Cricket: ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર મોઇન અલીનો ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમથી નિવૃત્તી લીધો નિર્ણય

મોઈન અલીએ (Moeen Ali) ગયા અઠવાડિયે ઈંગ્લેન્ડ (England) ની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટ, કોચ ક્રિસ સિલ્વરવુડ અને પસંદગીકારોને તેના નિર્ણયની જાણ કરી હતી.

Cricket: ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર મોઇન અલીનો ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમથી નિવૃત્તી લીધો નિર્ણય
Moeen Ali

મોઈન અલી (Moeen Ali) અત્યારે વિજયના રંગમાં રંગાયેલો છે. તે IPL માં યલો જર્સી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે દરેક મેચની મજા લૂંટી રહ્યો છે. પરંતુ, આ દરમ્યાન તેણે એક મોટુ એકશન લીધુ છે. આ એકશન તેના દેશના હિતના નિર્ણય સાથે સંબંધિત છે. મોઈને ટેસ્ટ ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો છે. તે હવે ક્રિકેટના લાંબા ફોર્મેટમાં ઈંગ્લેન્ડ તરફથી રમતા જોવા મળશે નહીં. તેણે લાલ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે.

મોઇન આ અંગેની જાહેરાત તે આજે સોમવારે કરનાર છે. મોઈને ગયા અઠવાડિયે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટ, કોચ ક્રિસ સિલ્વરવુડ અને પસંદગીકારોને તેના નિર્ણયની જાણ કરી હતી. મોઈને સફેદ બોલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઈરાદાથી આ નિર્ણય કર્યો છે.

ઈંગ્લેન્ડ માટે 64 ટેસ્ટ રમનાર 34 વર્ષીય મોઈન અલીએ, ક્રિકેટના લાંબા ફોર્મેટમાં તેના પ્રદર્શનને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લીધો છે. તે સતત ટેસ્ટ ટીમમાં અંદર અને બહાર થતો રહ્યો છે. 2014 માં શ્રીલંકા સામે ડેબ્યુ કરનાર મોઈને ઇંગ્લેન્ડ માટે 111 ઇનિંગ્સમાં 28.29 ની સરેરાશથી 2914 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 14 અડધી સદી સામેલ છે. આ સિવાય તેણે 36.66 ની સરેરાશથી કુલ 195 વિકેટ પણ લીધી છે.

મોઇન વ્હાઇટ બોલ ક્રિકેટ રમશે

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલ મોઇને જોકે વ્હાઇટ બોલ ક્રિકેટમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે. તે કાઉન્ટી ક્રિકેટ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ પણ રમશે. આ સિવાય તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમતા પણ જોઈ શકાશે. જોકે આ અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ટેસ્ટ ક્રિકેટર તરીકે મોઇન અલીની કારકિર્દી અંગે ક્યારેય કોઈ શંકા નહોતી.

તેણે ટેસ્ટમાં 2000 રન અને 100 વિકેટ ઇયાન બાથમ અને ઇમરાન ખાન કરતા ઓછી ટેસ્ટમાં 2000 રન અને 100 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ માટે માત્ર 15 બોલરોએ તેના કરતા વધારે ટેસ્ટ વિકેટ લીધી છે. આઇસીસી દ્વારા તેની પ્રતિભાની પણ પ્રશંસા કરવામાં આવી છે. જેણે તેને ટેસ્ટ ઓલરાઉન્ડર્સની ટોચની 3 રેન્કિંગમાં સ્થાન આપ્યું છે.

મોઇન આ રેકોર્ડને ચૂકી ગયો

પરંતુ તેમની નિવૃત્તિના નિર્ણય પછી, હવે એક અફસોસ રહેશે કે, તે ક્રિકેટના આ ફોર્મેટમાં 3000 રન અને 200 વિકેટ લેનાર ખેલાડી બની શક્યો નથી. જે સિદ્ધિ ની તે ખૂબ નજીક હતો. મોઇન આ સિદ્ધિ હાંસલ કરવાથી માત્ર 84 રન અને 5 વિકેટ દૂર રહ્યો છે. મોઈન અલી 2019 એશિઝ શ્રેણી સુધીમાં ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમનો અભિન્ન હિસ્સો હતો.

આ પછી તે ભારત સામે તાજેતરમાં યોજાયેલી શ્રેણીમાંથી પાછો ફર્યો હતો. બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ જેવા ખેલાડીઓની ગેરહાજરીમાં તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જોસ બટલરે ભારત સામેની ચોથી ટેસ્ટમાં પેટરનીટી લિવ લીધી, ત્યારે જો રૂટે તેને ટીમના વાઇસ કેપ્ટનની જવાબદારી પણ સોંપી હતી.

 

આ પણ વાંચોઃ Pakistan: હવે શાહિદ આફ્રિદીનો બકવાસ, કહ્યુ કાશ્મીર લીગનો ભારતે બદલો લીધો, અમારી પણ કોઇ ‘ઇજ્જત’ છે

આ પણ વાંચોઃ IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સ સામે હર્ષલ પટેલે હેટ્રિક લઇને રચ્યો ઇતિહાસ, હાર્દિક, પોલાર્ડ અને ચાહરનો કર્યો શિકાર

 

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati