AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ધોનીના ભાઇની રણનિતી એ RCB સામે જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી, પોતાનીથી લડતા રહેતા ભાઇ વિશે કર્યો ખુલાસો

IPL માં CSK ની સફળતાનો ફંડા છે- મેચ અલગ, હીરો અલગ અને હવે RCB સામેની જીતમાં ધોનીનો ભાઈ હીરો બન્યો છે. જેની મેચ બાદ ધોનીએ ખૂબ પ્રશંસા કરી હતી.

IPL 2021: ધોનીના ભાઇની રણનિતી એ RCB સામે જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી, પોતાનીથી લડતા રહેતા ભાઇ વિશે કર્યો ખુલાસો
Ms Dhoni-Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 11:42 AM
Share

ધોની શારજાહનો બાદશાહ બન્યો છે. વિરાટ કોહલી (Virat Kohli) ની RCB ને 6 વિકેટથી કચડી નાખ્યા બાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ફરીથી પોઈન્ટ ટેલીમાં ટોચ પર છે. પરંતુ, ધોનીને શારજાહનો સમ્રાટ કોણે બનાવ્યો? RCB સામે CSK ની જીત માટે સ્ક્રિપ્ટ કોણે લખી હતી? જવાબ છે – ધોની (MS Dhoni) નો ભાઈ. જે ભાઈની રણનિતી ઓ સામે વિરાટ કોહલીની ટીમ ઘૂંટણ ટેકવી દીધા હતા.. IPL માં CSK ની સફળતાનો ફંડા છે- મેચ અલગ, હીરો અલગ અને RCB સામેની જીતમાં ધોનીનો ભાઈ હીરો બન્યો છે.

ધોનીએ મેચ બાદ તેના એ ભાઇની ખૂબ પ્રશંસા કરી છે. હવે ભાઈ કહ્યું છે, તો પછી તેને લડવાનો અને ઝઘડો કરવાનો અધિકાર પણ છે. તેથી, ધોનીએ તેનું કારણ પણ જાહેર કર્યું, જેના કારણે તેની અને તેના ભાઈ વચ્ચે થોડો લડાઇ ઝઘડો થાય છે.

સ્વાભાવિક રીતે, હવે તમે ધોનીના આ ભાઈ વિશે આશ્ચર્ય પામશો. તો ધોનીનો આ ભાઈ બીજો કોઈ નહીં પણ ડીજે બ્રાવો છે. જે તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો સભ્ય છે. ધોનીએ મેચ બાદ પ્રેઝન્ટેશનમાં બ્રાવોને તેનો ભાઈ ગણાવ્યો હતો.

બ્રાવો મારો ભાઈ-ધોની

ધોનીએ બ્રાવો વિશે કહ્યું કે, અમારા માટે સારી વાત એ છે કે તે ફિટ છે. તે પોતાની યોજનાનો યોગ્ય અમલ કરી રહ્યો છે. હું તેને મારો ભાઈ કહું છું. અમે બંને તેના સ્લોઅર બોલ ફેંકવા પર ઘણી વાર ઝઘડીએ છીએ. પરંતુ હું તેને કહું છું કે, હવે બધા જાણે છે કે તે ધીમી ગતિએ બોલિંગ કરે છે. તેથી જ હું તેને એક ઓવરમાં 6 અલગ અલગ બોલિંગ કરવા માટે કહું છું. જ્યારે પણ તેને તક મળી છે, તેણે પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે.

બ્રાવો 3 વિકેટ લઈને મેન ઓફ ધ મેચ બન્યો

RCB સામે CSK ની જીતમાં ચમકેલા અને ધોનીના મોઢે બોલેલા ભાઈએ મેચ દરમ્યાન 3 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 24 રન આપીને આ વિકેટ લીધી હતી. વ્યૂહરચના વિના તો વિજય પ્રાપ્ત કરી શકાતો નથી. તેથી, રોયલ ચેલેન્જર્સને તેની પકડમાં ફસાવવા માટે, બ્રાવોએ એક ખાસ રણનીતિ પણ બનાવી હતી. જેનો તેણે મેચ બાદ ઉલ્લેખ કર્યો.

બ્રાવોએ RCB સામે પોતાની વ્યૂહરચના જાહેર કરી

બ્રાવોએ મેચ બાદ કહ્યું કે, RCB એક મજબૂત ટીમ છે. તેની પાસે વિરાટ જેવો ખેલાડી છે. તેની વિકેટ અમારા માટે મહત્વની હતી. મેં બાબતોને સરળ રાખવાનો આગ્રહ રાખ્યો હતો. મેં માત્ર મારી બોલિંગમાં વેરિએશન રાખ્યુ હતુ. મેં મેચમાં વિકેટની આસપાસ બોલિંગ કરી હતી. વાઇડ યોર્કર, લેગ સ્ટમ્પ યોર્કર નાંખી હતી. આવું એટલા માટે કરવામાં આવ્યું કે બેટ્સમેને વિચારવાનું શરૂ કરે કે બોલ ક્યાં જશે. તેનાથી મને સફળતા મળી.

આ પણ વાંચોઃ SRH vs PBKS, IPL 2021 Match Prediction: ‘ઘાયલ’ પંજાબ સામે આજે કંગાળ હૈદરાબાદની શારજાહમાં ટક્કર, ભૂલની સજા બહારનો રસ્તો દેખાડશે!

આ પણ વાંચોઃ IPL 2021 Purple Cap: પર્પલ કેપની રેસમાં નંબર 1 હર્ષલ પટેલ થયો વધુ મજબુત, વિકેટો ઝડપવામાં ધૂમ મચાવી રહ્યો છે

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">