IPL 2021, Orange Cap: ઓરેન્જ કેપની રેસમાં શિખર ધવન ટોપ પર, ફાફ ડુ પ્લેસિસ રેસમાં સામેલ, રાહુલ પણ ધવનની નજીક પહોંચ્યો

|

Sep 27, 2021 | 9:12 AM

IPL 2021 ની ઓરેન્જ કેપ (Orange Cap) રેસમાં, દરેક મેચ સાથે ફેરફારો થતા રહે છે. શિખર ધવન, ફાફ ડુ પ્લેસિસ અને પૃથ્વી શો જેવા સ્ટાર ખેલાડીઓ આ રેસમાં સામેલ છે.

IPL 2021, Orange Cap: ઓરેન્જ કેપની રેસમાં શિખર ધવન ટોપ પર, ફાફ ડુ પ્લેસિસ રેસમાં સામેલ, રાહુલ પણ ધવનની નજીક પહોંચ્યો
Shikhar Dhawan

Follow us on

IPL 2021 ના ​​બીજા તબક્કામાં રોમાંચક મેચોનો સીલસીલો ચાલુ છે. દરેક મેચમાં ચાહકોને બેટ્સમેનોનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જેમ જેમ લીગ આગળ વધી રહી છે, એમ ટીમો પ્લેઓફની નજીક જવાનું શરૂ કરી રહી છે. રવિવારે 26 સપ્ટેમ્બરના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Kinght Riders) ને 2 વિકેટે હરાવ્યું અને તેમને પ્લેઓફની સીમાથી એક ડગલું આગળ વધારી દીધું.

બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) એ મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ને હરાવીને બાકીની ટીમો પર સરસાઈ મેળવી લીધી હતી. પરંતુ પ્લેઓફ અને પોઈન્ટ ટેબલ વચ્ચે માત્ર સ્પર્ધા જ નથી, પરંતુ ઓરેન્જ કેપ (Orange Cap) પર પણ નજર છે.

ઓરેન્જ કેપ એ સન્માન છે જેના માટે દરેક બેટ્સમેન IPL માં પરસેવો પાડે છે. આ કેપ લીગના અંતે તાજ બની જાય છે અને સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનના માથાને સજાવે છે. ગત સિઝનમાં પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે આ કેપને મેળવી હતી. તેણે 14 મેચમાં 630 રન બનાવ્યા હતા. રાહુલ હજુ આ રેસમાં યથાવત છે, પરંતુ તેની આગળ દિલ્હી કેપિટલ્સનો શિખર ધવન છે. જેમ દિલ્હી કેપિટલ્સ સતત પોઈન્ટ ટેબલમાં પ્રથમ બે સ્થાને પોતાને જાળવી રાખે છે, એમ શિખર ધવન (Shikhar Dhawan) પણ પહેલા કે બીજા સ્થાને રહે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

39 મી મેચ બાદ ઓરેન્જ કેપની સ્થિતિ

રવિવારે ચેન્નઈ-કોલકાતાની ટક્કર બાદ ટોપ-5 માં થોડો ફેરફાર થયો હતો. ચેન્નાઈની ઓપનિંગ જોડીના ફાફ ડુ પ્લેસીસ અને ઋતુરાજ ગાયકવાડે ટોપ-5 માં પોતાની જગ્યા બનાવી છે. જો કે, પ્રથમ બે સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી અને તે હજુ પણ ધવન અને રાહુલના કબજામાં છે. ડુ પ્લેસિસે કોલકાતા સામે 43 રન બનાવ્યા હતા, જ્યારે ગાયકવાડે 40 રન બનાવ્યા હતા. બંને હવે ત્રીજા અને ચોથા સ્થાને એકબીજાથી પાછળ છે. 39 મી મેચ બાદ ઓરેન્જ કેપની સ્થિતિ કંઇક આવી છે.

ઓરેન્જ કેપ ટોપ-5 બેટ્સમેન

  1. શિખર ધવન (DC) – 430 રન (10 મેચ)
  2. કેએલ રાહુલ (PBKS) – 401 રન (09 મેચ)
  3. ફાફ ડુ પ્લેસિસ (CSK) – 394 રન (10 મેચ)
  4. ઋતુરાજ ગાયકવાડ (CSK) – 362 રન (10 મેચ)
  5. સંજુ સેમસન (RR) – 351 રન (09 મેચ)

 

 

 

આ પણ વાંચોઃ Pakistan: હવે શાહિદ આફ્રિદીનો બકવાસ, કહ્યુ કાશ્મીર લીગનો ભારતે બદલો લીધો, અમારી પણ કોઇ ‘ઇજ્જત’ છે

આ પણ વાંચોઃ Cricket: ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર મોઇન અલીનો ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમથી નિવૃત્તી લીધો નિર્ણય

Next Article