IPL 2021: ધોનીને હરાવીને કેપ્ટનશિપની શરુઆત કરનાર ઋષભ પંત માટે આજે છે ખાસ દિવસ, દિલ્હી સુધી પહોંચવા ખૂબ કઠણાઇ વેઠી છે

IPL માં પ્રવેશની કહાની પણ તે ખેલાડી માટે ખૂબ રસપ્રદ છે. જે દિવસે તેને બોલી લગાવીને ખરીદવામાં આવ્યો હતો, તે દિવસે તેણે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ (World Cup) માં સદી ફટકારી હતી.

IPL 2021: ધોનીને હરાવીને કેપ્ટનશિપની શરુઆત કરનાર ઋષભ પંત માટે આજે છે ખાસ દિવસ, દિલ્હી સુધી પહોંચવા ખૂબ કઠણાઇ વેઠી છે
Rishabh Pant and CSK Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 9:41 AM

ક્રિકેટ રમવું સરળ છે. પરંતુ, ટોપ ક્લાસ ક્રિકેટર બનવું પણ એટલું જ મુશ્કેલ છે. આ રસ્તો સરળ નથી. કુશળ ક્રિકેટર બનવા માટે પરસેવો વહાવવો પડે છે. જેમ આજનો આપણો બર્થ ડે બોય ઋષભ પંત (HBD Rishabh Pant). IPL 2021 માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની કેપ્ટનશીપ કરી રહેલા ઋષભ પંત આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 4 ઓક્ટોબર, 1997 ના રોજ જન્મેલો પંત આજે 24 વર્ષનો થઈ ગયો છે. સંયોગ પણ જુઓ તેનો જન્મદિવસ પણ, IPL 2021 ની પિચ પર ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે તેમની ટીમની મેચના દિવસે જ છે.

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની આગેવાનીવાળી CSK ને હરાવીને પંતે IPL માં તેની કેપ્ટનશિપ કારકિર્દીની વિજેતા શરૂઆત કરી હતી. આજે ફરી પીળી જર્સી પહેરેલી ટીમ એ જ ટીમનો સામનો કરી રહી છે. જેમાં દિલ્હી કેપિટલ્સની ટીમ એક વધુ વિજયના બ્યુગલ વડે પંતના જન્મદિવસની મજા બમણી કરવાનો પ્રયાસ કરશે.

ઋષભ પંત ચોક્કસપણે આજે ભારતીય ક્રિકેટનો કોહિનૂર બની ગયો છે. જેનું વર્ચસ્વ વિકેટની આગળ અને પાછળ બંને બાજુ છે, પરંતુ તેનો આ મુકામ સુધી પહોંચવાનો માર્ગ ક્યારેય સરળ રહ્યો નથી. તેણે અહીં સુધી પહોંચવા માટે ખૂબ પરિશ્રમ કર્યો છે. ક્રેઝી પંતે ક્રિકેટને લગતા વધુ સારા ક્રિકેટર બનવા માટે શહેર -શહેરના ચક્કર કાપ્યા છે. તે પહેલા રૂડકી થી દિલ્હી આવ્યો, પછી કોચના કહેવા પર રાજસ્થાન ગયો. પરંતુ, મંઝીલનો માર્ગ અંતમાં દિલવાળાઓના શહેર દિલ્હીમાં મળી ગયો. સંઘર્ષની આ યાત્રામાં પંતે ગુરુદ્વારામાં પણ ઘણી રાત વિતાવવી પડી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ઋષભ પંતે IPL ની 50 મી સદી ફટકારી!

IPL માં ઋષભ પંતની એન્ટ્રીની કહાની પણ ઘણી રસપ્રદ છે. હકીકતમાં, જે દિવસે દિલ્હીની ફ્રેન્ચાઇઝે બોલી લગાવી અને તેને પોતાની સાથે સમાવ્યો, તે જ દિવસે તેણે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં સદી ફટકારી હતી. આ સાથે જ તેણે ટીમ ઇન્ડિયાને સેમિફાઇનલમાં પહોંચાડવાનુ કામ કર્યું હતુ. તેણે પોતાની ત્રીજી મેચમાં માત્ર 25 બોલમાં આઈપીએલની પિચ પર પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી.

પંતે IPL 2018 માં પોતાની પ્રથમ IPL સદી ફટકારી હતી, જેમાં તેણે 63 બોલમાં 128 રન બનાવ્યા હતા. તેની આ સદીમાં કેટલીક ખાસ બાબતો હતી. આઈપીએલમાં કોઇ ભારતીય બેટ દ્વારા નિકળેળી આ બીજી સૌથી ઝડપી સદી હતી. આઈપીએલમાં ભારતીય દ્વારા આ બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પણ છે. અને સૌથી ઉપર, તે આઇપીએલના ઇતિહાસમાં 50 મી સદી પણ હતી.

ધોનીને હરાવીને કેપ્ટનશિપની શરૂઆત કરી

પંત દિલ્હી કેપિટલ્સ ટીમનો કેપ્ટન નહોતા. તેને આ જવાબદારી આઈપીએલ 2021 ના ​​પહેલા ભાગમાં મળી. જ્યારે નિયમિત કેપ્ટન શ્રેયસ ઐય્યર ઘાયલ થયો. આ રીતે પંત IPL નો 5 મો સૌથી યુવા કેપ્ટન બન્યો. તેણે ધોનીની સુપર કિંગ્સ સામે કેપ્ટન તરીકે પ્રથમ મેચ રમી હતી, જેમાં પંતની દિલ્હી 7 વિકેટે જીતી હતી. આજે, IPL 2021 ના ​​બીજા ભાગમાં, બંને ટીમો તેના જન્મદિવસ પર ફરી સામ-સામે છે. બંને ટીમો પ્લેઓફમાં છે, તેથી આજની મેચ જ નક્કી કરશે કે, પોઇન્ટ ટેલીમાં કોણ ટોચ પર રહેશે.

આ પણ વાંચોઃ DC vs CSK, IPL 2021 Match Prediction: આજે દુબઇમાં ‘દંગલ’, ધોની અને ઋષભ પંત એટલે કે ચેન્નાઇ vs દિલ્હીનો નંબર-1 માટે જંગ

આ પણ વાંચોઃ ISSF Junior World Championships: મનુ ભાકરનો કમાલ, એક જ દિવસમાં બે ગોલ્ડ જીત્યા, ભારત મેડલ ટેબલમાં અમેરિકાને પછાડી ટોપ પર

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">