IPL 2021: ઇશાન કિશનની રમતે તોડી દીધા આ મોટા રેકોર્ડ, મુંબઇ એ હૈદરાબાદના બોલરોને ઝુડી કાઢ્યા

મુંબઈ (Mumbai Indians) ને પ્લેઓફમાં પહોંચવા માટે મોટા સ્કોર અને વિશાળ માર્જિન સાથે આ મેચ જીતવાની જરૂર હતી અને આવી સ્થિતિમાં ટીમના બેટ્સમેનોએ હૈદરાબાદના બોલરોને જોરદાર રીતે હરાવ્યા.

IPL 2021: ઇશાન કિશનની રમતે તોડી દીધા આ મોટા રેકોર્ડ, મુંબઇ એ હૈદરાબાદના બોલરોને ઝુડી કાઢ્યા
Ishan Kishan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 10:09 PM

IPL 2021 માં લીગ સ્ટેજના છેલ્લા દિવસે આવું તોફાન જોવા મળ્યું હતું, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જે રમતે રેકોર્ડ તોડી નાખ્યા અને ટૂર્નામેન્ટના રોમાંચને શિખર પર પહોંચાડી દીધો હતો. અબુ ધાબીમાં મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (MI vs SRH) વચ્ચે રમાયેલી મેચમાં બોલરો ઉડી ગયા હતા.

ઇશાન કિશને (Ishan Kishan) જબરદસ્ત શરૂઆત આપી, જેણે આ સિઝનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. ઈશાનની અંધાધૂંધ રમેલી અડધી સદીની મદદથી મુંબઈ એ, પાવરપ્લેમાં આ સિઝનમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. એટલું જ નહીં, ઇશાને સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી પણ ફટકારી હતી.

મુંબઈને પ્લેઓફમાં સ્થાન મેળવવાની બહુ ઓછી તક હતી અને આ માટે, ટીમને ઓછામાં ઓછા 171 રનના લગભગ અશક્ય માર્જિનથી જીતવાની જરૂર હતી. જે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે KKR ના રન રેટને વટાવી શકે છે. આ માટે ટીમને પણ જબરદસ્ત શરૂઆતની જરૂર હતી અને તે તેના ઓપનરોએ આપી હતી.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

પાવર પ્લેમાં વરસાવી આગ, રેકોર્ડ કર્યો ખાક

છેલ્લી મેચમાં રાજસ્થાન સામે ઝડપી અડધી સદી ફટકારનાર ઈશાને આ વખતે પણ વધુ ઝડપી બેટિંગ કરી. પ્રથમ ઓવરથી જ રનનો વરસાદ શરૂ કર્યો. બીજી ઓવરમાં ઈશાન કિશને સિદ્ધાર્થ કૌલ પર સતત ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી પણ તેણે દરેક બોલરને નિશાન બનાવ્યા અને માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી. આ સમયે, રોહિતને ઘણી તકો મળી ન હતી, પરંતુ તેણે કેટલીક બાઉન્ડ્રી પણ મેળવી હતી.

ઈશાન અને રોહિતની તોફાની શરૂઆતની મદદથી મુંબઈએ પાવરપ્લેમાં જ 83 રન બનાવ્યા હતા. રોહિત શર્મા પાવરપ્લેની છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. આ રીતે મુંબઈનો સ્કોર પ્રથમ 6 ઓવરમાં 1 વિકેટના નુકસાને 83 રન હતો. આ સિઝનમાં પાવરપ્લેમાં આ સર્વોચ્ચ સ્કોર છે. મુંબઈના દિગ્ગજોએ આ મામલે રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ તોડી નાખ્યો હતો, જેમણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 81 રન બનાવ્યા હતા.

7 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી

મુંબઈની ટીમ અહીં રોકાઈ નથી. પાવરપ્લેની અંધાધૂંધ શરૂઆત બાદ મુંબઈએ આગામી થોડીક ઓવરોમાં આ જ હુમલો ચાલુ રાખ્યો અને માત્ર 10 ઓવરમાં 131 રન બનાવ્યા. આ સમય સુધીમાં મુંબઈની 3 વિકેટ પડી ગઈ હતી. આ રીતે મુંબઈએ આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ 10 ઓવરમાં સૌથી વધુ રનના રેકોર્ડની બરાબરી કરી. આ પહેલા 2014 માં પંજાબે પણ 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ IPL 2021, MI Vs SRH: મુંબઇ ઇન્ડીયન્સે પ્લેઓફની આશાએ રનનુ વંટોળ સર્જયુ, હૈદરાબાદ સામે 235 રન ખડક્યા

આ પણ વાંચોઃ IPL 2021, RCB vs DC: બેંગ્લોર સામે દિલ્હી કેપિટલ્સે 5 વિકેટે 165 રનનો પડકાર રાખ્યો, પૃથ્વી અને ધવન અર્ધશતક ચૂક્યા

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">