IPL 2022: અંતિમ મેચ જે ટીમ માટે રમ્યો એ તેનો જ હવે કોચ બન્યો, આ ખેલાડી નિવૃત્તીના 9 વર્ષ બાદ મહત્વની જવાબદારી સાથે પરત ફર્યો!

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમે તેના સહાયક કોચને બદલવાનો નિર્ણય કર્યો છે. આ જવાબદારી પહેલા મોહમ્મદ કૈફના હાથમાં હતી.

IPL 2022: અંતિમ મેચ જે ટીમ માટે રમ્યો એ તેનો જ હવે કોચ બન્યો, આ ખેલાડી નિવૃત્તીના 9 વર્ષ બાદ મહત્વની જવાબદારી સાથે પરત ફર્યો!
Ajit Agarkar એ 2013 માં IPL ની અંતિમ મેચ રમી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 9:17 AM

ઋષભ પંત (Rishabh Pant) ની કપ્તાનીવાળી IPL ટીમ દિલ્હી કેપિટલ્સ છેલ્લી કેટલીક સિઝનમાં ઘણી વખત ખિતાબ જીતવાની નજીક પહોંચી હતી, પરંતુ તેનું સપનું પૂરું થયું નહી. આઇપીએલ 2022 (IPL 2022) માટે તેણે હરાજીમાં મજબૂત ટીમ બનાવી છે. ટીમે હવે તેના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યા છે અને ખિતાબ જીતવા માટે એક અનુભવી ખેલાડીનો સમાવેશ કર્યો છે. ભૂતપૂર્વ ભારતીય બોલર અજીત અગરકર (Ajit Agarkar) દિલ્હી કેપિટલ્સના નવા સહાયક કોચ બનશે. તેના પહેલા આ જવાબદારી સ્ટાર ખેલાડી મોહમ્મદ કૈફના હાથમાં હતી.

કૈફને વર્ષ 2019માં ટીમનો આસિસ્ટન્ટ કોચ બનાવવામાં આવ્યો હતો. તેનો કોન્ટ્રાક્ટ માત્ર 2021 સુધીનો હતો. સમાચાર અનુસાર, દિલ્હીની ટીમ કૈફના પ્રદર્શનથી બહુ ખુશ નથી અને આ જ કારણ છે કે તે તેની સાથે કોન્ટ્રાક્ટ આગળ નથી લઈ રહી. આ સિવાય આસિસ્ટન્ટ કોચ તરીકે સામેલ અજય રાત્રાનો કોન્ટ્રાક્ટ પણ વધારવામાં આવ્યો નથી. અજીત અગરકર સાથે ટીમના નવા આસિસ્ટન્ટ કોચની શોધ પૂરી થઈ ગઈ છે. અગરકરે આ ટીમ માટે તેની અંતિમ આઈપીએલ મેચ રમી હતી અને હવે તે અહીંથી કોચ તરીકેની સફર પણ શરૂ કરશે.

અગરકર રિકી પોન્ટિંગની ટીમનો હિસ્સો હશે

મીડિયા રિપોર્ટ અનુસાર, અગરકર સાથે વાતચીત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચની ભૂમિકા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગના હાથમાં છે અને હવે અજીત અગરકર પણ તેમની ટીમનો હિસ્સો હશે. પોન્ટિંગ ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ ટીમના કોચ છે, જ્યારે બેટિંગ કોચની જવાબદારી પ્રવીણ આમરેના હાથમાં છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

બોલિંગ કોચ તરીકે જેમ્સ હોપ્સની નિમણૂક કરવામાં આવી છે. અગરકર ભારત-શ્રીલંકા હોમ સિરીઝ બાદ દિલ્હીની ટીમ સાથે જોડાશે. આ શ્રેણી માટે, તે સ્ટાર સ્પોર્ટ્સની પ્રસારણ ટીમનો ભાગ છે, ત્રણ T20 આંતરરાષ્ટ્રીય અને બે ટેસ્ટ મેચોની આ ટુર 16 માર્ચ સુધી ચાલશે. આ સમયે, માર્ચના અંતમાં IPL 2022 ની શરુઆતની અપેક્ષાઓ છે.

અંતિમ IPL મેચ દિલ્હી માટે રમી હતી

અગરકર ભારતના દિગ્ગજ ખેલાડીઓમાંથી એક છે. તેણે 1998માં ડેબ્યૂ કર્યું હતું અને 2007માં તેણે ટીમ ઈન્ડિયા માટે અંતિમ મેચ રમી હતી. જો કે, તેણે IPL માં 2013 સુધી રમવાનું ચાલુ રાખ્યું અને અંતે તે જ વર્ષે તેણે નિવૃત્તિની જાહેરાત કરી. 44 વર્ષીય અજીત અગરકર પ્રથમ વખત કોચિંગમાં હાથ અજમાવશે. અગરકરે નિવૃત્તિ પહેલા વનડેમાં 288 અને ટેસ્ટમાં 58 વિકેટ લીધી હતી.

અગરકર 2008 થી 2010 સુધી કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમ્યો હતો. તે 2011 અને 2013 વચ્ચે ત્રણ વર્ષ સુધી દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) ટીમનો હિસ્સો હતો અને અંતિમ વખત IPL માં આ ટીમ સાથે જોવા મળ્યો હતો.

આ પણ જાણોઃ The Hundred: સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્ઝને ફ્રેન્ચાઇઝીઓએ રિટેન કર્યા, આ 3 ભારતીય ખેલાડીઓને રિલીઝ કરાયા

આ પણ જાણોઃ IND vs SL: શ્રીલંકા સામેની સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાની ચિંતા વધી, દીપક ચાહર બાદ હવે સ્ફોટક બેટ્સમેન બહાર!

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">