IPL 2021: સૂર્યાકુમાર યાદવે રમી લીધી ‘મોટી’ ઇનીંગ, ચોગ્ગા અને છગ્ગા વડે હૈદરાબાદને મેદાનમાં પરેસેવો વળાવી દીધો
સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) ધુંઆધાર અંદાજમાં બેટિંગ કરતી વખતે પોતાની કારકિર્દીની શ્રેષ્ઠ ઈનિંગ રમી છે. સૂર્યાએ 40 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની છેલ્લી લીગ મેચમાં સ્મોકી રન બનાવવામાં આવ્યા છે. પહેલા ઈશાન કિશને (Ishan Kishan) હંગામો મચાવ્યો અને તે પછી સૂર્યકુમાર યાદવે મહેફિલ લૂંટી લીધી. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે, મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ના સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) ધુંઆધાર અંદાજમાં બેટિંગ કરતી વખતે તેની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી છે.
સૂર્યકુમારે ધમાકેદાર સ્ટાઇલમાં ફીફટી ફટકારી છે. પોતાની શાનદાર બેટિંગના જોરે તેણે મુંબઈનો સ્કોર 200 રનની પાર લઈ ગયો હતો. સૂર્યાએ 40 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી.
સૂર્ય કુમાર યાદવે ઇનિંગની 17 મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગા સાથે 24 દડામાં પોતાની ઇનિંગ પૂર્ણ કરી હતી. આઇપીએલમાં સૂર્યકુમારની આ સૌથી ઝડપી અર્ધસદી છે. આ ઇનિંગમાં તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. ફિફ્ટી પૂરી કર્યા પછી, સુર્યાએ પોતાની ઇનિંગ લંબાવ્યા અને 82 રન બનાવ્યા બાદ આઉટ થયા. આ ઇનિંગમાં તેણે 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. મુંબઈએ નવ વિકેટે 235 રન બનાવ્યા હતા.
ચોગ્ગાની હેટ્રીક અને હેલ્મેટથી ટકરાયો બોલ
સૂર્યકુમારે ઉમરાન મલિકની ઓવરમાં ચોગ્ગાની હેટ્રિક ફટકારી હતી. ઓવરનો બીજો બોલ સાહાના હાથમાંથી ચોક્કો મારવા ગયો, જ્યારે તેનો આગળનો બોલ એક્સ્ટ્રા કવરમાં ચોગ્ગા માટે ગયો. પાંચમા બોલ પર સૂર્યકુમારે બેકવર્ડ પોઇન્ટ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઉમરાન મલિકનો એક બોલ સૂર્યકુમાર યાદવના હેલ્મેટ સાથે અથડાયો હતો.
સૂર્યકુમાર પુલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને બોલ તેના હેલ્મેટ સાથે અથડાયો. તે પીડામાં જણાયો, ફિઝિયોએ આવીને તપાસ કરી અને સૂર્યકુમારે ફરી બેટ ઉપાડ્યુ હતુ. છેલ્લી પાંચ ઓવરમાં મુંબઈ ઈન્ડીયન્સ માટે 58 રન થયા હતા. આ દરમિયાન સૂર્ય કુમારે ઝડપી રન બનાવ્યા હતા.
ઇશાન કિશને ફટકારી ઝડપી ફીફટી
મુંબઈને માત્ર મેચ જીતવાની જ જરૂર નથી, ચોથા પ્લેઓફની રેસમાં કોલકાતા નાઈટ રાઈડર્સને પછાડવા માટે તેમને SRH ને 171 રન કે તેથી વધુથી હરાવવાની જરૂર હતી. ઇશાન કિશને પણ શાનદાર ઇનિંગ રમી અને 16 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી. ઇશાન કિશન અને સૂર્યકુમારે શાનદાર બેટિંગ કરી હતી.
કિશને SRH ના બોલરોને રીતસરના ઝુડી નાંખ્યા હતા. મુંબઈ ઈન્ડીયન્સે ઇનિંગ્સની તોફાની શરૂઆત કરી અને માત્ર 4 ઓવરમાં 50 રન પૂરા કર્યા. ઈશાન કિશને બીજી ઓવરમાં જ 4 ચોગ્ગા ફટકારી મુંબઈને આક્રમક શરૂઆત અપાવી હતી.