AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021, RCB vs DC: દિલ્હી સામે બેંગ્લોરે અંતિમ બોલે છગ્ગો ફટકારી 7 વિકેટે મેળવી રોમાંચક જીત, શ્રીકર અને મેક્સવેલની ફીફટી

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) 10 મેચ જીતી હતી. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) લીગ તબક્કામાં 8 મેચ જીતી ચુક્યુ છે.

IPL 2021, RCB vs DC: દિલ્હી સામે બેંગ્લોરે અંતિમ બોલે છગ્ગો ફટકારી 7 વિકેટે મેળવી રોમાંચક જીત, શ્રીકર અને મેક્સવેલની ફીફટી
AB de Villiers-K.S Bharat
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 11:15 PM
Share

IPL 2021 ની 56 મી મેચ દુબઇમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે મેચ રમાઇ હતી. બંને ટીમો પહેલા થી જ પ્લેઓફ (PlayOff) ની ટીકીટ કાપી ચુકી હતી. વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 5 વિકેટે 164 રન કર્યા હતા. જવાબમાં શ્રીકર ભરત (Srikar Bharat) ના અર્ધશતક સાથે RCB એ 3 વિકેટે 166 રન અંતિમ બોલે છગ્ગો ફટકારીને જીત મેળવી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બેટીંગ

રન ચેઝ કરવા માટે પિચ પર આવેલી વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલની ટીમ માત્ર 6 રનના સ્કોર પર જ પેવિલિયન પરત પહોંચી ગઇ હતી. પડિક્કલ તેના પ્રથમ બોલ પર આઉટ થયો હતો, એટલે કે ગોલ્ડન ડક આઉટ થયો હતો. જ્યારે કોહલી 8 બોલનો સામનો કરીને 4 રન કરી આઉટ થયો હતો. બંને ઓપનરોની વિકેટ ગુમાવતા આરસીબીની ટીમે ધીમી શરુઆત કરી હતી.

શ્રીકર ભરતે અર્ધશતક ફટકાર્યુ હતુ, તેણે અંતિમ બોલે છગ્ગો લગાવીને જીત અપાવી હતી. 52 બોલમાં 78 રન ફટકાર્યા હતા. જેમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. જ્યારે ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell) અર્ધશતક 32 બોલમાં ફટકાર્યુ હતુ. તે 53 રન પર અણનમ રહ્યો હતો. એબી ડિવિલીયર્સ 26 બોલમાં 26 રન કરીને આઉટ થયો હતો. તે અક્ષર પટેલનો શિકાર થયો હતો. તેમે 1 છગ્ગો અને 2 ચોગ્ગા લગાવ્યા હતા.

અંતિમ ઓવર રોમાંચ થી ભરેલી

અંતિમ ઓવરમાં 15 રનની જરુર હતી મેક્સવેલે આવેશ ખાનના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બીજા બોલે 2 રન લીધા હતા. ત્રીજા બોલે એક રન લીધો હતો. ચોથો બોલ ડોટ રહ્યો હતો. પાંચમાં બોલે 2 રન લીધા હતા. અંતિમ બોલ વાઇડ રહ્યો હતો. આમ અંતિમ બોલ પર શ્રીકર ભરતે છગ્ગો લગાવીને આરસીબીને જીત અપાવી હતી.

દિલ્હી કેપિટલ્સ બોલીંગ

એનરિક નોર્ત્જેએ રમતને શરુઆત થી જ દિલ્હીના પક્ષમાં લાવીને મુકી દીધી હતી. તેણે બંને ઓપનરોની વિકેટ સસ્તામાં જ ઝડપી લીધી હતી. તેના કમાલને લઇને દિલ્હી હાવી થઇ શક્યુ હતુ. જોકે ભરત અને મેક્સવેલની વિકેટ લેવી મુશ્કેલ બની હતી. 4 ઓવરમાં નોર્ત્જેએ 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 3 બોલમાં 1 વિકેટ મેળવી હતી. કાગીસો રબાડાએ 4 ઓવરમાં 37 રન આપ્યા હતા. અશ્વિને 1 ઓવર કરીને 11 રન આપ્યા હતા. રિપલ પટેલે 3 ઓવરમાં 22 રન આપ્યા હતા.

દિલ્હી કેપિટલ્સ બેટીંગ

ટોસ હારીને દિલ્હી કેપિટલ્સના ઓપનર મેદાને ઉતર્યા હતા. બંને ઓપનરો પૃથ્વી શો અને શિખર ધવને શાનદાર શરુઆત દિલ્હીને અપાવી હતી. બંને વચ્ચે 88 રનની ભાગીદારી રમત રમાઇ હતી. શિખર ધવન 35 બોલમાં 43 રન કરી ને આઉટ થયો હતો. તેણે 35 બોલની રમેલી ઇનીંગમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. પૃથ્વી શોએ 31 બોલમાં 48 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા.

કેપ્ટન ઋષભ પંતે 8 બોલમાં 10 રન કર્યા હતા. તે ઝડપ થી પેવેલિયન પરત પહોંચ્યો હતો. શ્રેયસ ઐય્યરે 18 બોલમાં 18 રન કર્યા હતા. સિમરોન હેટમેયરે 22 બોલમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા વડે 29 રન કર્યા હતા. રિપલ પટેલ અણનમ રહી 7 કર્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બોલીંગ

આરસીબીના બોલરોએ વિકેટ ને શોધવી પડી હતી, જે મોકો પહેલા તો દિલ્હીના ઓપનરોએ જલ્દી આપ્યો નહોતો. 11 મી ઓવરમાં આરસીબીને પ્રથમ સફળતા યુઝવેન્દ્ર ચહલે અપાવી હતી. તેણે 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલે 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ડેનિયલ કિશ્વને 2 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. મોહંમદ સિરાજે એક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ IPL 2021: સૂર્યાકુમાર યાદવે રમી લીધી ‘મોટી’ ઇનીંગ, ચોગ્ગા અને છગ્ગા વડે હૈદરાબાદને મેદાનમાં પરેસેવો વળાવી દીધો

આ પણ વાંચોઃ IPL 2021: ઇશાન કિશનની રમતે તોડી દીધા આ મોટા રેકોર્ડ, મુંબઇ એ હૈદરાબાદના બોલરોને ઝુડી કાઢ્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">