IPL 2021, MI Vs SRH: જીતીને પણ ‘હાર્યુ’ મુંબઇ, પ્લેઓફની બહાર જ રહી ગયુ ! હૈદરાબાદ સામે 42 રને વિજય
મુંબઇ (Mumbai Indians) માટે આજે મુશ્કેલ રમત રમી હતી. મુંબઇ ની ટીમ આ સિઝનમાં પ્લેઓફની બહાર રહી ગઇ છે અને KKR ની ટીમ ક્વોલિફાઇ થઇ ચુકી છે.
IPL 2021 ની 55 મી મેચ અબુધાબીમાં મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાઇ હતી. હૈદરાબાદે તો મેચ માત્ર સન્માન માટે રમવાની હતી, પરંતુ મુંબઇ ને આબરુ દાવ પર લાગી હતી. પ્લેઓફમાં પહોંચવા માટેની આખરી તકનો ઉપયોગ કરવાનો હતો. આ માટે મુંબઇ એ તોફાની રમત રમી હતી. મુંબઇ એ 20 ઓવરમાં 9 વિકેટે 235 રન ખડક્યા હતા. જવાબમાં હૈદરાબાદે પણ લડત આપી હતી. પરંતુ તે જીતનુ પરિણામ મેળવી શકી નહોતી. મુંબઇ આ વખતે પ્લેઓફની બહાર થઇ ચુક્યુ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ બેટીંગ ઇનીંગ
મુંબઇના ઇરાદાઓ પર જેસન રોય અને અભિષેક શર્માની રમતે પાણી ફેરવી દીધુ હતુ. મુંબઇએ 171 રને જીતવાની આશાઓ ની સામે બંને ઓપનરોએ ધમાકેદાર રમતની શરુઆત કરી હતી. બંનેએ મુંબઇ સ્ટાઇલમાં જ રમત રમી હતી. રોયે 21 બોલમાં 34 રનની રમત રમી હતી. જ્યારે શર્માએ 16 બોલમાં 33 રન કર્યા હતા.
કેપ્ટન મનિષ પાંડેએ અણનમ અર્ધશતક ફટકાર્યુ હતુ. તેમે 41 બોલમાં 69 રન કર્યા હતા. જેમાં તેણે 2 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવ્યા હતા. મહંમદ નબીએ 3 રન, અબ્દુલ સમદે 2 રન અને જેસન હોલ્ડરે 1 રન કર્યો હતો. પ્રિયમ ગર્ગે 21 બોલમાં 29 રન કર્યા હતા. રાશિદ ખાને 9 રન અને રિદ્ધીમાન સાહાએ 2 રન નોંધાવ્યા હતા. સિદ્ધાર્થ કૌલ 1 રન સાથે અણનમ રહ્યો હતો.
મુંબઇ ઇન્ડીયન્સ બોલીંગ
બેટ્સમેનોએ તો પોતાનુ કામ કરી દીધુ હતુ. પરંતુ બોલરો પોતાનો કમાલ બતાવવામાં ઉણા ઉતર્યા હતા. જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં 3 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. નાથન કૂલ્ટર-નાઇલે 4 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. જેમ્સ નિશમે 3 ઓવરમાં 28 રન આપી 2 વિકેટ મેળવી હતી. પિયુષ ચાવલાએ 4 ઓવરમાં 38 રન આપી 1 વિકેટ મેળવી હતી. ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 30 રન આપી એક વિકેટ મેળવી હતી. કૃણાલ પંડ્યા એ 1 ઓવરમાં 16 રન આપ્યા હતા.
મુંબઇ ઇન્ડીયન્સ બેટીંગ
ટોસ જીતીને રોહિત શર્માએ પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. શરુઆત થી જ તોફાની બેટીંગ મુંબઇએ રમવાની શરુઆત કરી હતી. રોહિત 13 બોલમાં 18 રન કરીને આઉટ થયો હતો. પરંતુ ઇશાન કિશને 32 બોલમાં જ 84 રન ઝૂડી નાંખ્યા હતા. રીતસરનુ વાવાઝોડાની માફક ઇશાને રમત રમી હતી. તેણે 4 છગ્ગા અને 11 ચોગ્ગા લગાવ્યા હતા.
સૂર્ય કુમાર યાદવે પણ આવી જ તોફાની બેટીંગ રમી હતી. 40 બોલમાં 82 રન ફટકાર્યા હતા. તેણે 13 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા 8 બોલમાં 10 રન કરીને પરત પેવેલિયન ફર્યો હતો. કિયરોન પોલાર્ડ 12 બોલમાં 13 રન કરીને આઉટ થયો હતો. જેમ્સ નિશમ ગોલ્ડન ડક આઉટ થયો હતો. કૃણાલ પંડ્યા 7 બોલમાં 9 રન કર્યા હતા. નાથન કૂલ્ટરે 3 બોલમાં 3 રન કર્યા હતા. પિયૂષ ચાવલા શૂન્ય પર આઉટ થયો હતો. બુમરાહે 5 રન કર્યા હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદ બોલીંગ
રાશિદ ખાને મુંબઇના વાવાઝોડાને શરુઆતમાં જ રોહિત ની વિકેટ ઝડપીને રોકવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમ છતાં મુંબઇએ બોલરોને મન મુકી ને ધોઇ નાંખ્યા હતા. રાશિદે 4 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. અભિષેક શર્મા એ ઇનીંગની તેની પ્રથમ ઓવરમાં જ 2 વિકેટ 4 ન આપીને ઝડપી હતી. સિધ્ધાર્થ કૌલ 4 ઓવરમાં 56 રન લુટાવી ચુક્યો હતો.