AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: KKR સામે કારમી હાર બાદ વિરાટ કોહલીનુ છલકાયુ દર્દ, કહ્યુ આ મેચે આંખો ખોલી દીધી

IPL 2021: કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) બીજા હાફની બીજી મેચમાં RCB ને નવ વિકેટે હરાવ્યું. વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમ મેચમાં માત્ર 93 રન જ બનાવી શકી હતી.

IPL 2021: KKR સામે કારમી હાર બાદ વિરાટ કોહલીનુ છલકાયુ દર્દ, કહ્યુ આ મેચે આંખો ખોલી દીધી
Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 9:33 AM
Share

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ના કેપ્ટન વિરાટ કોહલી IPL 2021 ના ​​બીજા ભાગમાં, KKR ના હાથે ટીમની હારથી વધારે પરેશાન દેખાતો ન હતો. જોકે, તેણે કહ્યું કે આ મેચ તેની ટીમ માટે આંખ ખોલનાર હતી. ટીમ હવે જાણે છે કે કયા વિભાગોમાં કામ કરવું જરુરી છે. પરંતુ વિરાટ કોહલી (Virat Kohli) પણ હળવો લાગી રહ્યો હતો કે, RCB પાસે ટૂર્નામેન્ટમાં હજુ છ મેચ બાકી છે. ટીમ પહેલા હાફમાં સારી રમતને કારણે પ્લેઓફ માટે દાવેદાર છે.

કોહલીએ મેચ બાદ કહ્યું, સારી ભાગીદારી હોવી જરૂરી હતી. અમને આટલી જલદી આટલી ઝાકળની અપેક્ષા નહોતી. એક વિકેટ પર 42 રન કર્યા બાદ તેણે લગભગ 20 રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તે આંખ ખોલનાર સમાન છે, બીજા તબક્કાની શરૂઆતમાં આ થવા પછી, અમે જાણ્યુ છે કે અમારે કયા ક્ષેત્રોમાં કામ કરવાનું છે.

IPL 2021 માં, 20 સપ્ટેમ્બરના રોજ, કલકાતા નાઈટ રાઈડર્સે, બીજા હાફની બીજી મેચમાં RCB ને એકતરફી રીતે નવ વિકેટે હરાવી દીધુ હતુ. KKR એ આંદ્રે રસેલ (નવ રનમાં 3 વિકેટ) અને વરુણ ચક્રવર્તી (13 રનમાં 3 વિકેટ) ની, દમદાર બોલિંગની મદદથી 19 ઓવરમાં RCB ને 92 રનમાં આઉટ કરી દીધું હતુ. લોકી ફર્ગ્યુસને પણ 24 રનમાં બે વિકેટ લીધી હતી. ઓપનર દેવદત્ત પદિકલ (22) સિવાય RCB નો કોઈ પણ બેટ્સમેન 20 રનનો આંકડો પાર કરી શક્યો નથી. જવાબમાં, KKR એ 10 ઓવરમાં 94 રન બનાવીને ઓપનર શુભમન ગિલ (48) અને નવોદિત વેંકટેશ અય્યર (અણનમ 41) વચ્ચે 82 રનની ઓપનિંગ ભાગીદારીને કારણે સરળ જીત નોંધાવી.

કોહલી, જોકે, હારથી વધારે પરેશાન નથી. અમે આઠમાંથી પાંચ મેચ જીતી છે, અમે કેટલીક મેચ હારવાની અપેક્ષા હતી. તે રમતનો એક ભાગ છે, આપણે પ્રોફેશનલ અભિગમ અપનાવવાની જરૂર છે. અમારે અમારી મજબૂત બાજુઓ અનુસાર રમવું પડશે અને અમારી યોજનાઓને અમલમાં મૂકવી પડશે.

કોહલીએ ચક્રવર્તીના વખાણ કર્યા

કોહલીએ આગામી મહિનાથી અહીં યોજાનારા T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારતીય ટીમનું નેતૃત્વ કરવાનું છે. તેથી તેણે ચક્રવર્તી (Varun Chakravarthy) ના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી છે. જે ટીમ ઈન્ડીયા (Team India) નો ભાગ બનશે. કોહલીએ કહ્યું, વરુણે ખૂબ સારી બોલિંગ કરી, જ્યારે તે ભારત માટે રમશે, ત્યારે તે અમારા માટે મહત્વનો ખેલાડી હશે. તે એક એવો ખેલાડી છે જેને નજીકના ભવિષ્યમાં ભારત તરફથી રમવાની તક મળશે. તે ખૂબ જ સારો સંકેત છે.

જીત પછી મોર્ગને શું કહ્યું?

KKR ના કેપ્ટન ઇયોન મોર્ગને કહ્યું કે, આવુ ક્યારેક જ જ્યારે કોઈ ટીમ આટલું સારું પ્રદર્શન કરે છે. મોર્ગને કહ્યું, તખૂબ ઓછી વખત આમ થતુ હોય છે જ્યારે તમે આવુ કરો છો જેવુ અમે આજે કર્યુ છે. અમારી પાસે પ્રતિભાશાળી ખેલાડીઓ છે. તેમ છતાં તમારે મેદાનમાં સારું કરવું પડશે અને અમે આજે તે કર્યું. મને નથી લાગતું કે વિકેટમાં બહુ ફેરફાર થયો છે. RCB એ સારી શરૂઆત કરી પરંતુ પાવરપ્લેના અંતે વિકેટે અમારા માટેની બાબતોને બદલી નાંખી.

આ પણ વાંચોઃ IPL 2021: આજે રાજસ્થાન સામે ધમાલ મચાવી આ ધૂંઆધાર બેટ્સમેન મનાવી શકે છે ‘જન્મદિવસ’, જે T20 ક્રિકેટનો બળિયો કહેવાય છે

આ પણ વાંચોઃ IPL 2021 Purple Cap: વિકેટો ખેરવવામાં આગળ RCB નો આ બોલર બીજી મેચ બાદ પણ સિઝનમાં હજુ પણ નંબર-1, પર્પલ કેપ રેસમાં આગળ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">