Pakistan: હવે શાહિદ આફ્રિદીનો બકવાસ, કહ્યુ કાશ્મીર લીગનો ભારતે બદલો લીધો, અમારી પણ કોઇ ‘ઇજ્જત’ છે

આ પહેલા પણ પાકિસ્તાન (Pakistan) ના માહિતી અને સૂચના પ્રધાન દ્વારા ઇમેઇલ ને લઇને ભારત પર આક્ષેપો કર્યા હતા. પાકિસ્તાનની સુરક્ષાની પોલ ન્યુઝીલેન્ડે ખોલી દીધા બાદ આબરુ બચાવવાના પ્રયાસમાં બકવાસ ભર્યા નિવેદનો શરુ કર્યા છે.

Pakistan: હવે શાહિદ આફ્રિદીનો બકવાસ, કહ્યુ કાશ્મીર લીગનો ભારતે બદલો લીધો, અમારી પણ કોઇ 'ઇજ્જત' છે
Shahid Afridi

પાકિસ્તાન (Pakistan) ના પ્રવાસે ગયેલી ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમ સુરક્ષા એલર્ટને લઇને પરત ફરી હતી. વન ડે મેચની સિરીઝની પ્રથમ મેચની કેટલીક મીનીટો પહેલા જ પ્રવાસ રદ કર્યાનુ કિવી ટીમે જાહેર કર્યુ હતુ. જેને લઇને પાકિસ્તાન હચમચી ઉઠ્યુ છે. પ્રવાસ રદ થયો ત્યાર થી લઇને અત્યાર સુધી પાકિસ્તાન તરફ થી અવારનવાર બકવાસ ભર્યા નિવેદનો ભારત સામે થઇ રહ્યા છે. હવે તેમાં એક નામ શાહિદ આફ્રિદી (Shahid Afridi) નુ જોડાયુ છે.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કિવી પ્રવાસ રદ થવાને લઇને પોતાનો મત રજૂ કર્યો છે. મીડિયા રીપોર્ટસનુસાર એક વાતચીતમાં આફ્રિદીએ સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, ખેલાડીઓને જે ઇમેઇલ જનરેટ થયો હતો, તે ભારત થી થયો હતો. કારણ કે કાશ્મીર પ્રિમીયર લીગ (Kashmir Premier League) ને લઇને તેમને ખૂબ ખરાબ લાગ્યુ હતુ જેને લઇને તેઓએ હિસાબ ચૂકવ્યો છે.

આગળ પણ આફ્રિદીએ કહ્યુ હતુ કે, અમારે આગળ પણ એવા નિર્ણયો લેવા પડશે કે જેના થી અમે દુનિયાને બતાવી શકીએ કે અમે પણ કોઇ દેશ છીએ. અમારી પણ કોઇ ઇજ્જત છે. ઠીક છે કોઇ એક દેશ અમારી પાછળ પડ્યો છે. પરંતુ અન્ય દેશોએ પણ તે ભૂલ ન કરવી જોઇએ જે તે એક દેશ કરે છે. સૌ શિક્ષીત રાષ્ટ્ર છે અને તેઓએ ભારતનુ અનુસરણ નહી કરવુ જોઇએ.

ફરી ક્રિકેટ શરુ કરવા કરાયો હતો

આફ્રિદીએ કહ્યુ, પાકિસ્તાનના બોર્ડે અહીં ખેલાડીઓ દ્વારા તેમના બોર્ડ સાથે વાત કરવા માટે રાજી કર્યા હતા. જેથી તેઓએ તેમના બોર્ડ સાથે વાતચિત કરે અને પાકિસ્તાનમાં ક્રિકેટ ફરીથી શરુ થઇ શકે. ક્રિકેટ ફરી થી પાકિસ્તાનમાં ફરી થી ક્રિકેટ આવી હતી અને તે ભયભીત કરનારાઓ વિરુદ્ધ અમારી જીત હતી. સૌએ પોત પોતાનો રોલ અદા કર્યો હતો. કોણ પણ પ્રવાસ આમ જ શરુ નથી થઇ જતો, સુરક્ષાને જોઇને જ કોઇપમ પ્રવાસની શરુઆત થતી હોય છે.

કિવી બાદ ઇંગ્લેન્ડે પણ પ્રવાસ રદ કર્યો હતો

ન્યુઝીલેન્ડ દ્વારા પાકિસ્તાન સાથે જે કંઇ પણ થયુ તેને આફ્રિદીએ અક્ષમ્ય ગણાવ્યુ હતુ. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 17 સપ્ટેમ્બરથી રાવલપિંડીમાં વન ડે સિરીઝ શરુ થનારી હતી. જોકે તેની શરુઆતના પહેલા પહેલા જ ન્યુઝીલેન્ડની ટીમે તેમના પાકિસ્તાન પ્રવાસને રદ કરી દીધો હતો. ત્યાર બાદ ઇંગ્લેન્ડની ટીમે પણ પાકિસ્તાનમાં તેમનો પ્રવાસ ખેલાડીઓના આરામને ધ્યાનમાં રાખ્યાનુ કારણ જણાવી રદ કર્યો હતો.

 

 

આ પણ વાંચોઃ IPL 2021: ઇયોન મોર્ગને કહ્યુ, અમે રવિન્દ્ર જાડેજા સામે હારી ગયા, તે એવુ રમે છે કે તેની સામે કંઇ કરવાનુ રહેતુ નથી !

આ પણ વાંચોઃ IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સ સામે હર્ષલ પટેલે હેટ્રિક લઇને રચ્યો ઇતિહાસ, હાર્દિક, પોલાર્ડ અને ચાહરનો કર્યો શિકાર

Click on your DTH Provider to Add TV9 Gujarati