IPL 2021 Purple Cap: વિકેટો ખેરવવામાં આગળ RCB નો આ બોલર બીજી મેચ બાદ પણ સિઝનમાં હજુ પણ નંબર-1, પર્પલ કેપ રેસમાં આગળ
IPL માં પર્પલ કેપ (Purple Cap 2021) મેળવવી દરેક બોલરનું સપનું હોય છે. તે બોલરને આપવામાં આવે છે જેણે લીગની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી છે.
IPL 2021 ના બીજા તબક્કાની ની બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને કલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાઇ હતી. આ મેચ સાથે તેઓેએ બીજા તેમના તબક્કાની રમતની શરૂઆત કરી હતી. આ મેચ KKR માટે ખૂબ મહત્વની હતી. કારણ કે ટીમ પોઈન્ટ ટેબલ (IPL Point Table) માં સાતમા ક્રમે હતી. આ સાથે, લીગની 31 મેચ પૂર્ણ થઈ છે. પ્રથમ મેચ બાદ પર્પલ કેપ (Purple Cap 2021) રેસમાં બહુ ફેરફાર થયો ન હતો. અને, બીજા ચરણની બીજી મેચ એટલે કે સિઝનની 31 મી મેચ પછી પણ પરીસ્થિતિ યથાવત છે.
દરેક સીઝનની જેમ આ વખતે પણ પર્પલ કેપ રેસ શરૂઆતથી જ ખૂબ જ રોમાંચક રહી હતી. દરેક બોલર ની કોશિષ હોય છે કે સીઝનના અંતે તેના માથા પર પર્પલ કેપ સજી શકે. આ કેપ દરેક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને આપવામાં આવે છે. લીગ દરમિયાન દરેક મેચ બાદ, સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં ટોચ પર રહેનાર બોલરને આ પર્પલ કેપ મળે છે, ઘણી વખત આ સ્થિતિ દરેક મેચ બાદ બદલાય છે. જોકે આ વખતે કહાની થોડી અલગ છે.
હર્ષલ પટેલ રેસમાં ટોપ પર
અંતિમ સીઝનમાં દિલ્હી કેપિટલ્સના કાગીસો રબાડાના માથા પર પર્પલ કેપ સજાવવામાં આવી હતી. જોકે આ વખતે તે ટોપ 10 માં પણ નથી. તેની જગ્યાએ, આ વખતે ઘણા યુવા ખેલાડીઓ ટોચના બોલરોમાં સામેલ છે. RCB ના હર્ષલ પટેલ (Harshal Patel) ટોચના સ્થાને રહ્યો. તે આ સિઝનમાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે, તેણે 17 મેચમાં 30 વિકેટ લીધી છે. જો કે, લીગની 31 મેચ બાદ, તે પર્પલ કેપ રેસમાં મોટાભાગના સમય માટે આ યાદીમાં ટોચ પર રહ્યો છે.
આ છે પર્પલ કેપના ટોચ 5 બોલર
- હર્ષલ પટેલ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ 8 મેચ 17 વિકેટ
- આવેશ ખાન, દિલ્હી કેપિટલ્સઃ 8 મેચ 14 વિકેટ
- ક્રિસ મોરિસ, રાજસ્થાન રોયલ્સઃ 7 મેચ 14 વિકેટ
- રાહુલ ચાહર, મુંબઈ ઈન્ડીયન્સઃ 8 મેચ 11 વિકેટ
- રાશિદ ખાન, સનરાઇઝર્સ હૈદરાબાદઃ 7 મેચ 10 વિકેટ