IPL 2021: એક સ્થાન માટે મુંબઇ, કોલકાતા અને રાજસ્થાન વચ્ચે આકરી ટક્કર, જાણો પ્લેઓફનુ ગણિત

પ્લે ઓફ (Playoff) માં ચોથા નંબર માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડીયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આકરી સ્પર્ધા છે.

IPL 2021: એક સ્થાન માટે મુંબઇ, કોલકાતા અને રાજસ્થાન વચ્ચે આકરી ટક્કર, જાણો પ્લેઓફનુ ગણિત
Mumbai Indians
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 10:41 AM

IPL 2021 ના ​​પ્લેઓફ (Playoff) માં હવે એક સ્થાન બાકી છે અને તેના દાવેદાર ત્રણ 3 ટીમો છે. ઇન્ડીયન T20 લીગની 14 મી સીઝનની આ વાસ્તવિકતા છે. આકરી સ્પર્ધા એ જ રોમાંચ છે. બાકીના ત્રણ સ્થાનો પર 3 ટીમો દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે. પ્લેઓફમાં પ્રથમ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) હતી. બીજી ટીમનું ટાઇટલ દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) હાંસલ કર્યું હતું. ત્રીજી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) હતી.

બેંગલોર અને દિલ્હીએ સતત બીજા વર્ષે પ્લેઓફમાં પોતાનુ જગ્યા નક્કી કર્યુ છે. આ દરમ્યાન ચેન્નાઈની ટીમ, જે ગત સિઝનમાં પ્રથમ પ્લેઓફની રેસમાંથી બહાર હતી, તે આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ રહી છે.

હવે કઈ ફોર્મ્યુલા બાકી રહેલ એક પોઝિશનનું ગણિત સુલઝાવશે.તે જણાવતા પહેલા પ્લેઓફની તાજી પરિસ્થિતી પર એક નજર નાખવી જરૂરી છે. હાલમાં ચેન્નાઈ અને દિલ્હી બંનેના 18-18 પોઈન્ટ છે. પરંતુ, વધુ સારા રન રેટને કારણે ચેન્નાઈ ટોચના સ્થાને છે. આ સાથે જ પંજાબ કિંગ્સને હરાવ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 16 પોઈન્ટ છે અને આ ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. જોકે પંજાબ કિંગ્સ પણ પ્લેઓફની રેસમાં હતી, પરંતુ 3 ઓક્ટોબરના રોજ RCB સામેની હારથી તેની આશાઓ ધોવાઈ ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

પ્લેઓફમાં ‘નંબર 4’ માટે 3 દાવેદાર

હવે પ્લેઓફની આ એક પોઝિશન બાકી છે, એટલે કે ચોથો નંબર. જેના માટે એક નહીં પણ ત્રણ દાવેદાર છે. પ્લે ઓફમાં ચોથા નંબર માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડાયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સ્પર્ધા છે. આ ત્રણ ટીમોમાં કોલકાતા 13 મેચ બાદ 12 પોઇન્ટ ધરાવે છે અને હાલમાં ચોથા નંબરે છે. 12 મેચ બાદ રાજસ્થાન અને મુંબઈના 10-10 પોઇન્ટ છે અને તે બંને 6 અને 7 નંબર પર છે.

કોલકાતાનું ગણિત

હવે આ ત્રણ ટીમોમાં કોલકાતાની ટીમ ત્યારે જ પ્લેઓફમાં પહોંચી શકે છે, જ્યારે તેઓ તેમની છેલ્લી મેચ જીતી લે. આ ટીમનો પ્લસ પોઇન્ટ એ છે કે તેનો નેટ રન રેટ પણ સારો છે. પરંતુ સમસ્યા એ છે કે કોલકાતાએ પોતાની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમવાની છે, જે ટીમ પોતે પ્લેઓફની રેસમાં છે અને તેના માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

રાજસ્થાનની દાળ આમ ગળી શકે!

પ્લેઓફની રેસમાં રહેલ રાજસ્થાનની દાળ ત્યારે જ ગળશે, જ્યારે તેઓ તેમની બાકીની બંને મેચ જીતી લે. જેની ટક્કર હવે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે પણ છે. છેલ્લી મેચમાં CSK ને તોફાની રીતે હરાવીને, આ ટીમ રન રેટની દ્રષ્ટિએ મુંબઈ ઇન્ડીયન્સ કરતાં વધુ સારી બની છે. આવી સ્થિતિમાં જો તે આગામી બે મેચ જીતશે તો તેના 14 પોઇન્ટ હશે અને તેને પ્લેઓફમાં પહોંચવાની પૂરી તક હશે.

મુંબઈએ ડબલ પાવરનો લગાવવો પડશે

મુંબઈ ઈન્ડીયન્સની પ્લેઓફમાં પહોંચવાની તકો હવે તેના મજબૂત પ્રદર્શન પર નિર્ભર રહેશે. કારણ કે રોહિત શર્માની આ ટીમે હવે માત્ર જીત જ નહી, પણ તેનો રન રેટ પણ વધારવો જરુરી છે. ટીમે આગામી બે મેચ રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે રમવાની છે. આ બંને મેચ સરળ રહેશે નહીં. કારણ કે સનરાઇઝર્સ પાસે ગુમાવવાનું કશું જ નથી અને રાજસ્થાન રોયલ્સ પોતે પ્લેઓફની રેસ માટે મોટી દાવેદાર છે.

આ પણ વાંચોઃ IPL 2021: ‘કાશ્મિર એક્સપ્રેસ’, ડેબ્યૂ મેચમાં સૌથી ઝડપી બોલનો રેકોર્ડ સર્જયો આ બોલરે, રિપ્લેસમેન્ટમાં ગોળીની માફક બોલ ફેંક્યો

આ પણ વાંચોઃ IPL 2021: ધોનીને હરાવીને કેપ્ટનશિપની શરુઆત કરનાર ઋષભ પંત માટે આજે છે ખાસ દિવસ, દિલ્હી સુધી પહોંચવા ખૂબ કઠણાઇ વેઠી છે

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">