IPL 2021 Purple Cap: પર્પલ કેપની રેસમાં નંબર 1 હર્ષલ પટેલ થયો વધુ મજબુત, વિકેટો ઝડપવામાં ધૂમ મચાવી રહ્યો છે
IPL 2021 ની પર્પલ કેપ (Purple Cap) ની રેસમાં RCB નો હર્ષલ પટેલ (Harshal Patel) લાંબા સમયથી નંબર-1 પર છે અને સતત પોતાની સ્થિતો મજબૂત કરી રહ્યો છે.
IPL 2021 ના લીગ રાઉન્ડમાં અત્યાર સુધીમાં 35 મેચ રમાઈ છે. લીગની 35 મી મેચ શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે રમાઈ હતી. આ મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં ચેન્નાઈ છ વિકેટે જીત્યું હતું. આ સિઝનની શરૂઆતમાં, જ્યારે બંને ટીમો સામ સામે થઇ હતી, ત્યારે પણ ચેન્નાઈએ જીત મેળવી હતી.
દરેક ખેલાડી ઈચ્છે છે કે તેની ટીમ જીતે. બેટ્સમેનોનું વર્ચસ્વ ધરાવતા આ ફોર્મેટમાં બોલરો પણ પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરે છે. તેમની ટીમને ખિતાબ જીતવા ઉપરાંત, બોલરોની નજર ફક્ત પર્પલ કેપ પર હોય છે. આઈપીએલની પ્રથમ સીઝનથી બોલરોને આ ખાસ પુરસ્કાર આપવામાં આવે છે. જેના માટે તેઓ પુષ્કળ પરસેવો વહાવે છે. દરેક સીઝનના અંતે, આ પર્પલ કેપ તે બોલરને આપવામાં આવે છે, જેણે લીગમાં સૌથી વધુ વિકેટ લીધી હોય. ગયા વર્ષે આ કેપ દિલ્હી કેપિટલ્સના કાગિસો રબાડાના માથા પર સજાવવામાં આવી હતી, જેણે 17 મેચમાં 30 વિકેટ લીધી હતી. સીઝનના વચ્ચે પણ આ કેપના હકદારો બદલાતા રહે છે.
35 મેચ બાદ, પર્પલ કેપ માટે દાવેદારોની આ સ્થિતિ છે
સિઝનના પહેલા હાફના અંતે RCB ના હર્ષલ પટેલ (Harshal Patel) સાત મેચમાં 17 વિકેટ સાથે પર્પલ કેપ રેસમાં મોખરે રહ્યો. બીજા તબક્કામાં પણ તે રેસમાં પ્રથમ નંબર પર બરકરાર છે. હર્ષલ પટેલે બીજા તબક્કામાં CSK સામે રમાયેલી મેચમાં 2 વિકેટ લીધી અને પ્રથમ સ્થાને પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી. પરંતુ ચેન્નાઈ અને આરસીબી વચ્ચે રમાયેલી મેચ બાદ પર્પલ કેપની યાદીમાં ટોપ-5 માં કોઈ ફેરફાર થયો નથી.
આ છે પર્પલ કેપના ટોચના 5 બોલર
1. હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)- 9 મેચ 19 વિકેટ- 2. આવેશ ખાન (દિલ્હી કેપિટલ્સ) – 9 મેચ 14 વિકેટ 3. ક્રિસ મોરિસ (રાજસ્થાન રોયલ્સ) – 8 મેચ 14 વિકેટ 4. અર્શદીપ સિંહ (પંજાબ કિંગ્સ) – 7 મેચ 12 વિકેટ 5. રાશિદ ખાન (સનરાઇઝર્સ હૈદરાબાદ) – 8 મેચ 11 વિકેટ