. તેણે ખાસ કરીને મને રમતના માનસિક પાસામાં મદદ કરી છે. આ ટીમમાં જોડાતા પહેલા મેં શું કર્યું છે તેના વિશે મેં તેની સાથે ઘણી બાબતો શેર કરી છે. હું તેની સાથે ખુલીને વાત કરું છું.”

મને રિષભ પંતમાં એમએસ ધોનીની ઝલક દેખાય છેઃ કુલદીપ

સુકાની રિષભ પંત વિશે બોલતા તેણે કહ્યું, “મને લાગે છે કે ઋષભમાં સ્ટમ્પ પાછળ એમએસ ધોનીના લક્ષણોની કેટલીક ઝલક જોવા મળે છે. તે મેદાન પર સારી રીતે માર્ગદર્શન આપે છે અને શાંત રહે છે. સ્પિનરોની સફળતામાં વિકેટકીપરની મોટી ભૂમિકા હોય છે. આ આઈપીએલમાં મારા પ્રદર્શનનો શ્રેય પણ રિષભને જાય છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

સ્પિનરે આ એપિસોડમાં ફૂટબોલ પ્રત્યેના તેના પ્રેમ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, “મને ક્રિકેટ વિશે વાત કરવી પસંદ નથી. હું ફક્ત રમતો રમું છું. હું ક્રિકેટ વિશે ત્યારે જ વાત કરું છું જ્યારે એક ખેલાડી તરીકે મારે શું કરવું જોઈએ તે અંગે ગંભીર વાતચીત થાય છે. હું ફૂટબોલને ખૂબ નજીકથી ફોલો કરું છું. જો કે હું ફૂટબોલ સારી રીતે રમી શકતો નથી, પરંતુ હું તે રમત વિશે ઘણું જાણું છું.”

આ પણ વાંચો : IPL 2022 : ઈશાન કિશન એકદમ વિચિત્ર રીતે આઉટ થયો, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો : IPL 2022, PBKS vs CSK: સોમવારે IPL માં પંજાબ અને ચેન્નાઈ વચ્ચે ટક્કર થશે, જુઓ હેડ ટુ હેડ આંકડા

Next Article