IPL 2021: MI બોલરોએ CSK બેટ્સમેનો પર તબાહી મચાવી, કોઈનું બેટ તોડ્યું અને કોઈનો હાથ ભાંગ્યો

IPL 2021 ના ​​બીજા તબક્કાની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે સારી રહી નથી કારણ કે તેના મુખ્ય બેટ્સમેન ઈજાગ્રસ્ત થયા છે.

IPL 2021: MI બોલરોએ CSK બેટ્સમેનો પર તબાહી મચાવી, કોઈનું બેટ તોડ્યું અને કોઈનો હાથ ભાંગ્યો
Ambati Rayudu

IPL 2021 ના ​​બીજા તબક્કાની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે સારી રહી નથી. પ્રથમ મેચમાંજ અનુભવી ખેલાડીઓની નિષ્ફળતા ચેન્નાઇ એ જોવી પડી હતી. વર્તમાન સિઝનના બીજા તબક્કાની પ્રથમ મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ છે. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ શરુઆતમાં જ મોઇન, રૈના અને ધોનીની વિકેટ ગુમાવી હતી. તો રાયડૂ રિટાયર્ડ થયો હતો.

શરૂઆતમાં, ટીમે વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું હતુ. જોકે અંતમાં ઋુતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ની બેટીંગને લઇને સન્માનજનક સ્કોર સુધી ટીમ પહોંચી શકી હતી. મુંબઈના બોલરોએ CSK બેટ્સમેનોને શરુઆતમાં પરેશાન કર્યા હતા. જેના કારણે ચેન્નાઈના એક બેટ્સમેનને ઈજાના કારણે બહાર જવું પડ્યું હતું. તો વળી એક બેટ્સમેનનુ બેટ તૂટી ગયું હતું. તે તૂટેલા બેટ સાથે પેવેલિયન પરત ફર્યો હતો. વાસ્તવમાં, ટીમના મુખ્ય બેટ્સમેનોમાંના એક અંબાતી રાયડુ ઘાયલ થયા હતા અને નિવૃત્ત થયા હતા, જ્યારે સુરેશ રૈનાનુ તેનું બેટ તૂટી ગયુ હતું.

મોઈન અલીને આઉટ કર્યા બાદ રાયડુ મેદાનમાં આવ્યો હતો. એડમ મિલ્ને બીજી ઓવરના ત્રીજા બોલ પર મોઈન અલીને આઉટ કર્યો. ત્યારબાદ રાયડુ મેદાનમાં ઉતર્યો. રાયડુ પ્રથમ બોલ ખાલી રમ્યો હતો. બીજો બોલ પણ ખાલી રમાયો હતો, પરંતુ ઓવરના છેલ્લા અને ત્રીજા બોલ પર તે ઈજાગ્રસ્ત થઈને આઉટ થયો હતો. એડમે રાયડુ સામે શોર્ટ બોલનો ઉપયોગ કર્યો હતો.

રાયડૂને કોણીએ બોલ વાગ્યો

રાયડુએ તેને ઝૂકી જઇને ટાળવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેની કોણીમાં વાગ્યો. તેણે કોણી પર એલ્બો ગાર્ડ પહેર્યો ન હતો. રાયડુને ખૂબ પીડા થઇ હતી અને સોજો ચઢેલી કોણી સાથે મેદાનની બહાર ગયો હતો. તેની ઈજા વિશે હજુ કોઈ માહિતી નથી. રાયડુના બહાર થવાને લઇને ટીમને મોટો આંચકો લાગ્યો હતો. તે બેટીંગ ઇનીંગના અંત સુધી પરત ફર્યો નહોતો. તેમજ હવે રાયડુ આગામી મેચોમાં રમશે કે નહીં તે પણ જોવામાં આવશે.

રૈનાનું તૂટ્યુ બેટ

ચેન્નાઈની ટીમના અન્ય બેટ્સમેન સુરેશ રૈના પણ આશ્ચર્યજનક કંઈ બતાવી શક્યા નથી. તે માત્ર ચાર રન બનાવી આઉટ થયો હતો. તે છ બોલ રમ્યા અને એક ચોગ્ગો ફટકાર્યો. પરંતુ તે તૂટેલા બેટ સાથે પેવેલિયન પરત ફર્યો હતો. રૈના ચેન્નાઈને શરૂઆતના આંચકામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર બોલ્ટે તેનું બેટ તોડી નાખ્યું હતું.

રૈના બોલ્ટ પાસેથી શોર્ટ બોલની અપેક્ષા રાખતો હતો, પરંતુ મુંબઈના બોલરે નો ફુલ લેન્થ બોલ ફેંક્યો હતો. રૈનાએ દૂરથી બેટને ચલાવ્યુ હતુ. બોલ ફટકારતા જ બેટ બે ટુકડામાં વહેંચાઇ ગયું હતુ અને બોલ પોઈન્ટ પર ગયો હતો. જ્યાં રાહુલ ચાહરે રૈનાનો કેચ પકડ્યો હતો. રૈના નિરાશ થયો હતો અને તેને પેવેલિયન જવું પડ્યું હતું. જ્યારે રૈના આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર સાત રનમાં ત્રણ વિકેટ હતો.

 

આ પણ વાંચોઃ Tennis: ટેનિસ સ્ટાર સિમોના હાલેપે 12 વર્ષ મોટા બોયફ્રેન્ડ સાથે શરુ કરી જીવનની નવી ઇનીંગ, જુઓ ખૂબસૂરત તસ્વીરો

આ પણ વાંચોઃ IPL 2021: CSK vs MI વચ્ચેની મેચોમાં આ બેટ્સમેનો રન ખડકવામાં મચાવી ચૂક્યા છે તોફાન, જાણો કોણ છે આગળ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati