AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 : KL Rahul એ મુંબઈ સામે રેકોર્ડ બનાવ્યો, આ મામલામાં સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો

IPL 2022 : લખનૌના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) મુંબઈ ઈન્ડિયન્સ સામે રનનો વરસાદ કર્યો. તેની જબરદસ્ત બેટિંગના કારણે ટીમે મુંબઈને 200 રનનો મોટો ટાર્ગેટ આપ્યો છે.

IPL 2022 : KL Rahul એ મુંબઈ સામે રેકોર્ડ બનાવ્યો, આ મામલામાં સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો
KL Rahul (PC: IPLt20.com)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 7:53 PM
Share
IPL 2022 માં આજે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indinas) અને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈના સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લખનૌ તરફથી સુકાની કેએલ રાહુલે (KL Rahul) જબરદસ્ત બેટિંગ કરતા ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. તેની 103 રનની જબરદસ્ત ઈનિંગના કારણે લખનૌએ મુંબઈને 200 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં રાહુલે અણનમ 103 રન બનાવ્યા હતા. રાહુલે મુંબઈના બોલરોનો જોરદાર ધોલાઇ કરી હતી અને પોતાની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા.

લોકેશ રાહુલે 300 ચોગ્ગા ફટકાર્યા, સચિનનો રેકોર્ડ તોડ્યો

લખનૌના સુકાનીએ આ મેચમાં શાનદાર બેટિંગ કરીને ઘણા અનોખા રેકોર્ડ બનાવ્યા અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા. કેએલ રાહુલે મુંબઈ સામે 9 ચોગ્ગા ફટકાર્યા અને આ સાથે જ તેની આઈપીએલમાં 300 ચોગ્ગા પૂરા થઈ ગયા. આવું કરનાર તે 18મો ખેલાડી બન્યો. રાહુલે પાંચમો ચોગ્ગો મારતાની સાથે જ સચિન તેંડુલકરનો 295 ચોગ્ગાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. તેંડુલકરના નામે 78 IPL મેચોમાં 295 ચોગ્ગા છે.

લોકેશ રાહુલે આઈપીએલમાં 3500 રન પુરા કર્યા

કેએલ રાહુલે મુંબઈ સામે શાનદાર ઇનિંગ રમીને IPL માં પોતાના 3500 રન પૂરા કર્યા છે. KL રાહુલ આવું કરનાર IPL ઈતિહાસમાં 16મો ખેલાડી બની ગયો છે. રાહુલને આ સ્થાન હાંસલ કરવા માટે 95 રનની જરૂર હતી અને રાહુલે અણનમ 103 રન બનાવ્યા હતા. કેએલ રાહુલની આ 100મી આઈપીએલ મેચ હતી. જેમાં તેણે શાનદાર પ્રદર્શન કરીને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે તેણે તેની 100મી આઈપીએલ મેચમાં સદી ફટકારી હતી. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી રાહુલ સિવાય કોઈ બેટ્સમેન પોતાની 100મી મેચમાં સદી ફટકારી શક્યો નથી.

આ પણ વાંચો : MI vs LSG, IPL 2022: કેએલ રાહુલની શાનદાર સદી વડે લખનૌએ મુંબઈ સામે 200 રનનુ લક્ષ્ય રાખ્યુ, જયદેવ ઉનડકટની 2 વિકેટ

આ પણ વાંચો : IPL 2022: BCCI નો 4 વર્ષ બાદ મોટો નિર્ણય, Closing Ceremony નુ કરવામાં આવશે આયોજન, ટેન્ડર જારી કરાયુ

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">