AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: વિરાટ કોહલી માટે UAE નો પ્રવાસ કાંટાળો બની શકે છે, ફાઇનલ ચૂકતા જ કેપ્ટનશિપ ચૂકી જવાનો ડર!

કોહલી (Virat Kohli) એ વર્કલોડનુ બહાનુ ધરીને ટીમ ઇન્ડીયા (Team India) માટે T20 ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડી દીધી છે. જોકે ટીમ ઇન્ડીયા કરતા વધુ વર્કલોડ IPL માં રહેતો હોવાનો દાવો BCCI ના અધિકારીએ કર્યો છે.

IPL 2021: વિરાટ કોહલી માટે UAE નો પ્રવાસ કાંટાળો બની શકે છે, ફાઇનલ ચૂકતા જ કેપ્ટનશિપ ચૂકી જવાનો ડર!
Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 4:44 PM
Share

T20 ફોર્મેટ માટે ટીમ ઇન્ડીયા (Team India) ની કેપ્ટનશિપ છોડી દેવાનો નિર્ણય વિરાટ કોહલી (Virat Kohli) એ જાહેર કરી દીધો છે. ત્યાર બાદ થી તેને લઇને ચર્ચાઓ વર્તાઇ રહી છે કે, તેના બાદ કોણ હોઇ શકે છે. પરંતુ હવે સવાલ એ વાતનો એ પણ થઇ રહ્યો છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની કેપ્ટનશીપ પણ કેટલી ટકશે. કારણ કે કોહલી માટે હવે IPL 2021 ની ટૂર્નામેન્ટ પણ મુશ્કેલ સાબિત થઇ શકે છે. કારણ કે આરસીબી ને તે એક પણ વાર આઇપીએલ ટાઇટલ જીતાડી શક્યો નથી.

વિરાટ કોહલીના માટે કેપ્ટનશિપ તરીકેનો ભાર હવે ભારે થઇ લાગવા લાગી રહ્યો છે. જે ભારને હળવો કરવા માટે સૌથી પહેલા તેણે ભારતીય ટીમના T20 ફોર્મેટના કેપ્ટન પદને છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. આ માટે તેણે કારણ ધર્યુ હતુ કે, તે તેનો વર્કલોડ ઘટાડો કરવા કેપ્ટનશિપ છોડી રહ્યો છે. પરંતુ હવે T20 ફોર્મેટની ટૂર્નામેન્ટ આઇપીએલમાં પણ હવે તેની કેપ્ટનશીપ મુશ્કેલીમાં લાગી રહી છે. આઇપીએલની કેપ્ટનશીપ પણ આંતરરાષ્ટ્રીય ટીમ જેટલો જ ભાર ધરાવતી હોય છે.

RCB માટે હવે વિરાટ કોહલીની કેપ્ટનશીપ અંતિમ માનવામાં આવી રહી છે. કોહલીએ પોતાની કેપ્ટનશિપ જાળવી રાખવા માટે યુએઇમાં હવે ટીમને આઇપીએલ ટાઇટલ જીતાડવુ જરુરી બની ચુક્યુ છે. તેણે આ સાથે જ ટીમને ફાઇનલમાં પણ પહોંચાડવી જરુરી છે. જો બેંગ્લોરની ટીમ ફાઇનલમાં પહોંચવાથી દૂર રહે છે તો, કોહલીએ કેપ્ટનશિપ છોડવી પડી શકે છે.

ટીમ ઇન્ડીયા કરતા IPL માં વધારે વર્કલોડ છે

મીડિયા રિપોર્ટ મુજબ BCCI ના એક અધિકારીએ કહ્યુ હતુ કે, કોહલી તરફ થી આ કેવુ એલાન હતુ? શુ તમને લાગે છે કે વર્કલોડની સમસ્યા હલ થઇ ગઇ છે? તેમણે કહ્યુ હતુ કે, મે ક્યાંક વાંચ્યુ હતુ કે કોરોના મહામારી બાદ ડિસેમ્બર 2020 બાદ ભારતીય ટીમે લગભગ 8 T20 મેચ રમી છે. મને લાગે છે કે, આઇપીએલની મેચ વધારે રમી હશે. આઇપીએલમાં કેપ્ટનશીપ કરવી એ આસાન વાત નથી. આ ટૂર્નામેન્ટ હાલના દિવસોમાં ખૂબ મુશ્કેલ બની રહી છે.

આગળ કહ્યુ, શુ તો હવે આરસીબીની કેપ્ટનસીપ પણ છોડી દેશે? વર્કલોડની સમસ્યા હજુ સમાપ્ત થઇ નથી. બેટીંગમાં સફળતાઓ હાંસલ કરવા બાદ પણ વિરાટ કોહલી, મર્યાદિત ઓવરના ક્રિકેટ ફોર્મેટમાં અને વિશેષ રુપે તો T20 ફોર્મેટમાં કેપ્ટનશિપમાં તે સફળ રહ્યો નથી.

વિરાટ કોહલીની આવી રહી છે આઇપીએલમાં કેપ્ટશીપ

RCB આઇપીએલનુ ટાઇટલ જીતવામાં સફળ રહી શકી નથી. તો વળી ટીમ ઇન્ડીયાના T20 ફોર્મેટમાં વાઇસ કેપ્ટન રોહિત શર્મા એવા સમયે 5 વાર આઇપીએલ ટ્રોફી જીતાડી છે, જ્યારે કોહલી આરસીબીની કેપ્ટનશીપ નિભાવી રહ્યો છે. તો કોહલીની ટીમ તેની સામે પ્લેઓફમાં માંડ પહોંચી શકે છે. કોહલીએ છેલ્લા પાંચ વર્ષમાં તેની ટીમને 2016 અને 2020 માં એમ બે જ વાર પ્લેઓફ ક્વોલીફાઇ કરાવી હતી.

તો વળી 2017 અને 2019માં તો કોહલીની ટીમની સ્થિતી અત્યંત કંગાળ રહી હતી. પોઇન્ટ ટેબલમાં કોહલીની ટીમ આરસીબી આ બંને સિઝનમાં તળીયા પર રહી હતી. એટલે કે સૌથી છેલ્લે રહી હતી. તે સિઝનમાં જ્યારે રોહિત શર્મા (Rohit Sharma) મુંબઇ માટે ટ્રોફી ઉઠાવી રહ્યો હતો. તો વળી 2018માં બેંગ્લોરની ટીમ છઠ્ઠા સ્થાને રહી હતી. IPL 2021 માં કોહલી ટીમ 7 મેચ રમી ચુકી છે. હવે તેણે ટીમને ટ્રોફી અપાવવી અને કમશે કમ ફાઇનલની સફર કરાવવી જરુરી બની ગઇ છે.

આ પણ વાંચોઃ Team India: ટીમ ઇન્ડીયાના હેડ કોચની ભૂમિકા ક્યાં સુધી નિભાવશે એ વાત પર આખરે રવિ શાસ્ત્રી એ પાડ્યો ફોડ, કહ્યુ આમ

આ પણ વાંચોઃ Team India: જે કોચની કાર્યપદ્ધતી સામે વાંધો હતો, એની સાથે જ હવે વિરાટ કોહલીએ ટીમનો ‘હિસ્સો’ રહેવુ પડશે!

g clip-path="url(#clip0_868_265)">