IND vs SL: શ્રીલંકા સામેની સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાની ચિંતા વધી, દીપક ચાહર બાદ હવે સ્ફોટક બેટ્સમેન બહાર!
ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે 24 ફેબ્રુઆરીથી લખનૌમાં ત્રણ ટી-20 મેચોની સિરીઝ રમાવા જઈ રહી છે.
શ્રીલંકા (India Vs Sri Lanka) સામેની T20 શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ અટકી નથી. પહેલા સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચહર (Deepak Chahar) ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો, ત્યારે હવે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી મળી રહેલ સમાચાર પ્રમાણે વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ને પણ શ્રીલંકા સામેની આ હોમ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ રહેશે નહીં. આ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને ક્લીન સ્વીપ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં તેની ગેરહાજરી ટીમ માટે ચિંતા ઊભી કરી શકે છે.
બંને દેશો વચ્ચે 3 T20 મેચોની આ શ્રેણી 24 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ લખનૌમાં રમાશે જ્યારે બાકીની બે મેચ ધર્મશાળામાં રમાશે. ભારતીય ટીમ માટે આ સમયે દરેક T20 શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે વર્ષના અંતમાં યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. દરેક શ્રેણીમાં પ્રયોગો કરવાની સાથે સાથે આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ માટે ટીમની પસંદગી કરવાની છે.
🚨 UPDATE 🚨: Deepak Chahar and Suryakumar Yadav ruled out of @Paytm #INDvSL T20I Series. #TeamIndia
More Details 🔽
— BCCI (@BCCI) February 23, 2022
સૂર્યકુમારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો
સૂર્યકુમાર હાલમાં ટીમ સાથે લખનઉમાં છે. તે મંગળવારે ટીમના પ્રેક્ટિસ સેશનનો પણ ભાગ હતો. જો કે, ક્રિકબઝના સમાચાર અનુસાર, વિસ્ફોટક બેટ્સમેનને ટી20 શ્રેણી માટે અનફિટ જાહેર કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ત્રણ મેચ રમી અને 107 રન બનાવ્યા. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. આવી સ્થિતિમાં ટીમમાં તેની ગેરહાજરી ભારત માટે મુશ્કેલ બની શકે છે.
સૂર્યકુમાર સિવાય દીપક ચહર પણ આ સિરીઝનો ભાગ નહીં હોય. વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને છેલ્લી ટી20 મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો અને તેથી તેણે અધવચ્ચે જ મેદાન છોડી દીધું હતું. સમાચાર એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને કહ્યું કે, “તે શ્રેણીમાંથી બહાર છે અને એનસીએમાં રિહૈબ કરશે. ચહરે વેસ્ટ ઈન્ડિઝ સામે પણ સારી બોલિંગ કરી હતી. બંને ખેલાડીઓના આઉટ થયા પછી પણ BCCIએ કોઈ રિપ્લેસમેન્ટ માટે કહ્યું નથી કારણ કે કોરોનાને કારણે આમ કરવું મુશ્કેલ બનશે.