IPL 2021 Purple Cap: રાજસ્થાનની પાંચ વિકેટ ખેરવનારો અર્શદિપ સિંહ પર્પલ કેપની રેસમા સામેલ થયો, પ્રદર્શને કરાવ્યો જબરદસ્ત ફાયદો
IPL 2021 માં, પર્પલ કેપ (Purple Cap) બોલરને આપવામાં આવે છે જેણે લીગની સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય. આ માટે, પૂરી લીગમાં જબરદસ્ત હરીફાઈ ચાલતી રહેતી હોય છે.
IPL માં મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings) વચ્ચે મેચ રમાઈ હતી. બીજા તબક્કામાં બંને ટીમોની આ પ્રથમ મેચ હતી, જે રાજસ્થાન જીતી હતી. પરંતુ પંજાબનો બોલર અર્શદીપ સિંહ (Arshdeep Singh) પર્પલ કેપ (Purple Cap) ની રેસમાં જોડાવામાં સફળ રહ્યો છે. આ ડાબા હાથના બોલરે ચોથું સ્થાન મેળવ્યું છે. જોકે RCB નો હર્ષલ પટેલ (Harshal Patel) હજુ પણ ટોચ પર છે.
IPL ના બીજા તબક્કાની શરૂઆત સાથે જ પર્પલ અને ઓરેન્જ કેપ (Orange Cap) ની રેસ પણ ફરી શરૂ થઈ ગઈ છે. વિશ્વની સૌથી મોટી લીગમાં ટીમને ટાઇટલ અપાવવા ઉપરાંત જે માટે ખેલાડીઓ પોતાનો સંપૂર્ણ જીવ રેડી દે છે તે પર્પલ કેપ અને ઓરેન્જ કેપ છે. પર્પલ કેપની વાત કરીએ તો દર વર્ષે સિઝનના અંતે આ સ્પેશિયલ કેપ તે ખેલાડીને આપવામાં આવે છે. જેણે તે સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય. પુરી લીગ દરમ્યાન દરેક મેચ પછી, આ કેપ તે ખેલાડીના માથા પર હોય છે, જે તે સમયે આ યાદીમાં સૌથી વધુ ઉપર રહ્યો હોય છે.
રાજસ્થાન રોયલ્સ VS પંજાબ કિંગ્સ મેચ બાદ પર્પલ કેપ રેસ
પર્પલ કેપની વાત કરીએ તો તે હજુ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર હર્ષલ પટેલના માથાને શોભે છે. તેના ખાતામાં આઠ મેચમાં 17 વિકેટ છે. બીજા તબક્કાની પ્રથમ મેચમાં તે KKR સામે એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. આ લિસ્ટમાં દિલ્હી કેપિટલ્સના યુવા બોલર આવેશ ખાન બીજા નંબરે છે, જેમના નામે 14 વિકેટ છે. આ સમયે રાહુલ ચાહર ચાર નંબરથી પાંચમાં સ્થાને આવી ગયો છે.
આ છે પર્પલ કેપના ટોચના 5 બોલર
1. હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)- 7 મેચ, 17 વિકેટ- 2. અવેશ ખાન (દિલ્હી કેપિટલ્સ) – 8 મેચ, 14 વિકેટ 3. ક્રિસ મોરિસ (રાજસ્થાન રોયલ્સ) – 8 મેચ, 14 વિકેટ 4. અર્શદીપ સિંહ (પંજાબ કિંગ્સ) – 8 મેચ, 12 વિકેટ 5. રાહુલ ચાહર (મુંબઈ ઈન્ડિયન્સ) – 8 મેચ, 11 વિકેટ