INDvsENG: માન્ચેસ્ટર ટેસ્ટ રદ થવા બાદ ECBએ ICCના દરવાજા ખટખટાવ્યા, મેચ અને સિરીઝના નિર્ણય અંગે મદદ માંગી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રદ કરી દેવામાં આવી હતી. તેના બાદ સિરીઝના નિર્ણયને લઈને હજુ સુધી સ્થિતી સ્પષ્ટ થઇ શકી નથી.
ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી. આ શ્રેણીની નિર્ણાયક મેચ હતી, જે શ્રેણી નક્કી કરનાર હતી.
પરંતુ અંતિમ મેચ રદ થવાને કારણે શ્રેણીનું ભવિષ્ય પણ અધ્ધરતાલ લટકી ગયું. મીડિયાના અહેવાલ અનુસાર હવે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (England and wales Cricket Board) પાંચમી ટેસ્ટ મેચ અને શ્રેણીના નિર્ણય અંગે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને પત્ર લખ્યો છે. આમ શ્રેણી નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
પાંચમી ટેસ્ટ મેચ શરૂ થવાના ત્રણ કલાક પહેલા રદ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ તેના કેમ્પમાં કોવિડ 19 ના કેસોને કારણે મેદાન લેવાનો ઈનકાર કર્યો હતો. બુધવારે, ટીમનો બીજો ફિઝિયો યોગેશ પરમારનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો, જેના કારણે ટીમમાં કોવિડનો ભય ફેલાયો હતો.
રદ થયેલી મેચ ફરીથી આયોજીત કરવાની આશા છે, જે સંભવત આગામી ઉનાળામાં જ્યારે ભારતીય ટીમ વનડે અને T20I માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ECBના ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હેરિસને શુક્રવારે કહ્યું હતું કે તે મેચને એકમાત્ર ટેસ્ટ મેચ તરીકે જોવામાં આવશે, વર્તમાન શ્રેણીના ભાગરૂપે નહીં. જો આવું થાય તો તે મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ નહીં બને અને પછી બંને દેશો વચ્ચેની વર્તમાન શ્રેણીનો નિર્ણય લેવો પડશે. ECBએ જ વસ્તુ ICC સમક્ષ મૂકી રહી છે.
બે નિર્ણય હોઈ શકે છે
આ બાબતે સંભવતઃ બે નિર્ણયો હોઈ શકે છે. જો આઈસીસીની વિવાદ નિવારણ સમિતિ (ડીઆરસી) આઈસીસીના નિયમો હેઠળ કોવિડને કારણે આ મેચ રદ થવાને માને છે તો પાંચમી ટેસ્ટ મેચ અમાન્ય ગણવામાં આવશે અને શ્રેણીને ચાર મેચની શ્રેણી બનાવવામાં આવશે. તેથી આ શ્રેણીની પાંચમી ટેસ્ટ મેચ પહેલા ભારત શ્રેણીમાં 2-1થી આગળ હતું. બીજો વિકલ્પ એ છે કે સમિતિ ધારે છે કે ભારત મેચ હારી ગયું છે અને મેચ ઈંગ્લેન્ડને આપે છે. આવી સ્થિતિમાં શ્રેણી 2-2ની બરાબરી પર રહેશે.
આ છે ડબલ્યૂટીસીના નિયમ
WTCના રમવાના નિયમ ટીમોને અમુક શરતો હેઠળ નિશ્ચિત સ્થિતીમાં મેચ ન રમવાની પરવાનગી આપી છે. આ સંજોગો છે, કોઈ પણ મેચ જે એક અથવા બંને ટીમો દ્વારા રમી ન શકાય તેવી સ્થિતિને કારણે રમી શકાતી નથી. તે પોઈન્ટ ટકાવારીની ગણતરીમાં ગણાશે નહીં. ICCનો નિર્ણય સમિતિના નિર્ણય પર નિર્ભર છે. ડબ્લ્યુટીસીમાં એવી જોગવાઈઓ છે જે ટીમોને કોવિડની અસરોને કારણે ટીમોને મેદાનમાં ન ઉતારવાની મંજૂરી આપે છે.
BCCI મક્કમ છે કે આ નિયમ પાંચમી ટેસ્ટ મેચની સ્થિતિમાં લાગુ થવો જોઈએ. જોકે, હેરિસને શુક્રવારે સ્પષ્ટ કરી દીધું હતું કે ECB કોવિડને કારણે આ મેચને રદ્દ કરવાનું વિચારી રહી નથી. કારણ કે ECBની નજરમાં ભારતની 20 સભ્યોની ટીમમાં કોવિડના કોઈ કેસ નથી. જેનો અર્થ છે કે ટીમને છોડી શકાય છે. ઉલટું, હેરિસને કહ્યું હતું કે આ માનસિક સ્વાસ્થ્ય અને સલામતીને કારણે લેવામાં આવેલો નિર્ણય છે.
ICC આ કામ કરશે
ECB આ મામલે અનિશ્ચિતતા વધારવા માંગતું નથી, તેથી તેણે આ મામલે આઈસીસીને પત્ર લખીને પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. પ્રક્રિયા શરૂ થયા બાદ આઈસીસી માન્ચેસ્ટર ટેસ્ટમાં શું થયું તે અંગે સ્વતંત્ર અહેવાલ આપશે. આ પછી આ રિપોર્ટ DRC સમક્ષ રજૂ કરવામાં આવશે જે તેના પર નિર્ણય કરશે. આ અંગે સમિતિનો નિર્ણય અંતિમ રહેશે.