AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suresh Raina: IPL 2022 Auction માં કોઇ ખરીદદાર નહી મળતા ભાવુક થઇ BCCI ને કહ્યુ ‘બીજો કોઇ વિકલ્પ નથી’, વાયરલ થયો Video

સુરેશ રૈના (Suresh Raina) ને ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો ન હતો, અન્ય કોઈ આઈપીએલ ફ્રેન્ચાઈઝીએ પણ તેના પર દાવ લગાવ્યો ન હતો, હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Suresh Raina: IPL 2022 Auction માં કોઇ ખરીદદાર નહી મળતા ભાવુક થઇ BCCI ને કહ્યુ 'બીજો કોઇ વિકલ્પ નથી', વાયરલ થયો Video
Suresh Raina ગત સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો હિસ્સો હતો.
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 11:42 AM
Share

જે ખેલાડીને મિસ્ટર આઈપીએલ તરીકે જાણીતો હતો. તેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પોતાના બેટીંગ વડે જીતાડી હતી. જે ખેલાડી ચેન્નાઈ સુપર કિંગ્સની આઈપીએલ ટાઇટલ જીત દરમિયાન ચાર વખત ટીમમાં હતો, હવે તે ખેલાડી કોઈપણ ટીમનો હિસ્સો નથી. આ વાત સુરેશ રૈના (Suresh Raina) ની કરવામાં આવી રહી છે, જેને આઇપીએલ 2022 ની હરાજી (IPL 2022 Auction) માં કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે ફરીથી રૈના પર દાવ લગાવ્યો ન હતો અને અન્ય ટીમો પણ તેને ખરીદવા ઉત્સુક દેખાતી ન હતી. રૈનાને અવગણ્યા બાદ હવે તેનો એક વીડિયો (Suresh Raina Emotional Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રૈના BCCI ને ખેલાડીઓને વિદેશમાં યોજાનારી અન્ય લીગમાં રમવાનો વિકલ્પ આપવા અપીલ કરી રહ્યો છે.

સુરેશ રૈના આ વીડિયોમાં કહી રહ્યો છે, ‘જો તમને IPLની કોઈ ટીમ દ્વારા લેવામાં ના આવે અને તમે ઈન્ટરનેશનલમાં પણ રમી રહ્યાં નથી, તો BCCI એ ખેલાડીઓને બહારની લીગમાં મોકલવા જોઈએ. સીપીએલ હોય કે બિગ બેશ લીગ, ખેલાડીઓ ત્યાં જાય અને પરફોર્મ કરે જેથી તેઓ વાપસી કરી શકે.

જેમ વિદેશી ખેલાડીઓ આઈપીએલમાં આવે છે અને સારું પ્રદર્શન કરે છે અને પછી પોતાની ટીમમાં પરત ફરે છે. એવુ કંઇક ગમે તે થાય, કે એવું લાગે કે અમે તૈયાર છીએ. જો દરેક વ્યક્તિ અમને અવગણે છે, તો એવું લાગે છે કે અમારી પાસે પ્લાન B નથી. અમે બહાર જઈશું, ફિટ રહીશું, સારું રમીશું.

ચેન્નાઇ સુપર કિંગ્સે નહી ખરીદવાનુ આ કારણ બતાવ્યુ હતુ

આઈપીએલમાં સુરેશ રૈનાએ 205 મેચમાં 32થી વધુની એવરેજથી 5528 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 39 સદી સામેલ છે. જો કે તેમ છતાં રૈનાને IPLની કોઈ ટીમે ખરીદ્યો ન હતો. રૈનાને ફરીથી ન ખરીદવા પાછળ ચેન્નાઈ સુપર કિંગ્સની દલીલ એ હતી કે તે તેમની ટીમમાં યોગ્ય બેસી રહ્યો નથી. જો કે આ પછી રૈનાના ચાહકોએ ચેન્નાઈ સુપર કિંગ્સને ખૂબ ટ્રોલ કર્યું હતુ. સોમવારે પણ ચેન્નાઈએ રૈનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેના પછી ફ્રેન્ચાઈઝીને ઘણું ખરુ સાંભળવું પડ્યું.

આ પણ વાંચોઃ IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 ટક્કરમાં 200 રનનો આંકડો વાત વાતમાં પાર થઇ જાય છે, જાણો અત્યાર સુધીના 5 સૌથી મોટા સ્કોર

આ પણ વાંચોઃ PSL 2022: કેચ છોડ્યો તો બદલામાં સિનીયરે થપ્પડ ઘસી દીધી, Live મેચમાં જ પાકિસ્તાની ખેલાડીએ અપમાનજનક હરકત કરી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">