AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હાર પર બેન સ્ટોક્સે આપ્યું નિવેદન, આ ખેલાડીની માફી માગી

IPL 2022 : લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની હારનો સિલસિલો ચાલુ છે. આજે રોહિત શર્માની ટીમને સતત છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌએ તેને 18 રનથી હરાવ્યો હતો.

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હાર પર બેન સ્ટોક્સે આપ્યું નિવેદન, આ ખેલાડીની માફી માગી
Ben Stokes (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 10:11 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની હારનો સિલસિલો ચાલુ છે. શનિવારે લખનૌ સુપર જાયન્ટ્સે તેને 18 રનથી માત આપી હતી. આ સિઝનમાં મુંબઈની આ સતત છઠ્ઠી હાર છે. મુંબઈની હાર પર ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stockes) ની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે દક્ષિણ આફ્રિકાના યુવા ખેલાડીની માફી પણ માગી હતી.

શનિવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે પહેલા રમતા 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 181 રન જ બનાવી શકી હતી.

મુંબઈની આ હાર બાદ બેન સ્ટોક્સે ટ્વિટ કરીને ડેવાલ્ડ બ્રેવિસ (Devald Brevis) ની માફી માંગી, જે બેબી એબી તરીકે જાણીતા છે. તેણે લખ્યું, ‘સોરી બ્રેવિસ’. તમને જણાવી દઈએ કે આ મેચમાં ડેવાલ્ડ બ્રેવિસે ત્રીજા નંબર પર રમતા માત્ર 13 બોલમાં 31 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 6 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

200 રનના સ્કોરનો પીછો કરતા મુંબઈના બેટ્સમેનો ખાસ કંઈ કરી શક્યા ન હતા. ટીમનો ઓપનર અને સુકાની રોહિત શર્મા માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. અવેશ ખાને તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેના આઉટ થયા બાદ ઈશાન કિશન અને બ્રેવિસે ટીમની કમાન સંભાળી હતી. બ્રેવિસે માત્ર 13 બોલમાં 31 રન બનાવ્યા હતા. તેના આઉટ થયા બાદ કિશન પણ 13 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ ટીમની કમાન સંભાળી હતી.

આ દરમિયાન બંનેએ અડધી સદીની ભાગીદારી કરી હતી. ખતરનાક આ જોડી જેસન હોલ્ડરે તોડી હતી. તેણે 26 રનના સ્કોર પર તિલકને આઉટ કર્યો હતો. આ પછી સૂર્યકુમાર પણ પીચ પર લાંબો સમય ટકી શક્યો નહોતો અને 37 રન બનાવીને આઉટ થયો હતો. તેને રવિ બિશ્નોઈએ આઉટ કર્યો હતો. અંતે પોલાર્ડ અને જયદેવ ઉનડકટે ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ પણ આમાં સફળ ન થયા. મુંબઈ 20 ઓવરમાં 181 રન જ બનાવી શકી હતી.

આ પણ વાંચો : IPL 2022 : KL રાહુલે 100મી મેચમાં બનાવ્યો રેકોર્ડ, આવી સિદ્ધી મેળવનાર IPL ઇતિહાસમાં પહેલો ખેલાડી બન્યો

આ પણ વાંચો : IPL 2022 : KL Rahul એ મુંબઈ સામે રેકોર્ડ બનાવ્યો, આ મામલામાં સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">