અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ અગાઉ આ વ્યક્તિને ઘટનાના બે મહિના પહેલા હતો ‘અંદેશો’, 14 વર્ષ આરોપીઓને સજા માટે રાહ જોઇ

સાબરકાંઠાના બળવંત સિંહ કુંપાવત કે જેઓ રાજ્યના ગુપ્તચર વિભાગમાં ફરજ બજાવતા હતા અને તેઓને બ્લાસ્ટ અંગેના ઇનપુટ સવા બે મહિના પહેલા જ મળી ચુક્યા હતા.

અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ અગાઉ આ વ્યક્તિને ઘટનાના બે મહિના પહેલા હતો 'અંદેશો', 14 વર્ષ આરોપીઓને સજા માટે રાહ જોઇ
બળવંત સિંહ કુંપાવત અમદાવાદમાં ગુપ્તચર વિભાગમાં ફરજ બજાવતા હતા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 11, 2022 | 9:00 AM

અમદાવાદ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast) ને લઇને હવે જ્યારે ચુકાદો જાહેર થનારો છે, ત્યારે સૌ કોઇ તેના દોષિતોને આકરી સજા મળે તેવી આશા રાખી રહ્યા છે. આાવા સમયે એક એવી વ્યક્તિ પણ છે જેણે પોતાના પરિવારમાથી સ્વજનતો ગુમાવ્યા નથી પરંતુ આ ઘટનાના દોષિતોને સજા થવાના એક એક દિવસને રાહ જોતા ગણી રહ્યા છે. હવે તેમની રાહનો અંત આવી ચુક્યો છે અને દોષિતોને સજા કોર્ટ સંભળાવનારી છે. આ વ્યક્તિ છે સાબરકાંઠા (Sabarkantha) ના બળવંતસિંહ કુંપાવત (Balvantsinh Kumpavat) કે જેઓ રાજ્યના ગુપ્તચર વિભાગમાં ફરજ બજાવતા હતા અને તેઓને બ્લાસ્ટ અંગેના ઇનપુટ સવા બે મહિના પહેલા જ મળી ચુક્યા હતા. આ અંગેની યાદો તાજી કરીને તેઓએ Tv9 સાથે વાતચીત કરી હતી.

આ વ્યક્તિની આંખોને છેલ્લા 14 વર્ષથી આ ઇંતઝાર હતો, હવે તે ઇંતઝાર પૂર્ણ થવા જઇ રહ્યો છે. કોર્ટ દોષિતોને સજા સંભળાવવા જઇ રહી છે. આ આંખો પણ જોકે કોઇ સામાન્ય આંખો નથી, કારણ કે આ આંખો હર હંમેશ એવી તમામ ચહલ પહલ પર બાજ નજર રાખી રહી હતી, જે ગુજરાતીઓની સલામતી માટે જોખમી હોય.

આવી ચહલ પહલ જોવા મળે કે તેમની આંખો તેમના દિમાગને તેજ કરી દેતુ અને તેઓ સીધા જ પોતાની કચેરી મારફતે સુરક્ષા તંત્રને એલર્ટ કરવા માટેનુ કાર્ય શક્ય એટલા ઓછા સમયમાં પુર્ણ કરવા પ્રયાસ કરવામાં લાગી જતા હતા. કારણ કે તેઓ ગુજરાત પોલીસના ગુપ્તચર વિભાગમાં ફરજ બજાવતા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બળવંતસિંહ કુંપાવતે તેઓએ લાંબો સમય અમદાવાદ, ગાંધીનગર અને સુઇ ગામ બોર્ડર પર ગુપ્તચર વિભાગમાં ફરજ બજાવી છે. આ દરમિયાન તેઓએ અનેક મહત્વની જાણકારી પોતાના ગુપ્ત સુત્રો પાસેથી મેળવીને ગૃહ વિભાગની આપી છે. આ પૈકી એક અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ અંગે પણ તેમને પહેલાથી જ અંદેશો એક ઇનપુટ મારફતે મળ્યો હતો. તેેઓએ આ ઇનપુટની જાણકારી પણ પોતાના ઉપરી અધિકારીઓને આપી હતી. જેના બદલામાં તેઓને તે વખતે 250 રુપિયાનુ રોકડ ઇનામ ઉપરી અધિકારીઓએ આપ્યુ હતુ.

પોલીસની તપાસ કામગીરીનુ ખૂબ ગૌરવ અનુભવે છે

નિવૃત પોલીસકર્મી બળવંત સિંહનુ કહેવુ છે કે રાજ્યની પોલીસે ખૂબ જ ટુંકા સમયમાં ઝડપથી એવી કામગીરી કરી હતી કે જે દેશમાં ઉદાહરણીય હતી. જે કામગીરીને લઇને આજે પણ ગુજરાતમાં શાંતિ અને સલામતી સ્થપાયેલી રહી છે. રાજ્યની પોલીસે સિરીયલ બ્લાસ્ટના આરોપીઓને એક બાદ એક ઝડપી લીધા હતા અને જેલના હવાલે કર્યા હતા. આ તપાસ કાર્ય ખૂબ જ પ્રશંસનીય રહ્યુ હતુ અને તેમની છાતી પણ પોલીસની આ કામગીરીથી ફુલાયેલી રહે છે.

બળવંત સિંહ કહે છે, આ કામ ખૂબ જ શ્રેષ્ઠ રહ્યુ છે અને આરોપીઓ ઝડપાઇ જવાથી અને હવે તેમને સજા મળવાથી સંતોષ મળશે. નિવૃત્તી બાદ તેઓ પોતાના વતન સાબરકાંઠા જિલ્લામાં ખેતી કરીને જીવન ગુજારી રહ્યા છે. તેઓ શોખથી પોતાના ખેતીના કામને સંભાળી રહ્યા છે. તેઓ હિંમતનગર તાલુકાના રાજેન્દ્ર નગર ગામના વતની હતા અને મોટાભાગનું જીવન તેઓએ અમદાવાદમાં રહીને ગુજાર્યુ છે.

આ પણ વાંચોઃ IPL 2022: રોહિત શર્માની આઇપીએ સેલરીમાં બંપર જમ્પ, જાણો પ્રથમ સેલરી કેટલા રુપિયા મેળવતો હતો

આ પણ વાંચોઃ IPL 2022 Auction: ધોની, કોહલી કે રોહિત નહી, 2008 માં સૌ પ્રથમ આ ખેલાડી પર બોલાઇ હતી બોલી, જાણો

g clip-path="url(#clip0_868_265)">