IPL 2022 Auction Live Streaming: 590 ખેલાડીઓના ભાવિનો થશે નિર્ણય, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો ઓક્શન
IPL Auction 2022 Live Updates: આ વખતે IPL 2022ની હરાજીમાં 590 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે.
IPL 2022 ની હરાજી ચાહકો માટે ખૂબ જ ખાસ બનવાની છે. આ વખતે હરાજીમાં 8 નહીં પરંતુ 10 ટીમો ભાગ લેવાની છે. જૂની 8 ટીમો ઉપરાંત આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (Gujrat Titans) અને લખનઉ જાયન્ટ્સની ટીમો પ્રથમ વખત હરાજીમાં ભાગ લેશે. તમામ 10 ફ્રેન્ચાઇઝી 590 ખેલાડીઓ પર બિડ કરશે. આ વખતે ઓક્શન (IPL 2022 Auction) માં સામેલ 590 ક્રિકેટર્સમાંથી 228 કેપ્ડ પ્લેયર્સ છે, 355 અનકેપ્ડ પ્લેયર્સ છે. સતત ચોથી વખત હ્યુજ એડમ્સ હરાજીનું સંચાલન કરવાની જવાબદારી સંભાળશે. બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, મિશેલ સ્ટાર્ક અને ક્રિસ ગેલ જેવા ઘણા નામો આ વખતે હરાજીમાં ગાયબ હશે, જેમણે અલગ-અલગ કારણોસર ભાગ લીધો નથી.
લગભગ 50 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે બે ડઝનથી વધુ ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ છે, તો ઘણા ખેલાડીઓની કિંમત 1 કરોડ રાખવામાં આવી છે. આ સિવાય 50 લાખ, 30 લાખ અને 20 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓ પણ સામેલ છે. ખેલાડીઓની મેગા હરાજી પહેલા કુલ 33 ખેલાડીઓને રિટેન/પસંદ કરવામાં આવ્યા હતા. IPLની 8 જૂની ફ્રેન્ચાઇઝીએ પ્રથમ 27 ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. તે જ સમયે, 2 નવી IPL ટીમોએ હરાજી પહેલા ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી કરી હતી.
આઈપીએલ ઓક્શનમાં યુવાઓની સાથે દિગ્ગજ ખેલાડીઓની પણ બોલી લગાવવામાં આવશે.
આ વખતે રવિચંદ્રન અશ્વિન, શ્રેયસ અય્યર, શિખર ધવન, ડેવિડ વોર્નર, દિનેશ કાર્તિક અને અન્ય કેટલાક ખેલાડીઓને IPL મેગા ઓક્શન માટે માર્કી પ્લેયર બનાવવામાં આવ્યા છે. ભારતના અંડર-19 સ્ટાર્સ, કેપ્ટન યશ ધૂલ, વિકી ઓસ્તવાલ અને રાજવર્ધન હંગરગેકર સાથે શાહરૂખ ખાન, દીપક હુડ્ડા અને અવેશ ખાન, જેઓ શાનદાર લયમાં ચાલી રહ્યા છે, આ હરાજી દરમિયાન પોતાની છાપ બનાવવાનો પ્રયાસ કરશે. લખનૌએ કેએલ રાહુલને 17 કરોડમાં પોતાની ટીમ સાથે જોડ્યો છે. આ સાથે તે સંયુક્ત રીતે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. અગાઉ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને 2021ની સીઝનમાં માત્ર 17 કરોડ રૂપિયા મળતા હતા.
IPL 2022 નુ ઓક્શન ક્યારે થશે?
IPL 2022 ની હરાજી 12 અને 13 ફેબ્રુઆરી (શનિવાર અને રવિવાર) ના રોજ યોજાશે.
IPL 2022 નુ ઓક્શન ક્યાં થશે?
IPL 2022 નુ ઓક્શન બેંગ્લોરમાં થશે.
IPL 2022 નુ ઓક્શન કયા સમયે શરૂ થશે?
IPL 2022 નુ ઓક્શનનું શેડ્યૂલ બપોરે 12 વાગ્યે શરૂ થશે.
IPL 2022 નુ ઓક્શનનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?
ટીવી દર્શકો સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર ઓક્શનનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશે.
IPL 2022 ઓક્શન નુ લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો છો?
લાઇવ સ્ટ્રીમિંગ OTT પ્લેટફોર્મ Hotstar પર થશે. આ ઉપરાંત, તમે અમારી વેબસાઇટ tv9gujarati.com પર તમામ લાઇવ અપડેટ્સ અને માહિતી પણ વાંચી શકો છો.