IPL 2021 Orange Cap: શિખર ધવન ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ, ટોપ ફાઇવમાં પણ કોઇ પરિવર્તન નહી
IPL માં ઓરેન્જ કેપ (Orange Cap) બેટ્સમેનો માટે ખૂબ જ આકર્ષણ ધરાવે છે. આ કેપ તે ખેલાડીના માથા પર સજી હોય છે, જે ટૂર્નામેન્ટ દરમ્યાન સૌથી વધારે રન બનાવે છે.
IPL 2021 ના બીજા તબક્કામાં પણ કોરોનાનો કહેર જારી છે. કોરોનાના કેસોને કારણે લીગનો પહેલો તબક્કો માત્ર 29 મેચ બાદ મુલતવી રાખવામાં આવ્યો હતો. તે સમયે ભારતમાં લીગનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. જોકે, લીગનો બીજો તબક્કો દુબઈમાં રમાઈ રહ્યો છે. બીજા તબક્કામાં અત્યાર સુધીમાં પાંચ મેચ રમાઈ છે. 34 મેચ બાદ પ્લેઓફ માટેની રેસ ખૂબ જ રસપ્રદ બની રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) વચ્ચે રમાયેલી મેચ બાદ ઓરેન્જ કેપ (Orange Cap) રેસમાં ટોપ -5 માં કોઈ ફેરફાર થયો નથી.
IPL માં બેટ્સમેનો માટે ઓરેન્જ કેપ ખૂબ મહત્વની છે. આ તે પુરસ્કાર છે જેના દ્વારા બેટ્સમેનો તેમની કાબેલિયત સાબિત કરે છે. ઓરેન્જ કેપ તે બેટ્સમેનને આપવામાં આવે છે, જે દરેક સીઝનના અંતે સૌથી વધુ રન બનાવે છે. આ દરમ્યાન લીગની દરેક મેચ પછી, આ કેપ તે ખેલાડીને આપવામાં આવે છે. જે મેચમના બાદ તે સમયે સૌથી વધુ રન બનાવવાની યાદીમાં ટોચ પર હોય.
34 મેચ બાદ ઓરેન્જ કેપ દાવેદારોની આ યાદી છે
ગયા વર્ષે આ કેપ પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ પાસે હતી, જેમણે 14 મેચમાં 670 રન બનાવ્યા હતા. આ વર્ષે પણ તે રેસમાં રહે છે. તેના સિવાય શિખર ધવન, ફાફ ડુ પ્લેસિસ અને પૃથ્વી શો પણ આ કેપ માટે દાવેદારી કરી રહ્યા છે. ધવન અત્યારે નંબર -1 પર છે. પ્લેસિસની રમત આજે આરસીબી સામે સારી રહી તો તે રેસમાં પોતાનુ ચાર નંબરનુ સ્થાન સુધારી શકે છે. કારણ કે આ રેસમાં RCB નો કોઇ જ બેટ્સમેન નજીકમાં નથી.
આ ઓરેન્જ કેપ્સની યાદી છે
1) શિખર ધવન (દિલ્હી કેપિટલ્સ) – 8 મેચ, 380 રન 2) કેએલ રાહુલ (પંજાબ કિંગ્સ) – 7 મેચ, 331 રન 3) મયંક અગ્રવાલ (પંજાબ કિંગ્સ) -8 મેચ 327 4) ફાફ ડુ પ્લેસિસ (ચેન્નાઈ સુપર કિંગ્સ) – 8 મેચમાં 320 રન 5) પૃથ્વી શો (દિલ્હી કેપિટલ્સ) – 8 મેચમાં 308 રન