IPL 2021: હાર્દિક પંડ્યા એ કહ્યુ ‘ફુલ ટ્રાય’ જલ્દી સમય આવશે, હાર્દિકની આ વાત પર ગૌતમે ‘ગંભીર’ થઇ સવાલ ઉઠાવ્યા

મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ ગત શુક્રવારે કહ્યું હતું કે, જો હાર્દિક પંડ્યા (Hardik Pandya) બોલિંગ કરવા માટે ખૂબ જોર લગાવે તો તેને બેટિંગ કરવી મુશ્કેલી થઈ શકે છે.

IPL 2021: હાર્દિક પંડ્યા એ કહ્યુ 'ફુલ ટ્રાય' જલ્દી સમય આવશે, હાર્દિકની આ વાત પર ગૌતમે 'ગંભીર' થઇ સવાલ ઉઠાવ્યા
Hardik Pandya

મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની ફિટનેસને લઈને હજુ પણ ઘણા સવાલો થઈ રહ્યા છે. તે મેદાન પર દેખાય છે, પરંતુ બોલિંગ કરતો નથી. હાર્દિક T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારતીય ટીમ (Team India) નો ભાગ છે. તેના કારણે તેનુ બોલિંગ ન કરવુ તે એક ગંભીર મુદ્દો બની રહ્યો છે. ક્રિકેટ પ્રેમીઓથી લઈને નિષ્ણાતો સુધી, તેની ફિટનેસ પર સવાલ ઉઠી રહ્યા છે. આ દરમિયાન હાર્દિકે લોકોને ખાતરી આપી છે કે તે ટૂંક સમયમાં બોલિંગ કરશે.

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ મેચ પહેલા પંડ્યાએ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર દીપ દાસગુપ્તાને કહ્યું કે, તેઓ બોલિંગ તરફ કામ કરી રહ્યો છે. પરંતુ પૂર્વ ક્રિકેટર હાર્દિકની ફિટનેસ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

હાર્દિકે કહ્યું, ટ્રાય ફુલ છે, જલ્દી સમય આવશે, પંડ્યાએ આઇપીએલમાં આ સિઝનમાં મુંબઇ ઇન્ડીયન્સ માટે બોલિંગ કરી નથી. કારણ કે તે પીઠની ઇજાથી પીડિત છે. તે છેલ્લે આ વર્ષે માર્ચમાં ઇંગ્લેન્ડ સામે સીરીઝ દરમ્યાન બોલિંગ કરતો જોવા મળ્યો હતો. પંડ્યાની આગામી T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ કહ્યું હતું કે તે બોલિંગ કરશે.

ગંભીરે પૂછ્યું કે સમય ક્યારે આવશે

 

ગૌતમ ગંભીરે મીડિયા રિપોર્ટમા કહ્યું કે, સમય જલ્દી આવશે પરંતુ ક્યારે. કારણ કે IPL 2021 ના ગ્રુપ સ્ટેજમાં હવે વધુ મેચો બાકી નથી. જો મુંબઈ પ્લેઓફ માટે ક્વોલિફાય નહીં થાય તો શું હાર્દિક સીધો T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરશે? જો એમ હોય તો, તેના પર પણ દબાણ રહેશે. કારણ કે તેણે લાંબા સમયથી બોલિંગ નથી કરી.

 

બોલિંગને કારણે બેટિંગમાં સમસ્યા આવી શકે છે

 

મુંબઈ ઈન્ડીયન્સના મુખ્ય કોચ માહેલા જયવર્દનેએ ગત શુક્રવારે કહ્યું હતું કે, જો હાર્દિક બોલિંગમાં ખૂબ જ દબાણ કરે તો તેને બેટિંગ કરવી મુશ્કેલ થઈ શકે છે. જયવર્દનેએ કહ્યું, હાર્દિકે શ્રીલંકા બાદથી બોલિંગ નથી કરી. મને લાગે છે કે અમે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તે હાર્દિક માટે શ્રેષ્ઠ છે. અમે ભારતીય મેનેજમેન્ટ સાથે વાત કરી રહ્યા છીએ અને ખાતરી કરી રહ્યા છીએ કે તે વહેલી તકે ફિટ થઈ જાય. જો હાર્દિક આઈપીએલમાં બોલિંગ કરી શકે છે, તો આપણે જોવું પડશે કે તે કેવી રીતે આગળ વધે છે.

હાર્દિક ફોર્મમાં જોવા મળી રહ્યો છે

 

હાર્દિકે પંજાબ કિંગ્સ સામે અણનમ 40 રનની ઇનિંગ રમી હતી. જેમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગા સામેલ હતા. પોતાની ઇનિંગ્સ વિશે વાત કરતા તેણે કહ્યું કે રન બનાવવો તેના આત્મવિશ્વાસ માટે મહત્વપૂર્ણ છે. તેણે કહ્યું હતું કે, રન મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને જ્યારે તમારી ટીમ જીતે. આ રન મારા વ્યક્તિગત આત્મવિશ્વાસ માટે પણ મહત્વના હતા. પરંતુ ટીમ માટે સ્કોર બનાવવા વધુ મહત્વપૂર્ણ હતા.

 

 

આ પણ વાંચોઃ IND Women vs AUS Women: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ મેચ ડ્રો રહી, કાગારુ ટીમ સામે સ્મૃતી મંધાના અને બોલરો ઝળહળ્યાં

આ પણ વાંચોઃ IPL 2021: ચેન્નાઇ હિટ ‘રૈના’ સુપર ફ્લોપ, ધોનીનો ભરોસો કહેવાતા સુરેશ રૈના એ 13 સિઝનમાં આટલુ કંગાળ પ્રદર્શન પ્રથમ વાર કર્યુ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati